# https://swagatgujaratnews.com ## Posts - [વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું](https://swagatgujaratnews.com/godown-full-of-1-5-lakh-gogo-cones-and-strips-seized-in-vatva/): પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડીને ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ સ્ટ્રીપના કુલ 1.30 લાખ નંગ જેટલા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 9.94 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી અતુલ ચૌહાણે ખાસ કરીને આ પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ માટે ગોડાઉન ખરીદ્યું હતું. એટલું જ નહીં, ગોડાઉનની બહાર પાનનો ગલ્લો ચલાવીને ત્યાં આવતા ગ્રાહકોને સહેલાઈથી ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ સ્ટ્રીપ… - [નારોલમાં ‘લેડી ડોન' સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા](https://swagatgujaratnews.com/14-people-including-lady-don-caught-gambling-in-narol/): સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની ઓફિસ નજીક ખુલ્લી જગ્યામાં બેરોકટોક જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા તમામ આરોપીઓની ધરપકડ કરી પોલીસે કુલ રૂ. 2.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મુજબ, સાયરાબાનુ પઠાણ નારોલ વિસ્તારમાં લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બની હતી. વર્ષ 2019થી તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધમકી, ખંડણી અને મારામારી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોતાને ‘લેડી ડોન’ માનતી સાયરાબાનુ ફરીથી ગણેશનગર વિસ્તારમાં… - [વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા](https://swagatgujaratnews.com/one-injured-in-fight-between-2-members-of-society-in-vatva/): બંને પક્ષની સામસામે હુમલો કર્યાની ફરિયાદ વટવામાં નિગમ સોસાયટીના બે રહીશો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર થયેલા ઝઘડામાં એક વ્યકિતને ધારીયાથી માથામાં ઈજા થઈ હતી. આ મામલે બંને પક્ષોએ વટવા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. વટવામાં રહેતા ગણપતભાઈ માળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાતના ઘર પાસે પોતાની કારમાં બેઠા હતા. ત્યારે સોસાયટીમાં રહેતા પરેશભાઈ મારવાડીએ ટુ વ્હીલર પર આવી તેમને ગાળો બોલવા લાગતા તેમણે કારનો દરવાજો ખોલીને પરેશભાઈને કેમ ગાળો બોલો છે તેમ કહેતા તેમણે ટુ વ્હીલર ઉપર નાખવા જતા તેમણે પ્લાસ્ટીકનો પાઈપ તેમને મારવા જતા નીચે પડી ગઈ હતી. આ સમયે પરેશભાઈએ પોતાના વાહનમાં રહેલુ ધારીયુ લઈ ઘા કરતા… - [સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો](https://swagatgujaratnews.com/174-kg-of-plastic-seized-from-31-traders-in-sanand-fined-rs-19700/): સાણંદને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ સાણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સાણંદ માટે બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી 31 વેપારીઓ પાસેથી 174 કિ.લો.સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. સાણંદ નગર પાલિકાના સેનિટેશન વિભાગે આ ઝુંબેશ અંતર્ગત સાણંદ બજાર વિસ્તાર તેમજ એપીએમસીમાં આવેલ દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાણંદ બજાર વિસ્તાર તેમજ ઘોડાગાડી સ્ટેન્ડ તેમજ જી.ઈ.બી. રોડ પરની દુકાનો, રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન, કેટલાક વેપારીઓ તેમની દુકાનોમાં ગુપ્ત રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા જોવા મળ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો… - [વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી](https://swagatgujaratnews.com/after-being-released-from-jail-in-vatwa-the-accused-vandalized-vehicles-by-beating-them-up/): ગત વર્ષે વટવા વિસ્તારમાં અંગત અદાવતમાં મકાનને આગ ચાંપવાની ગંભીર ઘટના બની હતી. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસે નવાપુરા ગામના રાજા ઉર્ફે બોખો સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. તાજેતરમાં જ રાજા ઉર્ફે બોખો જેલમાંથી બહાર આવતા તેના સાગરીતોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હોવાનું પણ સોશીયલ મીડીયામાં વીડીયો ફરતો થયો હતો. જોકે, આરોપી જેલમાંથી છૂટતા જ ફરીથી વિસ્તારમાં પોતાની દહેશત સ્થાપિત કરવા સક્રિય થયો હોવાનું સામે આવ્યું છે. વટવા ગોલ્ડન સિનેમા નજીક પરિવાર સાથે રહેતા 27 વર્ષીય યાકુબભાઈ પટેલ બીબી તળાવ પાસે તેલનો ધંધો કરે છે. રવિવારની રાતે યાકુબ તેના મિત્ર સાથે… - [અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.](https://swagatgujaratnews.com/another-incident-like-that-at-a-seventh-day-school-in-ahmedabad-a-student-was-stabbed-by-another-student-outside-the-school-police-at-the-scene/) - [વાડજ પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે પ્રશ્નાર્થ](https://swagatgujaratnews.com/question-raised-against-serious-negligence-of-vadaj-police-station/): અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની કામગીરીને લઈ ગંભીર બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 15 જાન્યુઆરીના રોજ બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમમાં એક મેસેજ મળ્યો હતો કે વાડજ વિસ્તારમાં બે ઇસમો ચાઈના દોરીથી પતંગ ચગાવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને ઇસમો સ્થળ પર હાજર હોવાનું જણાતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી દરમિયાન એક ગંભીર ચૂક સામે આવી છે. પોલીસ દ્વારા નોંધાયેલ FIRમાં બાતમી આપનાર વ્યક્તિનું નામ અને મોબાઇલ નંબર જાહેર કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે બાતમીદારની… - [સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ](https://swagatgujaratnews.com/raid-on-gambling-den-in-sardarnagar-8-women-arrested/): મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર રમતી 8 મહિલાઓને પોલીસે પકડી પાડી છે. સરદારનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, તાજ હોટલ પાછળ આવેલી સતનામ રેસીડેન્સીના ત્રીજામાળે આવેલા એક ફલેટમાં જુગાર રમાય છે. બાતમીના પગલે પોલીસટીમે સ્થળ પર રેડ પાડી હતી. જેમાં આઠ મહિલાઓ જુગાર રમતી મળી આવી હતી. પોલીસે આઠે સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રૂ 21,410 નો મુદામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી. જેમાં ફલેટમાં રહેતા સીમાબેન રાજકુમાર મદનાણી, નિલમબેન… - [સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો](https://swagatgujaratnews.com/you-can-see-the-illegal-country-liquor-stands-in-the-sabarmati-police-station-area-in-the-video/): અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી ન હોવાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.સ્થાનિક સૂત્રો મુજબ, દારૂ વેચનારાઓનો દાવો છે કે તેમને આ સ્ટેન્ડ ચલાવવાની પરમિશન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વહીવટીતંત્ર તરફથી આપવામાં આવી છે. જોકે, વીડિયોમાં જોઈ સાંભળી શકો છો.ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં જાહેર સ્થળે આવા ગેરકાયદેસર સ્ટેન્ડ ચાલતા હોવાની ફરિયાદો વારંવાર સામે આવી રહી છે. સ્થાનિક નાગરિકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ યોગ્ય તપાસ તથા કડક કાર્યવાહી કરવાની માંગ કરી… - [ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે](https://swagatgujaratnews.com/factory-owner-who-supplied-chinese-lace-to-be-jailed-for-20-days/): અમદાવાદ વકીલને મળવા આવતા ધરપકડ કરી દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરી બનાવવાની ફેકટરી શરુ કરીને સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેકટરી માલિક વિરેન પટેલની એસઓજીએ 20 દિવસ બાદ ધરપકડ કરી હતી. વિરેન પટેલ અગાઉ આ જ જગ્યાએ ફિશિંગ નેટ બનાવતો હતો. પરંતુ તેના કરતા ચાઈનીઝ દોરીમાં નફો વધારે હોવાથી અઢી વર્ષથી તેણે ચાઈનીઝ દોરી બનાવીને ગુજરાતમાં સખ્યાલ કરવાનું શરું કર્યું હતું. અમદાવાદ જિલ્લા પોલીસની ટીમોએ સાણંદ, બાવળા, કોઠમાંથી ચાઈનીઝ દોરીના 8000 ફીરકી સાથે 6 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસને માહિતી મળી હતી કે આ ચાઈનીઝ દોરી બનાવવાની ફેકટરી દાદરાનગર હવેલીમાં વંદના ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી છે. જેનો માલિક વાપીનો વિરેન… - [શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે](https://swagatgujaratnews.com/there-are-3000-illegal-labs-operating-in-the-city-against-300-legal-ones/): રજૂઆતો છતાં સરકાર લેબોરેટરી સામે પગલાં લેતી નથી શહેરમાં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબા યોલોજીસ્ટ(જીએપીએમ-2026) 44મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સમાં પેથોલોજીસ્ટ જણાવ્યું હતું કે, હવે પેથોલોજી લેબોરેટરીમાં થતાં વિવિધ ટેસ્ટમાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) ટેકનોલોજી આવી છે. અમદાવાદમાં અંદાજે 3 હજાર અને રાજ્યમાં 12 હજાર અનરજિસ્ટર્ડ પેથોલોજી લેબોરેટરી ગેરકાયદે રીતે ચાલે છે. સરકાર અને સમક્ષ આ અનરજિસ્ટર્ડ ગેરકાયદે ચાલતી લેબોરેટરી બંધ કરાવવા વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલા લેવાયાં નથી. જી એ પી એમ – 20 26 કોન્ફરન્સના ચેરમેન ડી.જી. પટેલ અને સેક્રેટરી ડો. રાજેશ પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, દર્દીના રોગના નિદાનમાં પેથોલોજી લેબોરેટરી દ્વારા અપાતા રિપોર્ટ… - [વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો](https://swagatgujaratnews.com/three-including-bootleggers-brother-threaten-businessman-in-vatva-gidc-fatal-attack/): વટવા જીઆઇડીસી વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીંએક વેપારીએ બુટલેગરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરતા અને દુકાન ખાલી કરાવતા તેની અદાવત રાખીને બુટલેગરના ભાઈ સહિત ત્રણ શખ્સોએ વેપારી પર જીવલેણ હુમલો કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિંઝોલ વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામ કરતા જયસીંગ રાજપૂતે અગાઉ અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગર સત્યા ઉપાધ્યાયની દુકાન ભાડે આપી હતી. જોકે, સત્યા દ્વારા દુકાનમાં ગેરકાયદેસર તથા અસામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી જયસીંગે તેને આ પ્રવૃત્તિઓ બંધ કરવા કહ્યું હતું. તેમ છતાં સત્યા સુધર્યો ન હોવાથી લગભગ દોઢ… - [મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં](https://swagatgujaratnews.com/9200-sq-ft-illegal-construction-demolished-in-central-zone/): શહેરના મધ્ય ઝોનમાં કુલ 9200 ચો.ફુટના ગેરકાયદે બાંધકામો મ્યુનિ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં પાંચ દરવાજાથી સાઉથ રેવડી બજાર રોડ કાલુપુર સુધીમાં દબાણો હટાવાયા હતા. જેમાં ગ્રાઉન્ડ ફલોરની કુલ 7 જગ્યાએ પરવાનગી વિના રોડ પર કરેલા 4200 ચો.ફુટના દબાણો દૂર કરાયા હતા. આ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મ્યુનિએ નોટિસ ફટકારી હતી. છતાં તેનો અમલ કરાયો ન હોવાથી અંતે મ્યુનિએ તોડી પાડયા હતાં. તેવી જ રીતે શાહીબાગ વોર્ડમાં આવેલા અભિષેક એસ્ટેટ-1 ખાતે સેકન્ડ ફલોરના પાંચ ઈન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારના બાંધકામ પરવાનગી વિના કરાયા હતા. આ અંગે મ્યુનિ દ્વારા નોટીસ ફટકારીને સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જણાવાયું હતું. પરંતુ દબાણો દૂર… - [અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહીઘાટલોડિયા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે રીઢા ગુનેગારની ધરપકડ](https://swagatgujaratnews.com/ahmedabad-crime-branch-takes-major-action-a-habitual-criminal-arrested-with-a-quantity-of-foreign-liquor-in-ghatlodia-area/): અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક સખ્શની ઘરપકડ કરી છેપોલીસ ની આ કાર્યવાહી માં લાખો રૂપિયા નો મુદામાલ પણ જપત કરવામાં અવ્યો છેપાર્કિંગ માં થી ઝડપાયો આરોપીઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે બાતમી ના આધારે ઘાટલોડિયાના શ્રી નગર એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં દરોડો પડ્યો હતો જયાં સન્ની ઉર્ફે માજારો રમેશભાઈ તોલાણી ઉંમર ૨૮ નામના સખશ ને જડપી પાડવા મા આવ્યો હતોઆરોપી હાલ ચિલોડા વિસ્તાર માં રહે છે અને મૂળ જૂના વાડજ સૌરબજી કમ્પાઉન્ડ નો વતની છે.ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે સન્ની ઉર્ફે માજરોઅગાઉ તેના સામે નવરંગપુરા વાડજ સરખેજ ઍરપૉર્ટ પોલીસ સ્ટેશન માં દારૂ… - [હેપી ન્યૂ યરના નામે આવતી લિંક, APK ફાઈલ ખોલવી નહીં](https://swagatgujaratnews.com/dont-open-the-link-or-apk-file-in-the-name-of-happy-new-year/): છેતરપિંડી માટે ગઠિયાઓએ નવો કીમિયો અજમાવ્યો તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં કિલક કરો. વોટસએપ ઉપર ફરતી હેપ્પી ન્યૂ યર ગ્રીટિંગ લિંકથી સાવધાન રહેવું. સાઈબર ગઠીયાઓ ગ્રિટિંગ લિંકના નામે એપીકે ફાઈલ મોકલીને તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે. જેથી સાઈબર ક્રાઈમ દ્વારા લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કે અપલોડ કરવી નહીં. એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કે ડાઉનલોડ કરવાથી ફોનમાં વાયરસ આવી જાય છે અને ફોનનો તમામ ડેટા સાઈબર ગઠિયાઓ પાસે પહોંચી જાય છે. 31 ડિસેમ્બરે સાઈબર ગઠિયાઓએ લોકો સાથે છેતરપિંડી નવો કિમિયો અજમાવ્યો હોવાનું સાઈબર ક્રાઈમના અધિકારીઓના ધ્યાને આવ્યું છે. ફકત ટેક્સ્ટ મેસેજ, ઈમેજ,… - [શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 3869 એકમોને નોટિસ, 201 એકમોને સીલ](https://swagatgujaratnews.com/notices-issued-to-3869-units-using-banned-plastic-in-the-city-201-units-sealed/): શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે મ્યુનિ.એ હાથ ધરેલી ઝુંબશમાં રૂ 6.41 લાખ દંડ વસુલાયો શહેરમાં સાત ઝોન પૈકી સૌથી સેન્ટ્રલ ઝોનમાં ઝોનમાં 1340 એકમોને પ્લાસ્ટિક મુદે નોટિસ ફટકારાઈ શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના લક્ષ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સ્વચ્છ ભારત મિશન કચેરી દ્વારા ગત અઠવાડિયામાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પર્યાવરણ અને નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બનેલી 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલીઓ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મ્યુનિએ કડક વલણ અપનાવ્યું છે.જેમાં 201 એકમોને સીલ કરીને 3869 એકમોને નોટિસ આપી હતી. જયારે પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 6.41 લાખનો દંડ વસુલાયો હતો, તેમજ કુલ 161.5 કિલો… - [વટવા GIDCમાં બે સ્થળોએ પ્રતિબંધિત ગોગો પેપર પકડાયા](https://swagatgujaratnews.com/banned-gogo-paper-seized-at-two-places-in-vatva-gidc/): બે વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો નશો કરવા માટે વપરાતા ગોગો રોલ તેમજ પેપર પર પ્રતિબંધ મુકાયા છતાં હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં ગોગો પેપરનુ વેચાણ ચાલુ હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી આદરી છે. જેમાં વટવા જીઆઈડીસી પોલીસે બે અલગ અલગ બનાવમાં કુલ 118 ગોગો રોલ પકડીને બે વ્યકિતઓ સામે ગુનો દાખલ કર્યો છે. વટવા જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે પ્રતિબંધિત ગોગો પેપરની હજુ પણ વેચાણ થઈ રહ્યુ છે. જેના પગલે પોલીસ પેટ્રોલીંગ વધારીને ખાનગી બાતમીદારોને કામ લગાવ્યા હતા. જેમા બાતમીના આધારે પોલીસ ટીમે અનમોલ એરાઈઝ ફલેટની નીચે શિવશકિત કીરાણા સ્ટોરમાં રેડ કરી હતી જેમાં તપાસ દરમિયાન ગોગો… - [કણભા GIDCમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ઝભલાંની ફેક્ટરીનો ભંડાફોડ, GPCBની ભૂમિકા પ્રશ્નાર્થ](https://swagatgujaratnews.com/illegal-plastic-gown-factory-busted-in-kanbha-gidc-role-of-gpcb-questioned/): કણભા GIDC બાકરોલ રોડ પર આવેલી શિવાની સ્ટેટમ્પ નામની એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાંનું ઉત્પાદન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ફેક્ટરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કયા નિયમો અથવા પરવાનગીઓ હેઠળ ચાલી રહી છે તે બાબતે સ્પષ્ટતા જોવા મળતી નથી. ફેક્ટરીમાં મોટા પાયે પ્રતિબંધિત પ્લાસ્ટિક કોથળીઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાય છે, જે રાજ્ય અને કેન્દ્ર સરકારના નિયમોના સીધા ઉલ્લંઘન સમાન છે. ફેક્ટરીના સંચાલક તરીકે હિરલ શાહનું નામ સામે આવ્યું છે, જેમના દ્વારા નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકો કહે છે. વિશેષ વાત એ છે કે ફેક્ટરીનું શટર બહારથી લોક… - [વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે](https://swagatgujaratnews.com/delay-in-measuring-pond-in-vatva-handing-over-to-municipality-postponed/): કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર આવેલી તલાવડીના ખરાબાની જગ્યા કલેક્ટર કચેરી હસ્તક આવે છે. હાલમાં તલાવડીની જગ્યા પર કાયમી અને બિનકાયમી પ્રકારના કુલ 300 જેટલા દબાણ સ્થાનિકો દ્વારા ખડકી દેવામા આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2023માં કલેક્ટર કચેરી દ્વારા સૂચના આપવામા આવી હતી કે તાત્કાલિક ધોરણે તમામ દબાણોને દૂર કરી જગ્યાની માપણી કરીને મ્યુનિ.ને સોંપવાની કાર્યવાહી શરૂ કરવાનું હતું. જોકે જગ્યાની માપણી કરવામાં ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ વિભાગ દ્વારા મોડું કરવામા આવતા કલેક્ટરના… - [યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો](https://swagatgujaratnews.com/young-man-tried-to-blackmail-and-coerce-his-friends-wife/): વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બ્લેકમેઈલ કરીને તેને મળવા બોલાવી બળજબરીપૂર્વક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતથી ગભરાઈ ગયેલી પરિણીતા છટકીને ઘરે પહોચી હતી અને પતિને વાત કરતા મામલો વટવા પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. અંતે પરિણીતાએ પતિના મિત્ર સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.વિંઝોલ ક્રોસિંગ પાસેની એક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય મહિલાનો પતિ વટવાજીઆઈડીસીમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે. તેમના પાછળની સોસાયટીમાં રહેતો દિપક પણ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. આ બંને પરિવારો… - [સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ](https://swagatgujaratnews.com/social-media-influencer-arrested-for-molesting-minor/): વટવામાં ટયુશનમાંથી સગીરાને લઈ જઈ છેડછાડ કરી હતી ટયુશનના સાહેબના નામે એકસ્ટ્રા ક્લાસનો ફોન કર્યો હતો વટવામાં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવીને ટયુશનેથી સીધી બાઈક પર બેસાડી રીંગરોડ પર લઈ ગયો હતો.આ પહેલા યુવકે સગીરાના ઘરે ટયુશનના સાહેબ બોલુ છે એકસ્ટ્રા કલાસ છે એટલે સગીરા મોડી આવશે તેમ કહ્યું હતુ. આ ફોનથી પરિવારને શંકા જતા ટયુશને તપાસ કરતા વાત ખોટી નીકળી હતી. મોડીરાતે સગીરા ઘરે આવી ત્યારે માતાપિતાએ પુછપરછ કરતા યુવકે તેને લઈ જઈ છેડછાડ કરી હોવાનો ભાંડો ફુટયો હતો. આ મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સોશીયલ મીડીયા ઈન્ફલુએન્સરની ધરપકડ કરી છે. વટવામાં રહેતા એક પરિવારની… - [મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત](https://swagatgujaratnews.com/mobile-snatching-during-morning-walk-in-maninagar-person-injured/): મણિનગર: સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે કાંકરિયા જીરાફ સર્કલ નજીક મોર્નિંગ વોક પર ગયેલા વ્યક્તિ પર મોબાઇલ સ્નેચરોએ હુમલો કર્યો. પીડિત વ્યક્તિને ઈજા થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. લૂંટના ઈરાદે આવેલા આરોપી નંબર પ્લેટ વગરની દ્વિચક્કી છોડી ત્યાંથી ભાગી ગયો. નોંધ: મોર્નિંગ વોક દરમિયાન સતર્ક રહો અને આસપાસની પરિસ્થિતિ પર ધ્યાન રાખો. - [સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ](https://swagatgujaratnews.com/woman-arrested-with-beer-in-sardarnagar/): થાણેથી ડિલિવરી આપવા આવી હોવાની શંકા સરદારનગરમાં પોલીસે એક મહિલાને બિચરના 24 ટીન સાથે ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સરદારનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એ મહિલા બગલથેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને આદર્શ સ્કુલ થઈ બંગલા એરીયાતરફે જવાની છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં મહિલા પોલીસની હાજરીમા એક શંકાસ્પદ લાગતી મહિલાને રોકીને તેની પાસેના બગલથેલામાં તપાસ કરાવતા તેમાંથી બિયરના 24 ટીન મળી આવ્યા હતા. પોલીસે આ મામલે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને રીટાબેન સંજયભાઈ ખારવા (ઉ.32 રહેચ ધર્મવીર ગલી નંબર 11 જય ભવાનીનગર થાણા મહારાષ્ટ્ર)ની… - [શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું](https://swagatgujaratnews.com/83-psis-serving-in-the-city-police-transferred-18-psis-from-other-districts-posted/): અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં દિવાનો બાદ સાગમટે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બિન હથિયારધારી 83 PSIની એક સાથે આંતરિક બદલીનો આદેશ આપ્યો છે.અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં દિવાળી બાદ સાગમટે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બિન હથિયારધારી 83 PSIની એક સાથે આંતરિક બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા 18 PSIને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોમાં 83 PSIની બદલી પોલીસ કમિશનરના આદેશ પ્રમાણે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોમાં 83 PSIની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા બદલી અંગેનું જાહેરનામું બહાર… - [અમિત શાહ દિવાળી કરવા ઘરે આવ્યા, 5 દિવસ રોકાશે](https://swagatgujaratnews.com/amit-shah-came-home-for-diwali-will-stay-for-5-days/): PM મોદી પણ 31 ઓક્ટોબરે ગુજરાત આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ વખતે ગુજરાત આવી શક્યા ન હતા. જો કે તેઓ દિવાળીની ઉજવણી કરવા માટે ઘરે આવી ગયા છે. આ વખતે તેઓ પાંચ દિવસ માટે અમદાવાદમાં પોતાના પરિવારજનો સાથે રોકાઈને દિવાળી તથા નવા વર્ષની ઉજવણી કરશે. નૂતન વર્ષે શાહ પોતાના નિવાસસ્થાને જ સ્નેહ મિલન સમારોહ યોજીને શુભેચ્છા સ્વીકારશે. તેમના આ પ્રવા, દરમિયાન તેઓ ભાઇબીજને દિવસે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનેલા નવા આવાસનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત તેઓ પાંચ દિવસ દરમિયાન કેટલાંક ધાર્મિક સ્થળોની મુલાકાત પણ કરશે. તેમની આ ગુજરાત મુલાકાત દરમિયાન નવા બનેલા મંત્રીઓ પણ… - [વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી](https://swagatgujaratnews.com/shop-set-on-fire-over-exchange-of-rupees/): ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત મંગળવારે બપોરના સમયે અલ્તાફ તેની કેબિન પર બેઠો હતો ત્યારે વટવા ચાર માળીયામાં રહેતો રાજા ઉર્ફે કાળીયો અને અકરમ તથા એક અજાણ્યો માણસ ત્યાં આવ્યા હતા. આ સમયે રાજાએ અલ્તાફને કહ્યું હતુ કે મારા શાહઆલમ ખાતે રહેતા મિત્ર ઈબ્રાહીમ ઉર્ફે કાળીયો જે તારી પાસે મેચના રૂપિયા માંગે છે તે કેમ આપતો નથી. આથી અલ્તાફે ઈબ્રાહીમ મારી પાસે કોઈ રૂપિયા માંગતો નથી તેમ કહેતા રાજા કાળીયો ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરી… - [કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ](https://swagatgujaratnews.com/gang-caught-stealing-chemicals-from-tanker-in-kanbha-bakrol/): SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો રૂપિયા 1,77,100નું બારોબાર વેચી મારતાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે 3 વોન્ટેડને ઝડપી પાડવા કાર્યવાહી હાથધરી છે. ગાંધીધામથી કેમિકલ ભરી ટ્રક ટેન્કર નંબર ટ્રક નંબર જી.જે.12 એટી 7689નો ડ્રાઇવર આરીફ હબીબભાઇ વારૈયા કેમિકલ લઈ નીકળેલ, જે કેમિકલ ચાંગોદર એસડી પ્રેઇન્ટ્સ કંપનીમાં પહોંચાડવાનું હતું.આ ટેન્કર ચાગોદર મૂળ કંપનીમાં પહોંચે તે પૂર્વે બાકરોલ બુજરંગ ગામની સીમ માં આવેલ શ્યામ ઇન્ડસ્ટ્રી યલ એસ્ટેટ-૨ માં આવેલ શેડ નંબર 481 મા કેમીકલ 2300 કિલો… - [744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ](https://swagatgujaratnews.com/744-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%93%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a8%e0%aa%9c%e0%ab%80%e0%aa%95%e0%aa%a8/): 5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે તેથી વધુ વર્ષ સુધી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા 744 પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરી નાખી છે. તેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો સમાવેશ થાય છે. જોકે સોમવારે કરવામાં આવેલી 744 કર્મચારી જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેની નજીકના જ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ રીતે એકસાથે કરાયેલી બદલીથી પોલીસબેડામાં ચર્ચાએ વેગ પકડયો છે. સાથેસાથે નજીકના જ પોલીસ સ્ટેશનમાં બદલી કરાતાં તર્કવિતર્ક પણ ચાલી રહ્યા… - [દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી](https://swagatgujaratnews.com/police-warn-traders-to-be-careful-and-criminals-to-stay-within-limits-during-diwali-festivities/): 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 71 હિસ્ટ્રી શીટરોને પોલીસે બોલાવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા કહ્યું 100 જેટલા વેપારીઓની મીટિંગ બોલાવી સાવચેતીના પગલાં લેવાની પોલીસે ભલામણ કરી આગામી દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદમાં કાયદો અને વ્યવ્સથાની જાળવણી રહે તેના માટે શહેર પોલીસે કમર કસી છે. આ મામલે પોલીસે વેપારીઓને સાવચેતી રાખવા માટે મીટીંગનુ આયોજન કર્યું હતું. જ્યારે ગંભીર પ્રકારના ગુના આચરી ચુકેલા હિસ્ટ્રી શીટર્સની સાથે પણ એક મીટીંગ બોલાવી હતી. જેમાં તેમને આગામી દિવાળીમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિથી દુર રહેવાની સુચના આપી હતી, સાથોસાથ જો કોઈ ગુનો કરશે તો તેની સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. દિવાળીના તહેવારો દરમિયાન આમ… - [ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત](https://swagatgujaratnews.com/a-young-man-who-stole-petrol-in-isanpur-died-after-being-hit-while-trying-to-escape/): બુલેટનો માલિક આવી જતા યુવક બચવા માટે નાસી ગયો ઈસનપુરમાં મોડીરાતે જમવાનુ લેવા માટે નીકળેલા બે મિત્રના વાહનમાં પેટ્રોલ ખલાસ થઈ જતા નજીક પાર્ક કરેલા બુલેટમાંથી પેટ્રોલ કાઢવા જતા માલિક આવી જતા બંને નાસી છુટયા હતા. જો કે આ સમયે એક યુવક બેભાન થઈ ઢળી પડયો હતો. જેનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. આ મામલે રામોલ પોલીસે અસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. રામોલમાં શાલીમારની ચાલીમા રહેતા મુનાવરઅલી સૈયદ(ઉ.19) બુધવારે રાતે જમીને ચાલીમાં આંટા મારતો હતો. ત્યારે તેનો મિત્ર શાહરૂખ ટુ વ્હીલર લઈને આવ્યો હતો અને ચાલ જમવાનુ લઈને આવીએ તેમ કહીને તેને સાથે… - [અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન](https://swagatgujaratnews.com/aslalis-garnala-has-been-filled-with-water-for-15-days-road-closures-are-causing-concern-to-people/): વાહનચાલકો રોંગસાઈડમાં જતા અકસ્માતનો ભય શહેરના અસલાલી ગામ પાસે મુખ્ય હાઈવેથી ગામ તરફ જવાના ગરનાળામાં છેલ્લા 15 દિવસથી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ગરનાળું બંધ થતાં વાહનચાલકોને રોંગસાઈડમાં વાહન હંકારવાની ફરજ પડે છે. ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. એટલે તાકિદે પાણી ઉલેચીને ગરનાળુ ફરીથી ચાલુ કરવા લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગે નારોલ-અસલાલી ટોલ રોડ પર અસલાલી ગામ પાસે નાના વાહન ચાલકોને રસ્તો ઓળંગવા માટે તંત્ર દ્વારા ગરનાળું બનાવામાં આવ્યું છે. પરંતુ વરસાદી ઝાપટાં પડયા બાદ તેમાંથી પાણી ઉલેચવાની તંત્ર દ્વારા વ્યવસ્થા નહીં હોવાથી વરસાદ બંધ થયા પછી પણ… - [રામોલમાં ગરબાના ઈનામ મામલે કારમાં તોડફોડ, ત્રણ વ્યકિતને ઈજા](https://swagatgujaratnews.com/car-vandalized-in-ramol-over-garba-prize-three-injured/): ઈનામ જમીન પર ફેંકી દેવાની અદાવત રાખીને મારામારી પોલીસે છ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી રામોલમા એક પાર્ટી પ્લોટમાં યોજાયેલા ગરબામાં ઈનામ વિતરણ વખતે ઈનામ જાહેરમાં ફેંકવાની અદાવત રાખી એક વેપારીની ફોર્ચ્યુનર કારના કાચ તોડી નાંખ્યા હતા. આ ઉપરાંત કારનો પીછો કરીને અટકાવી ગડદાપાટુનો માર મારી ચપ્પુ મારી ઈજા પહોચાડી હોવાની ઘટના મામલે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમા છ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાલમાં રહેતા હિરેનભાઈ ભીમાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મેડિકલ સ્ટોર ધરાવે છે જેના પાર્ટનર રોહિતભાઈ જેસવાલ છે. ગુરુવારે નિકોલમાં સેવન સ્ટાર પાર્ટી પ્લોટમાં રંગશેરી ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં તેઓ મિત્રો સાથે ગયા હતા.… - [ઈસનપુરમાં રોડ પર ફટાકડા ફોડી બર્થ ડે ઉજવતા ચાર સામે ફરિયાદ](https://swagatgujaratnews.com/complaint-filed-against-four-for-celebrating-birthday-by-bursting-crackers-on-the-road-in-isanpur/): પોલીસની જીપ જોતાં લોકો નાસ્યા લાગ્યા એક જીપને પોલીસે પકડી લીધી શહેરમાં બર્થ ડે ની ઉજવણી કરવા માટે શરૂઆતમાં તલવાર જેવા હથિયારોનો ઉપયોગ કરવાના ટ્રેન્ડની સામે પોલીસે લાલઆંખ કરતા હવે નવયુવાનો ફટાકડા ફોડીને રોડ પર ટેબલ લગાવી કેક કાપીને ન્યુસન્સ ફેલાવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં ઈસનપુર પોલીસે જાહેરમાં લોકોને અગવડ પડે તેવી રીતે બર્થ ડે ઉજવનારા ચાર યુવકની સામે ગુનો દાખલ કર્યો છે. ઈસનપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે થોડાસર ચાર રસ્તાથી બીઆઈટીએસ બસ સ્ટેન્ડ સામે દ્રારકાધીશ ટી સ્ટોલની સામે જાહેરમાં કેટલાક ઈસમો ભેગા થઈને રોડ પર બેટેબલો પર ટેબલ મૂકીને કેક મૂકીને ફટાકડા… - [સીટીએમ પાસે મુંબઈથી દારૂ-બિયરની ડિલિવરી આપવા આવેલો શખ્સ ઝડપાયો](https://swagatgujaratnews.com/man-arrested-for-delivering-liquor-and-beer-from-mumbai-near-ctm/): વિદેશી દારૂની 96 બોટલ અને બિયરના 48 ટીન કબજે રામોલ પોલીસે સીટીએમ બરોડા એકસપ્રેસ હાઈવે પાસેથી મુંબઈથી કોથળામાં વિદેશી બનાવટના દારૂ અને બિયરનો જથ્થો લઈને અમદાવાદમાં ડીલીવરી કરવા માટે આવેલા યુવકને ઝડપી લીધો હતો. પોલીસે યુવક પાસેથી દારૂની 96 બોટલ અને બિયરના 48 નંગ કબજે કરી દારૂ મંગાવનારાની શોધખોળ આદરી છે. રામોલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક વ્યકિત કંતાનના પાર્સલમાં દારૂનો જથ્થો લઈને સીટીએમ બરોડા એકસપ્રેસ હાઈવે પર ડિલિવરી કરવા માટે ઉભો છે. બાતમીના પગલે પોલીસટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ યુવકને પુછપરછ કરતા તેનુ નામ રાધવેન્દ્ર નાગેન્દ્ર પાંડે(ઉ.35 રહે. કાર્ટર રોડ બોરીવલી પૂર્વ મુંબઈ મુળ રહે… - [વટવા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં બંગલામાં “ગાયત્રી ક્લિનિક” નામે એક ફરજી દવાખાનું ચાલતું જોવા મળ્યું.](https://swagatgujaratnews.com/a-compulsory-clinic-called-gayatri-clinic-was-found-operating-in-a-bungalow-in-the-vatva-gidc-area/): આરોગ્ય વિભાગના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક જગ્યાએ કેટલાક લોકો ફરજી રીતે પોતાને ડોક્ટર તરીકે રજૂ કરી રહ્યા છે અને દર્દીઓને એલોપેથી દવાઓ તથા ઇન્જેક્શન આપી રહ્યા છે. આવા લોકો પાસે માન્ય તબીબી ડિગ્રી અથવા મેડિકલ કાઉન્સિલમાં નોંધણી નથી. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ દર્દીઓના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ સારવાર માટે માત્ર માન્ય ડિગ્રીધારક અને નોંધાયેલ ડોક્ટરનો જ સંપર્ક કરે. ફરજી ડોક્ટર પાસેથી દવા કે ઇન્જેક્શન લેવાથી જીવલેણ પરિણામ આવી શકે છે. ફરજી ડોક્ટર તરીકે કામગીરી કરવી કાયદા મુજબ દંડનીય ગુનો છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર… - [નિકોલના તળાવમાં ગટરના પાણી નહીં છોડવાનો આદેશ છતાં તંત્ર સુધરતું નથી](https://swagatgujaratnews.com/despite-orders-not-to-discharge-sewage-into-nikols-pond-the-system-is-not-improving/): માનવ અધિકાર આયોગે જુલાઈથી આદેશ કર્યો છતાં પાણી છોડવાની ફરિયાદ તળાવમાં તાત્કાલિક ગંદુ પાણી છોડવાનું બંધ કરવા મ્યુનિ. સત્તાધીશોને રજૂઆત શહેરના નિકોલના તળાવમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા ગટરના પાણી છોડીને તળાવને પ્રદૂષિત કરાતું હતું. આ મામલે માનવ અધિકાર આયોગ સમક્ષ પહોચ્યો હતો. જેમાં માનવ અધિકાર આયોગે ગત જુલાઈ માસમાં મ્યુનિ અધિકારીઓને તળાવમાં ગટરનું પાણી છોડવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આદેશ આપ્યાના થોડા દિવસો બાદ ફરીથી ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે. ત્યારે આયોગના દ્વાર ખટખટાવનારા અરજદારે હવે મ્યુનિ અધિકારીને તળાવમાં ઠલવાતું ગટરનું પાણી તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી છે. અમદાવાદ ડેવલપમેન્ટ એન્ડ સિટીઝન્સ વેલ્ફેર ગ્રુપના ચેરમેન સંતોષ મિશ્રાએ જણાવ્યું… - [વટવાના જમીનદલાલનું અપહરણ કરી રૂપિયા 52 લાખ પડાવનાર ફરાર છ આરોપી કોટાથી ઝડપાયા](https://swagatgujaratnews.com/six-absconding-accused-who-kidnapped-a-land-broker-from-vatwa-and-extorted-rs-52-lakhs-were-arrested-from-kota/): રામોલ અને રાજસ્થાન પોલીસના સંયુકત ઓપરેશન બાદ મુદ્દામાલ કબજે કરાયો કૌટુંબિક ભાણિયાએ મામા પાસે રૂપિયા હોવાની ટિપ આપતા અપહરણનું કાવતરું ઘડાયું હતું વટવામાં રહેતા જમીન દલાલનુ કામ કરતા યુવકનું કારમાં અપહરણ કરી તેની પાસેથી રોકડ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 53 લાખની લુંટ કરવાની ઘટનામાં રામોલ પોલીસે રાજસ્થાનના કોટા શહેરમાંથી તમામ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં રસપ્રદ બાબત એ છે કે કૌટુંબિક ભાણીયાએ મામાની પાસે રૂપિયા હોવાની ટીપ આપતા અપહરણ અને લુંટનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. મુળ રાજસ્થાનના અને ઘનપાલેશ્વર સોસાયટીમાં વટવામાં રહેતા અજય સુરેન્દ્રસિંહ રાજપૂત(ઉ.43) જમીન લે વેચનુ કામકાજ કરે છે. ગત મંગળવારે સવારે તેઓ ઘરેથી… - [મટન ગલીમાં 6 માસ પહેલા પડેલા વીજપોલના વાયરોથી કરંટ લાગ્યો](https://swagatgujaratnews.com/in-mutton-street-i-got-electrocuted-by-the-wires-of-an-electric-pole-that-fell-6-months-ago/): નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોતની ઘટનામાં ઘટસ્ફોટ અમારા ઘરમાં હું મારી બેન અને બનેવી રાતનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક સાયકલવાળા ભાઈએ અમને બુમ પાડી કે એક બહેન પડી ગયા છે તેમને ઉભા કરો. એટલે અમે બહાર જઈને જોયુ તો એક મહિલા રોડ પર પડેલી દેખાઈ હતી. એટલે મારા બનેવી મહિલાને ઉભા કરવા જતાં હતા ત્યાં જ મારી બહેને તેમને કહ્યું કે, પડી ગયેલી મહિલાના હાથપગ ધ્રૂજી રહ્યા હોઈ કરંટ લાગ્યો હશે આમ કહી બહેને બનેવીને ત્યાં જતાં રોક્યા હતા. એટલામાં મહિલાનો પતિ એક્ટિવા રોકીને તેમને ઉભા કરવા ગયા તો તેઓ પણ ધડામ દઈને પડી ગયા હતા. એટલે અમને… - [નારોલની ઘટના બાદ તંત્ર દોડતું થયુંઃ ખાડા પુરવા, ડીપી બદલવા તાબડતોબ કામગીરીની શરૂઆત કરી](https://swagatgujaratnews.com/after-the-narol-incident-the-system-was-put-into-motion-urgent-work-was-started-to-fill-the-potholes-and-replace-the-dp/): ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટની ડીપી જર્જરિત હોવાથી તેની જગ્યાએ નવી નાખવામાં આવી નારોલની મટન ગલીનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર હાલતમાં હતો જેના કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. દંપતિના મોતની ઘટના બાદ મ્યુનિ તંત્ર સફાળુ જાગ્યું હતું. આ રોડ પર આવેલી સ્ટ્રીટ લાઈટની ડીપી તુટેલી હોય તેને બદલીને નવી નાંખવામાં આવી હતી. જ્યારે જ્યાં ખુલ્લા વાયરો હતા તેને સાંધા મારીને પુરી દેવાયા હતા. ઉપરાંત બિસમાર રોડ પર વેટ મીક્ષ નાંખીને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ઘટના બની તે જગ્યાએ ખોદકામ કરાયુ હોવાથી એટલે 100 મીટરનો રોડ કોર્ડન કરીને બંધ… - [વટવા ચાર માળિયામાં સાત શખ્સ હથિયાર સાથે પકડાયા](https://swagatgujaratnews.com/seven-people-arrested-with-weapons-in-vatva-char-maliya/): 300થી વધુ પોલીસના કાફલાએ સર્ચ કર્યું શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે ઓપરેશન નોક નોક હાથ ધરીને વટવા ચાર માળીયામાં આવેલા તમામ બ્લોકમાં મધરાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં 400થી વધુ વાહનો અને મકાનો સહિતની જગ્યાએ તપાસ કરીને પોલીસે હથિયારના-7 કેસ, ગેરકાયદે મકાનનો કબજો કરીને રહેવા સહિતના કેસ કરીને તપાસ હાથ ધરી છે. વટવા ચાર માળીયામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો અો જમાવી રહ્યા હોવાની બૂમ ઉઠી હતી. જેને ધ્યાને રાખીને ઝોન-6 ડીસીપી ભગીરથ ગઢવી. એસીપી યુવરાજસિંહ ગોહિલે ઓપરેશન નોક નોક અંતર્ગત પોલીસે મંગળવારે વહેલી સવારે ત્રણથી છ વાગ્યા સુધીમાં વટવા ચાર માળિયા વિસ્તારમાં સર્ચ કર્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિ… - [નિકોલમાં હલકી કક્ષાના મટીરીયલથી બનાવેલા રસ્તા બિસમાર બની ગયા](https://swagatgujaratnews.com/roads-built-with-low-quality-materials-in-nikol-have-become-dilapidated/): જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી શહેરના નિકોલમાં થોડા સમય પહેલા એક સરકારી કાર્યક્રમ માટે મ્યુનિ દ્વારા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ તાત્કાલિક રોડ બનાવાયા હતા. પરંતુ રોડ બનાવ્યાના થોડાક જ દિવસો થયા છે ત્યાં રવિવારે પડેલા વરસાદમાં ઘણા રોડ ધોવાઈ જતાં બિસમાર બની ગયા છે. જેના પગલે રોડ બનાવામાં મ્યુનિ દ્વારા હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલે તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મ્યુનિ કમિશ્નરને રજૂઆત કરાઈ છે. રોડ બિસમાર મામલે રજૂઆત કરનારા નિકોલના રહીશ અનિસ પટેલે કહ્યું હતું કે, તાજેતરમાં એક કાર્યક્રમ માટે મ્યુનિ દ્વારા રાતોરાત નિકોલ વોર્ડમાં અલગ અલગ જગ્યાએ રોડ બનાવ્યા… - [વટવામાં મકાનમાલિક સહિત 4ના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો](https://swagatgujaratnews.com/a-young-man-hanged-himself-after-being-tortured-by-4-people-including-the-landlord-in-vatva/): સ્યુસાઈડ નોટના આધારે પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો ભાડામાં મોડુ થતા મકાન ખાલી કરાવવા પરિવારને ત્રાસ આપતો શહેરના વટવા વિસ્તારમા રહેતા યુવકે મકાનમાલિકના ત્રાસથી કંટાળીને ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.મૃતકના હાથે લખાયેલી સ્યુસાઈડ નોટનો એફએસએલ રીપોર્ટ આવતા વટવા પોલીસે આ મામલે ચાર વ્યકિતઓ સામે દુષ્પ્રરણાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વટવામાં જીયા મસ્જિદ પાસે અલ મુસ્તુફાનગરમાં ભાડાના મકાનમાં રહેતા સમીરખાન પઠાણે ગત તા 21 એપ્રિલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા વટવા પોલીસે સ્થળ તપાસ કરતા સમીરખાને લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે ગોકુલનગરમાં ભાડાના… - [વટવાના ચુનારાવાસમાં એક માસથી ગટર ઉભરાતાં બીમારીના કેસ વધ્યા](https://swagatgujaratnews.com/disease-cases-have-increased-in-chunaravasa-vatwa-due-to-overflowing-sewage-for-a-month/): રજૂઆતો કરવા છતાં કામગીરી કરવામાં તંત્ર ઉદાસીન અધિકારીઓ અને કોર્પોરેટરોને જાણ કરી છતાં ધ્યાન આપતા નથી શહેરના વટવાના ચુનારાવાસમાં છેલ્લા એક મહિનાથી ગટરલાઈન ઉભરાતા દૂર્ગંધથી લોકો હેરાન-પરેસાન થઈ ગયા છે. ઉપરાંત ગંદકીના લીધે વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છતાં તંત્ર દ્વારા ડ્રેનેજની કામગીરી કરાતી જ નથી. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, વટવાના ચુનારાવાસમાં આવેલી જોગણી માતાની ચાલીમાં એક મહિનાથી ગટર ઉભરાતા ગંદા પાણી ચાલીમાં ભરાઈ જાય છે. એટલે તીર્વ દૂર્ગંધથી લોકો ત્રસ્ત છે. જ્યારે ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. એટલે લોકો બિમાર પડી રહ્યા હોવાથી સ્થાનિકો દ્વારા મ્યુનિ.ના… - [કોર્પોરેશન ની બેદરકારી પડી જનતા ઉપર ભારી](https://swagatgujaratnews.com/the-negligence-of-the-corporation-has-become-a-burden-on-the-public/): વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૫, વિજયનગર નાની બાપોદ સરદાર સ્કૂલ નજીકના વિસ્તારોમાં લોકો ભારે મુશ્કેલીમાં છે. વરસાદી પાણીની અછાંદસ ભરાવટ અને ગંદકીના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય વધ્યો છે. સમયસર પાણી નીકળવાની વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ કાદવ અને ખાડાઓથી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને પગપાળા લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે ઘણીવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન તરફથી યોગ્ય સફાઈ અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. બાળકોને સ્કૂલ જવામાં મુશ્કેલી પડે છે અને વૃદ્ધોને પણ આરોગ્ય જોખમો વધી રહ્યા છે. સ્થાનિકો કોર્પોરેશનને તરત જ રસ્તાઓની મરામત, નાળાની સફાઈ અને યોગ્ય… - [વટવામાં ઉઘરાણી કરી હત્યાની ધમકી](https://swagatgujaratnews.com/threatened-with-death-for-demanding-money-in-return/): વટવામાં રહેતી ફરહાના ખાન પઠાણના ૫તિ શાહ નસીમખાને રૂપિયા 2 લાખ ઉછીના લીધા હતા. જેને લઇને રફીક વેપારી, મોહમંદ ટેમ્પો અને મન્નુ ઉર્ફે બાપુએ તેના ઘર આવી ઉઘરાણી કરી હતી. ફિલ્મી સ્ટાઈલમાં ધમકી આપીને કહ્યું કે તારો પતિ રૂપિયા નહી આપે અને રસ્તામાં દેખાઈ જશે તો ઉડાડી દઈશું” ત્રણેય શખ્સોની ધમકીથી ગભરાઈ ગયેલી મહિલા વટવાએ પોલીસ મથકે રફીક વેપારી, મોહમંદ ટેમ્પો અને મન્નુ ઉર્ફે બાપુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. - [રીંગરોડના રોપડા બ્રિજ પાસેના બિસમાર રોડથી અકસ્માતો વધ્યા](https://swagatgujaratnews.com/accidents-have-increased-due-to-the-dilapidated-road-near-ropda-bridge-on-ring-road/): ટુ-વ્હીલર ચાલકો બેલેન્સ ગૂમાવી દેતાં હોવાની ફરિયાદો ખરાબ રોડનું તાકિદે સમારકામ કરવા સ્થાનિકોની માંગણી શહેરના પૂર્વ વિસ્તારના રીંગરોડ પર રોપડા ઓવરબ્રિજ પાસેનો રોડ બિસમાર બનતા લોકોને અવરજવર કરવામાં હેરાનગતિ ભોગવવી પડે છે. રોડ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે ટુ-વ્હીલર ચાલકો તો બેલેન્સ ગુમાવી દેતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એટલે આ રોડથી પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એટલે આ રોડનું તાકિદે સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક દેવેન્દ્ર મંડલીએ જણાવ્યું હતું કે, ટ્રાફિકથી ધમધમતા સરદાર પટેલ રીંગરોડ પર રોપડા ઓવરબ્રિજ પાસેનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર બની ગયો છે.… - [નરોડા રોડ પર 6 મહિનાથી ગટરની સમસ્યા મામલે સ્થાનિકોએ રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરી દીધો](https://swagatgujaratnews.com/locals-have-blocked-the-road-on-naroda-road-for-6-months-due-to-the-drainage-problem/): અરવિંદ મીલ પાસેની દરજીની ચાલી પાસે બે કલાક સુધી લોકોએ લોકોએ રોડ પર દેખાવો કર્યા પોલીસ અને મ્યુનિ અધિકારીઓએ દોડી આવીને નાગરિકોને સમજાવતા મામલો થાળે પડ્યો શહેરના નરોડા રોડ પર આવેલા અરવિંદ મીલ પાસે આવેલી ચાલીઓમાં છેલ્લા 6 મહિનાથી ગટરો બેક મારવા સહિતની સમસ્યાઓથી લોકો કંટાળી ગયા હતા. આ સમસ્યા મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિના અધિકારીઓથી લઈને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોને રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હતી. અંતે કંટાળીને નાગરિકોએ રોડ બ્લોક કરીને ચક્કાજામ કરી દેતાં મામલો ગરમાયો હતો. જેના પગલે વાહનચાલકો અટવાઈ ગયા હતા. આ મામલે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવીને લોકોને સમજાવ્યા હતા. જ્યારે મ્યુનિ.ના… - [નારોલમાં ઠપકાની અદાવતમાં સશસ્ત્ર હુમલો, એકનુ મોત, બે લોકો ઈજાગ્રસ્ત](https://swagatgujaratnews.com/armed-attack-in-narol-over-scolding-one-killed-two-injured/): પોલીસે 4 સામે ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરી મૂળ બિહારના અને નારોલમાં રાધે હોમ્સમાં રહેતા શુભકુમાર ભૂમિહાર અસલાલીમાં ક્રેન ધરાવીને વેપાર કરે છે. તેમના નીચેના મકાનમાં તેમના કાકા નિરજકુમાર શ્યામસુંદર પરિહાર પરિવાર સાથે રહે છે. ગત રવિવારે સાંજના શુભકુમાર ઘરે હાજર હતા ત્યારે આશરે નવ વાગે ઘર નીચે બૂમાબૂમ થતા તેઓ નીચે જતા તેમના કાકા નિરદકુમાર પણ બહાર આવ્યા હતા. આ સમયે તેમના કાકાના દિકરા સત્યમ સાથે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપૂત સાહીલ યાદવ અને બિપીન ઉર્ફ સત્યવાન યાદવ ઝઘડો કરીને તેને માર મારતા હતા. આ સમયે સત્યમને અભિષેકે છરી મારતા જમણા પડખાના ભાગે ઈજા થઈ હતી.આ સમયે… - [દર્દી વાંચી શકે તેવું મેડિકલ પ્રિસ્ક્રિપ્શન આપવું ડોક્ટરની જવાબદારીઃ હાઈકોર્ટ](https://swagatgujaratnews.com/doctors-responsibility-to-provide-medical-prescriptions-that-patient-can-read-high-court/): પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો ડોક્ટર કમ્પ્યુટરાઈઝ્ડ અથવા કેપિટલ લેટર્સમાં ડાયગ્નોસિસ અને દવાઓ લખે તેવો કોર્ટનો આદેશ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં જણાવ્યું છે કે દર્દીઓને વાંચી શકે તેવી મેડિકલ પર્ચી અને ડાયગ્નોસિસ આપવું તેમનો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણયમાં ન્યાયમૂર્તિ જસગુરપ્રીત સિંહ પુરીએ 27 ઓગસ્ટે જણાવ્યું કે આ અધિકાર ભારતીય બંધારણના કલમ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભાગ છે. નેશનલ મેડિકલ કમિશનને આદેશ આપવામાં આવ્યો છે કે મેડિકલ કોલેજોના અભ્યાસક્રમમાં સ્પષ્ટ હેન્ડરાઇટિંગના મહત્ત્વને પણ સામેલ કરવામાં આવે જેથી લાંબા ગાળે દર્દીઓને લાભ થાય. કોર્ટએ પંજાબ, હરિયાણા અને ચંડીગઢના ડોક્ટરોને આદેશ આપ્યો છે કે જ્યા સુધી… - [ઓઢવ સોનીની ચાલી પાસે પખવાડિયાથી પડેલા ભૂવાનું સમારકામ કરવાનું તંત્રને મુહૂર્ત મળતું નથી](https://swagatgujaratnews.com/the-administration-is-not-getting-the-time-to-repair-the-landslide-that-has-been-lying-near-sonis-house-for-a-fortnight/): સમારકામ કરવામા તંત્રને કોઈ રસ નથી, વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે મ્યુનિ કાર્યક્રમોમાં રાતોરાત રોડ બનાવતાં તંત્રને ભૂવાનું સમારકામ કરવાનો સમય કયારે મળશે શહેરના ઓઢવ સોનીની ચાલી પાસે ભૂવો પડ્યાને એક પખવાડિયા જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં તેનું સમારકામ કરવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવતું હોવાના લીધે વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ.માં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. ત્યારે મ્યુનિ.ના કાર્યક્રમ માટે રાતોરાત રોડ બનાવતા તંત્રને ભૂવાનું સમારકામ કરવાનો સમય કેમ મળતો નથી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઓઢવ સોનીની ચાલી ઓવરબ્રિજ નીચે અજીતમિલ રખિયાલ તરફ… - [દાણીલીમડાની ફેક્ટરીમાંથી 300 સૂટ ચોરી કરનારી ત્રિપુટી ઝડપાઈ](https://swagatgujaratnews.com/trio-arrested-for-stealing-300-suits-from-danilimda-factory/): ફરિયાદ નોંધાવ્યાની ગણતરીના કલાકોમાં પોલીસે ગુનો ઉકેલ્યો શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાંથી લેડીઝ શુટના 300 નંગ ચોરી કરનારી ત્રિપુટીની દાણીલીમડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી રૂ. 90 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, જમાલપુરમાં રહેતા મુસેબભાઈ સોજતવાલા બહેરામપુરા ગુલાબનગર રોડ પર કાપડની ફેક્ટરી ધરાવીને વેપાર કરે છે. ગત તા 19મી તેઓ નિત્યક્રમ મુજબ સવારે 11 વાગે ફેકટરીએ આવીને ફરતા હતા. આ દરમિયાન કાચા લેડીઝ પંજાબી શુટનો માલ જોતા હતા તે વખતે કુલ 300 નંગ પંજાબી શુટ કિંમત રૂ. 90 હજારના ગુમ થયાનુ ખુલ્યુ હતુ. આ અંગે મુસેબભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકિત સામે… - [પ્રી-પ્રાઈમરી સ્કૂલોએ હવે 3 માસમાં નોંધણી કરાવવી ફરજિયાત બનાવાઈ](https://swagatgujaratnews.com/pre-primary-schools-now-made-mandatory-to-register-within-3-months/): નોંધણી ન કરાવનાર સામે શું પગલાં લેવાશે તેની સ્પષ્ટતા નહીં શિક્ષણ વિભાગ તપાસ કરી ગેરરીતિ પકડાશે તો રિપોર્ટ પણ કરશે સરકારે ફરીવાર પ્રી-પ્રાઈમરી રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરુ કરી છે. પ્રી-સ્કૂલોના સંચાલકો દ્વારા પહેલા નિયમોમાં ફેરફાર કરવાની માગ કરી હતી. સરકારે નિયમોમાં ફેરફાર કરી જેમાં રજિસ્ટર્ડ ભાડા કરાર જેવી મહત્વના મુદ્દાને પડતો મુક્યો હતો. રાજ્યમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલ સંચાલકોએ હવે 3 મહિનામાં પોતાની સંસ્થાની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. હાલમાં સરકારે માત્ર નોંધણી માટે જ સમય મર્યાદા નક્કી કરી છે જ્યારે કે નોંધણી નહીં કરવનારા સામે શું પહેલા લેવાશે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ દરેક સ્કૂલોન નોંધણી કરાવવી ફરજિયાત કરાઈ છે.… - [આંગડિયા પેઢીનો મેનેજર 70 લાખ લઈ ભાગી ગયો](https://swagatgujaratnews.com/manager-of-angadiya-firm-absconds-with-rs-70-lakh/): કાલુપુરની પેઢીના મેનેજરે ભાંડો ફૂટતાં આવીને હિસાબ પતાવી દેવા કહ્યું, 3 મહિનાથી ગાયબ કાલુપુરની મીરચી પોળમાં આવેલી આંગડિયા પેઢીનો મેનેજર પેઢીના રૂ.70 લાખ લઈને ભાગી ગયો હતો. ગામડે પ્રસંગમાં જવાનું કહીને એક દિવસની રજા લઈને ગયો હતો. ત્યાર બાદ તે પાછો આવ્યો ન હતો. પરિવારના સભ્યોએ પૈસા આપી દેવાનું કહ્યું હતું, પરંતુ 3 મહિના સુધી કર્મચારી કે પૈસા નહીં આવતા આખરે પેઢીના માલિકે આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. નવા નરોડાના જયેશભાઈ પટેલની કાલુપુરની મીરચી પોળમાં ભાગીદારીમાં પટેલ મહેન્દ્રભાઈ અરવિંદકુમાર નામની આંગડિયા પેઢી છે. તેમની પોલીસ ફરિયાદ મુજબ, તેમની પેઢીમાં ચાર વર્ષથી હાર્દિક પટેલ મેનેજર હતો. મેમાં હાર્દિક વતન પાટણમાં… - [ઘોડાસરમાં મકાનમાં છુપાવેલી દારૂની 582 બોટલો મળી આવી](https://swagatgujaratnews.com/582-bottles-of-liquor-hidden-in-a-house-in-ghodasar-found/): મહિલાએ તેનો ભાઈ દારૂ લાવ્યાનું કબૂલ્યુ વટવા પોલીસે ઘોડાસરમાં કેડિલાબ્રિજ પાસે આવેલી એક સોસાયટીમાં રેડ પાડીને વિદેશી બનાવટની દારૂની 582 બોટલો કબજે કરી આ મામલે એક મહિલા અને તેના ભાઈ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વટેવા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઘોડાસરમાં કેડીલાબ્રિજ પાસે સત્યપ્રિયા સોસાયટીમાં રહેતા કુંજલ જયેશભાઈ ગાંધી તથા અમીબેન ઠકકરે તેમના ઘરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના પગલે પોલીસટીમે સ્થળ પર રેડ કરી હતી. જેમાં અમીબેન જીગીશ કુમાર ઠકકર હાજર હતા તેમને પુછતા તેમણે આ મકાન ભાડાનુ હોવાનુ અને તેઓ તેમના ભાઈ કુંજલ જયેશભાઈ ગાંધી… - [સરસપુરમાં આંબેડકર હોલ બનાવવાની મ્યુનિની કામગીરી ત્રણ વર્ષે પણ અધુરી, લોકોમાં આક્રોશ](https://swagatgujaratnews.com/municipal-corporations-work-to-build-ambedkar-hall-in-saraspur-remains-incomplete-even-after-three-years-angering-people/): મંથરગતિમાં ચાલતી કામગીરી સામે ઉગ્ર દેખાવો કરવાની સ્થાનિક અગ્રણીની ચીમકી સરસપુરના આંબેડકર હોલને નવો બનાવવા માટે લોકોની માંગણીને લઈને મ્યુનિ તંત્ર દ્વારા આખરે હોલ બનાવાની કામગીરીના 3 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થયા પછી વધુ 6 મહિના વિતવા છતાં કામગીરી હજુ અધુરી છે. એટલે મંથરગતિમાં ચાલતી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જ્યારે મ્યુનિ તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યું છે. એટલે વહેલી તકે કામગીરી નહીં થાય તો સ્થાનિક અગ્રણીઓ મંથરગતિમા ચાલતી ચીમકી ઊચ્ચારી છે. આ અંગે સોશિયલ યુથ ફાઉન્ડેશનના ચેરમેન અને સામાજિક કાર્યકર ગૌરવ પરમારે કહ્યું હતું. સરસપુરનો આંબેડકર હોલ જર્જરિત બનતાં તેને તોડીને નવો… - [કાગડાપીઠમાં વધુ રૂપિયાની માગણી કરી વ્યાજખોરે મહિલાની છેડતી કરી](https://swagatgujaratnews.com/loan-shark-molests-woman-in-kagadapith-demands-more-money/): 50 હજારની લોન આપી રૂ.2.68 લાખ વસૂલી ત્રાસ આપ્યો થલતેજમાં રહેતી 47 વર્ષીય મહિલા ખાનગી કંપનીમાં નેટવર્ક માર્કેટિંગમાં નોકરી કરે છે. ગત સપ્ટેમ્બર 2022માં તેને આર્થિક તંગી સર્જાતા બહેનપણીને વાત કરતા રાયપુરના ફાયનાન્સર સાથે સંપર્ક કરાવ્યો હતો. મહિલાએ રૂ. 30 હજારની જરૂર છે તેમ કહેતા વ્યાજખોરે પાંચ ટકાના દરે રૂ 50 હજારની લોન લેવાનુ કહીને મહિલાના ગેરંટર બહેનપણી પાસેથી લેવાના રૂ. 10 હજાર અને વ્યાજ કાપીને રૂ.30 હજાર આપ્યા હતા. તેમજ 100 દિવસ સુધી દૈનિક ३.500 આપવાનું કહ્યું હતુ. જે તે સમયે મહિલાને લોન આપી ત્યાર વ્યાજખોરે શારિરીક અડપલાં કર્યા હતા. જો કે મહિલા ઓફિસમાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ચાર… - [સામાન્ય વરસાદમાં જ ઓઢવ, વટવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં](https://swagatgujaratnews.com/areas-including-odhav-and-vatva-were-flooded-during-normal-rains/): ઓઢવ, રામોલ, મણિનગર, વટવામાં અડધો ઈંચ વરસાદ શહેરમાં દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં ગુરૂવારે બપોરના સુમારે પડેલા સામાન્ય વરસાદમાં જ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. લાંભામાં એક ઈંચ અને ઓઢવમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી. દર વર્ષે પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ શહેરમાં કેચપીટો સાફ કરવાની, નવી કેચપીટો નાંખવા સહિતની વિવિધ કામગીરીઓ કરાતી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ દરવર્ષે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે. ત્યારે ગુરુવારે શહેરના પૂર્વના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જેમાં… - [નરોડામાં વિદેશી દારૂ અને બિયરની 888 બોટલ ભરેલી કાર સાથે વૃદ્ધની ધરપકડ](https://swagatgujaratnews.com/elderly-man-arrested-with-car-filled-with-888-bottles-of-foreign-liquor-and-beer-in-naroda/): ડિલિવરી આપવા આવેલો શખ્સ કારની ચાવી લઈ ફરાર ડીસીપી ઝોન-4 એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે કોન્સ્ટેબલ પરેશકુમાર અણદાભાઈને બાતમી મળી હતી કે, નરોડા સ્વામી નારાયણ પાર્કના બ્લોક નંબર ડી-59 ના પાર્કિંગમાં એક વ્યકિત દારૂ બિયરનો જથ્થો લઈ સગેવગે કરવાની ફિરાકમા છે. બાતમીના પગલે પોલીસટીમે સ્થળ પર જઈ રેડ કરતા મહાદેવ ઉર્ફે સંજય ફૌજી તુલસીરામ સીદામ(ઉ.65 રહે.નીલકંઠ પાર્ક સોસાયટી, સરદારનગર) પકડાયો હતો. પોલીસે હોન્ડા સીટી કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી બનાવટના દારૂ અને બિયરની 888 બોટલો કિંમત રૂ. 2,56,920 ની મળી આવી હતી. પોલીસે મહાદેવ સીદામની પુછપરછ કરતા તેણે કહ્યું હતું કે આ દારૂનો જથ્થો કારમાં લઈને શંકર મારવાડી નામનો વ્યકિત… - [પ્રતિબંધ હોવા છતાં વટવા જીઆઈડીસીના જર્જરિત મચ્છુનગર બ્રિજ પરથી ભારે વાહનોનો ધમધમાટ](https://swagatgujaratnews.com/heavy-vehicles-ply-on-the-dilapidated-machhunagar-bridge-of-vatva-gidc-despite-the-ban/): ખાનગી ભારે માલ વાહક ગાડીઓ દ્વારા બંને તરફની રેલિંગો તોડી દેવાઈ, નોટિસ બોર્ડ શોભાના ગાંઠિયા ગંભીરા બ્રિજ બાદ જર્જરિત કેનાલનો બ્રિજ બંધ કરવાના જાહેરનામાનો સરેઆમ ભંગ ગંભીરા બ્રિજ દૂર્ઘટના બાદ દરેક જગ્યાએ બ્રિજની સધન ચકાસણી કરીને જર્જરિત જણાતા બ્રિજના સમારકામ સહિતના આદેશો આપવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના વટવા જીઆઈડીસીમાં ખારીકટ કેનાલનો મચ્છુનગર બ્રિજ પણ જર્જરિત હોવાનું જણાતા તેના પરથી મોટા-મધ્યમ અને ભારે માલ વાહક તથા પેસેન્જર વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. શહેર પોલીસ કમિશ્નરે તા.3 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડીને જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરીને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કમિશ્નરના જાહેરનામાને ગણતરીના દિવસોમાં… - [નકલી લાઈસન્સથી હથિયાર ખરીદવાના કૌભાંડમાં વધુ સાત ઝડપાયા, અત્યાર સુધીમાં 70ની ધરપકડ](https://swagatgujaratnews.com/seven-more-arrested-in-arms-purchase-scam-with-fake-licenses-70-arrested-so-far/): અગાઉ ATSએ 63 આરોપીની ધરપકડ કરી 92 હથિયાર, 400થી વધુ કારતૂસ જપ્ત કર્યાં હતાં નાગાલેન્ડ – મણિપુરના નકલી હથિયાર લાઇસન્સના આધારે રિવોલ્વર-પિસ્ટલ સહિતનાં હથિયારો ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરવાના કૌભાંડમાં એટીએસએ વધુ સાત આરોપીની ધરપકડ કરી છે. આ પહેલાં 63 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 92 હથિયાર અને 400 કારતૂસ જપ્ત કરાયાં હતાં. જ્યારે પકડાયેલા વધુ સાત આરોપી પાસેથી વધુ સાત હથિયાર કબજે કરવા પોલીસે તજવીજ શરૂ કરી છે. આમ આ કૌભાંડમાં પોલીસે 100 હથિયાર કબજે કરી 70 આરોપીની ધરપકડ કરી હતી. નાગાલેન્ડ-મણિપુરમાં ३२४ બજાવી ચૂકેલા આર્મીના જવાનોના નામે નકલી હથિયાર લાઇસન્સ કઢાવીને તે હથિયાર ગુજરાતમાં વેચવાનું કૌભાંડ એટીએસએ ત્રણ મહિના… - [કેનેડાની વર્ક પરમિટ, PRની 26 ફાઇલમાંથી 1ને જ વિઝા અપાવી 2.33 કરોડની છેતરપિંડી](https://swagatgujaratnews.com/fraud-of-rs-2-33-crores-only-1-out-of-26-files-for-canadas-work-permit-pr-granted-visa/): સરગાસણના વિઝા કન્સલ્ટન્ટે વડોદરાના એજન્ટ મારફતે ફાઈલો મૂકી હતી 26 ફાઇલ પેટે 3.66 કરોડ લીધા હતા, જેમાંથી ટુકડે ટુકડે 76 લાખ જ પાછા આપ્યા ગાંધીનગરના સરગાસણમાં ઓફિસ ધરાવતા વિઝા કન્સલ્ટન્ટે વડોદરાના એક એજન્ટને 26 લોકોની કેનેડાની વર્ક પરમિટ અને પીઆરની ફાઈલ આપી હતી, જે પેટે 3.66 કરોડ પણ આપ્યા હતા. તેમાંથી માત્ર એકને વિઝા મળ્યા હતા. જ્યારે બાકીના 25નારિજેકટ થયા હતા. આથી વડોદરાના એજન્ટે 3.39 કરોડમાંથી માત્ર 76 લાખ જ આપ્યા હતા. જ્યારે બાકી રહેલા 2.33 કરોડ પાછા નહીં આપી છેતરપિંડી કરતા સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધ્યો છે. ગાંધીનગરના સરગાસણમાં રહેતા જનકકુમાર જિતેન્દ્રકુમાર પટેલ (ઉ.34) સરગાસણના કેપિટોલ આઈકોન બિલ્ડિંગમાં ઓફિસ ધરાવી… - [સાઈબર ફ્રોડના કરોડો દુબઈ સગેવગે કરનારા 7 સામે પહેલી વખત ગુજસીટોક હેઠળ ગુનો](https://swagatgujaratnews.com/7-people-who-committed-cyber-fraud-worth-crores-in-dubai-booked-for-the-first-time-under-gujsitok/): ટોળકીમાં અમદાવાદના 4નો સમાવેશ, પૈસા હવાલા, ક્રિપ્ટો, આંગડિયાથી મોકલાતા હતા ટોળકીએ ભાડે લીધેલાં 158 બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 400થી વધુ ફરિયાદ ડિજિટલ અરેસ્ટ તેમજ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના રૂ.300 કરોડ ક્રિપ્ટો કરન્સી, હવાલા તેમજ આંગડિયા મારફતે દુબઈ મોકલવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ સાઈબર ક્રાઈમે દુબઈના 1. અમદાવાદના 4 અને સુરતના 2 મળીને 7 સામે પહેલી જ ગુજસીટોક 2 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈસા ટ્રાન્સફર કરવા માટે જે ભાડાના બેંક એકાઉન્ટ રાખતા હતા, તેમની વિરુધ્ધ નેશનલ સાઈબર ક્રાઈમના પોર્ટલ પર દેશભરમાં 404 ફરિયાદો થઈ હતી. અમદાવાદના 3 પાસેથી રૂ.2.43 કરોડ અને કચ્છના એક પાસેથી રૂ.36.50 લાખ મળીને કુલ રૂ.2.82 કરોડ પડાવ્યા હતા.… - [રામોલમાં ફોનથી વિદેશી નાગરિકોને છેતરવાના કોલ સેન્ટરનો પર્દાફાશ](https://swagatgujaratnews.com/call-center-busted-in-ramol-for-defrauding-foreign-nationals-over-phone/): સસ્તા દરે પર્સનલ લોન આપવાનુ કહી ઠગાઈ થતી હતી એક આરોપીની ધરપકડ, અન્ય 3 વોન્ટેડ સામે તપાસ શરૂ વિદેશી નાગરિકોને પર્સનલ લોન આપવાના કે ગિફ્ટના નામે છેતરપિંડી કરવાના કોલ સેન્ટર અનેકવખત પકડાયા છે પરંતુ રામોલ પોલીસે એક 20 વર્ષીય યુવકને પકડીને તેના ફોનમાં પાંચ એપ્લિકેશન દ્રારા અમેરીકન નાગરીકોને ઓછા વ્યાજે પર્સનલ લોન આપવાનુ કહીને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં અન્ય ત્રણ વ્યકિતઓ પણ સંડોવાયેલી હોવાનુ જાણવા મળતા પોલીસે ચાર વ્યકિત સામે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે. રામોલ પોલીસે બાતમીના પગલે રામોલના દુર્ગાપાર્ક સોસાયટીમાં રેડ કરી ત્યાં રહેતા 20 વર્ષીય દેવાંગ ઠકકરની ધરપકડ કરી… - [વેલમાર્ક લૉ પ્રેશરથી અમદાવાદમાં 4 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડી શકે](https://swagatgujaratnews.com/ahmedabad-may-receive-moderate-to-heavy-rain-for-4-days-due-to-well-marked-low-pressure/): બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ 36 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થઈને 48 કલાકમાં ગુજરાત સુધી પહોંચશે. જેની અસરોથી આગામી 4 અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની વકી હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમ 36થી 48 કલાકમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધશે. વેલમાર્ક લો-પ્રેશરની સાથેએક અપર એર સાઈક્લોનિક… - [ગેરકાયદે બાંધકામ માટે 4 લાખ લેનારા અધિકારી-કોર્પોરેટર સામે પગલાં ભરો](https://swagatgujaratnews.com/take-action-against-officers-and-corporators-who-took-4-lakhs-for-illegal-construction/): જશોદાનગરની ઘટનામાં મૃતકના પરિવારને વળતર આપવા કોંગ્રેસની માગ રૂ. 10 લાખની માંગણી ન સંતોષાતા જશોદાનગરમાં દુકાન તોડવા મામલે મહિલાએ કરેલા આત્મવિલોપન બાદ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયરને આપેલા આવેદનપત્રમાં 4 લાખ જેટલી માતબર રકમ તોડ પેટે લેનાર અધિકારીઓ કે પછી ભાજપના કોર્પોરેટર સામે પગલા લેવા તેમજ મૃતકના પરિવારને રૂ. 10 લાખ વળતર પેટે ચૂકવવા માટે માગ કરી છે. જશોદાનગરમાં જયશ્રી કોમ્પ્લેક્સમાં 14 ઓગસ્ટે એસ્ટેટ ખાતાએ હાથ ધરેલી ડિમોલેશનની કામગીરીમાં દુકાનમાલિક નર્મદાબેને કરેલા આત્મવિલોપન મામલે વિપક્ષી શહેજાદખાન પઠાણે રેલી યોજી જવાબદારો સામે પગલા લેવા મ્યુનિ. સમક્ષ માગ કરી હતી. તેમણે રજૂઆત કરી કે, ૩ દિવસની સારવાર બાદ નર્મદાબેન મૃત્યુ પામ્યા… - [નિકોલના ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી વંદો નીકળતા સીલ](https://swagatgujaratnews.com/seals-emerging-from-the-sambar-of-nicoles-grumpy-point/): ગ્રાહકે સાંભારમાં ચમચી નાખતાં જ વંદો દેખાયો રેસ્ટોરાંએ યોગ્ય જવાબ ન આપતા મ્યુનિ.ની કાર્યવાહી નિકોલમાં આવેલા ખાઉધરા પોઇન્ટમાં ભોજન કરવા ગયેલા એક પરિવારના સાંભારમાં પહેલી ચમચી લેતાં જ તેમાં વંદો આવ્યો હતો. જે મામલે ફરિયાદ થતાં મ્યુનિ.એ ખાઉધરા પોઇન્ટને સીલ કર્યું છે. મ્યુનિ.એ તપાસ કરતાં રેસ્ટોરાંમાં ઇનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી. નિકોલના ખાઉધરા પોઈન્ટ સામે તુષાર નાકરાણી દ્વારા મ્યુનિ. માં કરાયેલી ફરિયાદ પ્રમાણે રવિવારે તેઓ તેમની પત્ની સાથે જમવા માટે ગયા હતા. તેમણે ત્યાં ઢોંસાનો ઓર્ડર કર્યો હતો. જે ઓર્ડરમાં પહેલા જ સંચાલકોએ તેમને સાંભાર આપ્યો હતો. જોકે સાંભારમાં ચમચી નાંખતાં જ તુષારભાઈના પત્નીને સાંભારમાં વંદો જોવા મળ્યો હતો. જે… - [અમદાવાદ શહેરના 31 PIની આંતરિક બદલી](https://swagatgujaratnews.com/internal-transfer-of-31-pis-of-ahmedabad-city/): શાહીબાગ-ઘાટલોડિયાની ખાલી પડેલી જગ્યા ભરાઈ, કામગીરીના આધારે તથા વિવાદિત પોલીસ સ્ટેશનના PIની બદલી અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીની રાહ જોવાઈ રહી હતી. લાંબા સમય બાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. કામગીરીના આધારે તથા વિવાદ થયેલા પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી કરવામાં આવી છે. 31 PIની આંતરિક બદલી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એસસીએસટી સેલ, ટ્રાફિક,કંટ્રોલરૂમ,સાઈબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી… - [વટવામાં ફાયરિંગ કરનારા પાંચની ધરપકડ](https://swagatgujaratnews.com/five-arrested-for-firing-in-vatva/): ગત 10 ઓગસ્ટે આરોપીઓએ શ્યામાપ્રસાદ મુખર્જી નગર ચાર માળીયામાં વહેલી સવારે ફાયરીંગ કર્યા હતા. આ મામલે વટવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં લઈકહુસેન અન્સારી, મહંમદ કલીમ ઉર્ફે ભૈયા પઠાણ, ઈમરાન ઉર્ફે ગામડીયો શેખ, અને સદ્દામખાન પઠાણ અને મુનાફ ઉર્ફે ડીએક્સ છીપાની ધરપકડ કરી હતી. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં ઈમરાન ઉર્ફે ગામડીયા સામે 10 ગુના દાખલ થયેલા છે તેની સાત વખત પાસામાં ધરપકડ થઈ છે. મહંમદ કલીમ ઉર્ફે ભૈયા સામે 34 ગુના દાખલ છે, તેની આઠ વખત પાસામાં ધરપકડ થઈ છે.લઈકહુસેન સામે 12 ગુના દાખલ છે તેની બે વખત પાસા… - [શાહપુરની અંબેમાની ચાલીમાં 3 માસથી ગટર ઉભરાતાં હાલાકી](https://swagatgujaratnews.com/sewerage-overflowing-in-shahpurs-ambemani-chali-for-3-months-causing-trouble/): પાણી ભરાતા સવારે 3 કલાક લોકો ઘરોમાં રહે છે શહેરના શાહપુરમાં અંબેમાની ચાલીમાં છેલ્લા 3 મહિનાથી ગટરો ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કામગીરી કરાતી ન હોવાથી પાણી ભરાઈ રહેતા હોવાથી 400 લોકો સવારે 6 થી 9 વાગ્યા સુધી ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે. આ સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવા લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક સંજય પરમારે કહ્યું હતું કે, શાહપુરમાં યોગેશ્વર મહાદેવ ચોક પાસે અંબેમાની ચાલીમાં છેલ્લા 3 મહિનાથી ગટરો બેક મારવાની સમસ્યા છે, જેના કારણે દરરોજ સવારે ગટરોના પાણી ચાલીમાં ભરાઈ જવાના લીધે લોકોને ગંદા પાણીમાં થઈને પસાર થવાનો વારો… - [વટવામાં મિત્રના ફોનનો ઉપયોગ કરી લોન લઈ રૂ.8 લાખની ઠગાઈ](https://swagatgujaratnews.com/in-vatva-a-loan-was-taken-using-a-friends-phone-and-he-was-cheated-of-rs-8-lakh/): હપ્તા નહી ભરતા કંપનીના ફોનથી યુવકને લોન લેવાયાની જાણ થઈ યુવકે મિત્રને પૂછતાં, રૂપિયાની જરૂર હોઈ ફોનથી લોન લીધી જશોદાનગરમા રહેતા દરજીકામ કરતા યુવકના મિત્રએ તેની જાણ બહાર તેના ફોનનો ઉપયોગ કરીને અલગ અલગ ફાયનાન્સ કંપનીઓમાંથી લોન લઈ લીધી હતી. જો કે હપ્તા નહી ભરતા યુવક પર ફોન આવતા તેને સમગ્ર કૌભાંડની જાણ થઈ હતી.આ મામલે યુવકે તેના મિત્ર સામે રૂ આઠ લાખની લોન લઈ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જશોદાનગરમા રહેતા હરેશભાઈ જેઠવા (ઉ.33) સિલાઈકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત જુલાઈ માસમાં તેમના પર કેડ કંપનીમાંથી ફોન આવ્યો હતો. કે તમે લોન લીધી… - [વિંઝોલમાં રિડેવલપમેન્ટના નામે EWS આવાસના પાણી, ડ્રેનેજના કનેકશનો કાપી નાખતાં લોકોમાં રોષ](https://swagatgujaratnews.com/people-are-angry-as-water-and-drainage-connections-of-ews-housing-are-cut-off-in-the-name-of-redevelopment-in-vinjol/): રિડેવલપમેન્ટ મામલે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વિના પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો લોકોનો આક્ષેપ ઓફિસ પર સ્થાનિકોની રજૂઆત બાદ મ્યુનિ. યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો વિંઝોલમાં ઈડબલ્યુએસના મકાનો જર્જરિત થતા તેને રી ડેવલોપમેન્ટ કરવા માટે કોઈપણ જાતની પૂર્વ જાણ કર્યા વિના મ્યુનિ. દ્રારા પાણી અને ડ્રેનેજના કનેકશન કાપી નાંખવામા આવતા સ્થાનિક રહીશો અને મ્યુનિ. ના અધિકારીઓ વચ્ચે ધર્ષણ થયુ હતુ. આ મામલે બુધવારે પૂર્વ ઝોનની ઓફિસે સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા મ્યુનિ. દ્રારા તેમને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો. આ અંગેની વિગત એવી છે કે, વોર્ડ નંબર 48, રામોલ-હાથીજણ વોડ, ટીપી સ્કીમ નંબર 90, ફાઇનલ પ્લોટ… - [સનાથલ ટોલનાકા પાસે વિદેશી દારૂની 15465 બોટલ ભરેલું કન્ટેનર પકડાયું](https://swagatgujaratnews.com/container-filled-with-15465-bottles-of-foreign-liquor-seized-near-sanathal-toll-plaza/): રાજસ્થાનથી દારૂ આવ્યો હતો, પોલીસની મદદથી લોક તોડી તપાસ સનાથલ ટોલનાકા નજીક સંજરી પાર્કિંગમાં પડેલા કન્ટેનરમાંથી વિદેશી દારૂની 15,465 બોટલ પકડાઈ હતી. આ કન્ટેનર રોડ પર શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલું હોવાથી જીએસટી અધિકારીઓ શંકા જતા ત્યાં પહોંચ્યા હતા. કન્ટેનરને મારેલું લોક પોલીસની મદદથી ખોલવામાં આવ્યું હતું અને કન્ટેનર તેમજ દારૂ મળી રૂ.63.95 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સંજરી પાર્કિંગમાં 3 કિમી અંદર રોડ પર એક કન્ટેનર શંકાસ્પદ હાલમાં પાર્ક કરેલું હતું. જીએસટીની ફલાઈંગ સ્ક્વોડે નંબરને આધારે તપાસ કરતા તેમાં શંકાસ્પદ રો મટીરિયલ હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે કન્ટેનરને લોક હોવાથી જીએસટીના અધિકારીઓએ પોલીસને બોલાવી હતી. આ અંગેની જાણ થતા… - [વટવામાં યુવતીને મેસેજ કરવાની અદાવતમાં મારામારી, એકને ઈજા](https://swagatgujaratnews.com/fight-breaks-out-in-vatva-over-texting-of-girl-one-injured/): ફોન કરનારને ઠપકો આપતા અદાવત રાખી હેરાન કરતો હતો વટવામાં રહેતા યુવકે તેની કોટુંબિક બહેનને ફોન અને મેસેજ કરીને હેરાન કરતા એક યુવકને આઠ મહિના પહેલા ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી તે અવારનવાર યુવકની સાથે બોલાચાલી કરતો હતો.આ અંગે યુવકના મોટાભાઈને જાણ થતા તેઓ સમજાવવા ગયા ત્યારે ફોન કરનારા યુવક અને તેના સબંધીઓએ પાઈપ અને દંડાથી માર માર્યો હતો. આ અંગે ચાર વ્યકિતઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વટવામાં રહેતા કલ્પેશભાઈ મહેરીયા સાણંદની એક કંપનીમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. આઠ મહિના પહેલા તેમની બાજુની સોસાયટીમાં રહેતો કૃણાલ… - [વટવામાં વેપારી રક્ષાબંધનમાં વતન ગયા અને ઘરેથી 20 લાખની ચોરી](https://swagatgujaratnews.com/trader-in-vatva-went-home-for-raksha-bandhan-and-stole-rs-20-lakh-from-his-house/): બાથરૂમની બારીના કાચ હટાવી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ આદરી ઘોડાસરમાં રહેતા એક વેપારી પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે વતન ગયા હતા.આ તકનો લાભ લઈ તસ્કરોએ તેમના ઘરમાંથી રોકડા રૂ.પાંચ લાખ અને દાગીના મળી કુલ રૂપિયા 20 લાખની મતાની ચોરી કરી હતી. ઘોડાસરમાં પ્રેસ્ટીજ બંગ્લોઝમાં રહેતા મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ વટવામાં પ્લાસ્ટીકની ફેકટરી ધરાવીને વેપાર કરે છે.ગત શુક્રવારે બપોરે તેઓ સહપરિવાર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે તેમના વતન કાવઠ ગામે ગયા હતા.દરમિયાન રવિવારે તેમના પાડોશીનો તેમની પર ફોન આવ્યો હતો કે ઘરમાં ચોરી થઇ હોય તેમ લાગી રહ્યું છે તમે જલ્દીથી ઘરે આવી જાઓ. આથી તાત્કાલિક… - [વટવામાં મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાને ઉકેલવામાં તંત્રને રસ નથી](https://swagatgujaratnews.com/the-administration-is-not-interested-in-solving-the-problem-of-overflowing-sewers-in-vatva-for-months/): વારંવાર મ્યુનિમાં ફરિયાદો કરવા છતાં માત્ર આશ્વાસન મળે છે ગામડી રોડ પર પાણીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો શહેરના વટવા ગામડી રોડ પર મહાદેવપુરા ખાતે એક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામ કરવામાં તંત્ર આંખ આડા કાન કરીને કોઈ કામગીરી કરાતી ન હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં લોકોને હલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે તાકિદે સમસ્યાના નિકાલ માટે મ્યુનિ તંત્ર કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, વટવાના ગામડી રોડ પર મહાદેવપુરા ખાતે તંત્ર દ્વારા આરસીસી રોડ બનાવ્યો… - [આ રહી એન્ટિ ઈન્કમ્બન્સી, અમદાવાદમાં લોકોએ ભાજપના નેતાઓને કહ્યું, હવે મત માગવા આવજો](https://swagatgujaratnews.com/this-is-anti-incumbency-people-in-ahmedabad-told-bjp-leaders-now-come-and-ask-for-votes/): વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે લગભગ છએક મહિનાની વાર છે, તેવામાં શહેરના ભાજપના નગરસેવકો વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સીનો નમૂનો નિકોલ વોર્ડમાં જોવા મળ્યો. અહીં 4 ટર્મથી ચૂંટાતા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને તેમની સાથે ગયેલા કોર્પોરેટરોની ટીમને લોકોએ લબડધક્કે લીધા અંગે સાવ ઉપેક્ષા સેવાતી હોવાથી નાગરિકોએ નેતાઓને સંભળાવી દીધું કે અમે તમારી પાસેથી 2015 અને 2021ની ચૂંટણીમાં વાયદા જ સાંભળ્યા, કામ થતાં નથી. હવે ચૂંટણી આવે છે ત્યારે વોટ માગવા નાગરિકે ફરિયાદ કરી કે, આવિસ્તારની… - [વટવામાં મિત્રનું દેવું ઉતારવા માટે ભાઈએ ભાઈના ઘરમાં ચોરી કરાવી](https://swagatgujaratnews.com/brother-steals-from-brothers-house-to-pay-off-friends-debt-in-vatva/): CCTV ફૂટેજના આધારે ભાઈની પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો ચોરીના દાગીના ખરીદનારા જ્વેલર્સ સહિત 3ની ધરપકડ વટવામાં એક નાગરીકના ઘરમા થયેલી રૂ. 9.35 લાખના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો છે. જેમાં ઓનલાઈન ગેમીંગમાં મિત્રનું રૂ 3.50 લાખનુ દેવુ ઉતારવા સગાભાઈએ જ ભાઈના ઘરમાં એક મિત્ર સાથે મળીને ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસે ફરિયાદીના ભાઈ તેના મિત્ર અને ચોરીના દાગીના ખરીદનારા સોનીની ધરપકડ કરી છે. વટવામાં ઓમશાંતિનગરમા રહેતા ચિરાગભાઈ રાણાના ઘરમાં ગત 4 ઓગસ્ટે બેડની નીચે મુકેલા બોકસમાંથી સોનાના રૂ.9.35 લાખના દાગીના ગુમ થયેલા જણાયા હતા. વટવા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એ.બી.ગંધા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજની ઝીણવટ પૂર્વક… - [બોપલના શેરદલાલે પોલીસ બનીને 26 લાખ લૂંટ્યા હતા](https://swagatgujaratnews.com/bopal-stockbroker-impersonated-police-and-looted-rs-26-lakh/): આપઘાત કરનાર સામે 6 ગુના નોંધાયેલા હતા બોપલના શેરદલાલ કલ્પેશ ટુડિયાના આત્મહત્યા કેસની તપાસમાં મૃતક પર ગંભીર પ્રકારના 6 ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું હતું. જેમાં તેણે પોલીસનો સ્વાંગ રચીને એક વ્યક્તિ પાસેથી રૂ. 26 લાખ લૂંટી લીધા હતા. તેમજ ગેરકાયદે રીતે હથિયાર રાખવું. છેતરપિંડી. મારામારી, ચોરી, દારૂ સહિતનાગુના નોંધાયેલા છે. કલ્પેશ ટુડિયાનો મૃતદેહ પરિવારના સભ્યો અંતિમ ક્રિયા માટે વતન રાજકોટ લઈ ગયા છે. જેથી હાલમાં પોલીસ કલ્પેશની પત્ની ઝીનલ અને દીકરી પૂર્વાની પૂછપરછ કરી શકી નથી તેમજ તેમના નિવેદન પણ લેવાયા નથી. બીજી બાજુ તેને મળવા આવેલા સુરેન્દ્રનગરના સાહીરખાન મલેક અને રશીદખાન મલેકની ધરપકડ કીને પોલીસ પૂછપરછ કરી રહી છે.… - [ફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈ](https://swagatgujaratnews.com/woman-caught-exchanging-fake-rs-500-notes-in-fatehwar/): સાણંદના 2 શખ્સે આપેલી 27 નકલી નોટ મહિલા પાસેથી મળી ફતેવાડીમાં પતિ તેમજ 2 દીકરી સાથે રહેતી મહિલા 500ના દરની 27 બનાવટી ચલણી નોટ સાથે પકડાઈ છે. આ મહિલા દુકાનોમાં, રેકડી ઉપર, નોટો વટાવતી હતી. એસઓજીની ટીમે મહિલાને ઝડપી લીધી હતી. જો કે આ મહિલાને બનાવટી નોટ આપી જતા સાણંદના 2 માણસને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી હતી. એસઓજીના પીઆઇ વી. એચ. જોશીએ ફતેવાડી કેનાલ પાસેની ઝિન્નત રેસિડેન્સીમાં રહેતી સમરાખાન સમીરખાન પઠાણને પકડી લીધી હતી. પોલીસે સમરાખાનની પૂછપરછ કરતા તેને આ બનાવટી ચલણી નોટ વટાવવા માટે સાણંદનો અજય અને ઉસ્માન આપી ગયા હતા. જેથી પોલીસે તે બંનેને પકડવા તજવીજ શરૂ… - [હાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએ](https://swagatgujaratnews.com/residents-not-the-housing-board-should-decide-the-builder/): રીડેવલપમેન્ટ મુદ્દે 10 સોસાયટી હાઈકોર્ટમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલોપમેન્ટ સામે અનેક સોસાયટીના રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. રહીશોની રજૂઆત છે કે બોર્ડે તેમને વિશ્વાસમાં લીધા વગર બિલ્ડર નક્કી કર્યા છે અને પોતાની રીતે પ્લાન બનાવીને અમારી મંજૂરી માગી છે. અન્ય ખાનગી સોસાયટીની જેમ પોતાના મકાનના રીડેવલોપમેન્ટ માટે તેઓ જાતે બિલ્ડર નક્કી કરી શકે છે જ્યારે બોર્ડ તરફથી રજૂઆત કરાઈ હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડે તેમને 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી તેથી જમીનના માલિક તેઓ પોતે છે. અમદાવાદ સહિત જામનગર અને ભાવનગર બોર્ડની સોસાયટીના રહીશોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અમદાવાદની આશરે 10 સોસાયટીએ કરેલી અરજીમાં રી ડેવલોપમેન્ટ કરવાનો વિરોધ કરાયો… - [નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ](https://swagatgujaratnews.com/one-injured-in-stone-pelting-on-omelette-lorry-in-narol-complaint-filed-against-three/): વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં નોકરી કરતા મોંહમદ અજમલે તેને ફોન કરીને ફાર્મ પર કેટલાક માણસો આવીને શ્રાવણ માસમાં ઈંડાની લારી કેમ બંધ રાખતા નથી તેમ કહીને ઝઘડો કરતા લોકો ભેગા થઈ ગયા છે. આ જાણીને અનવરહુસેન ત્યાં ગયા હતા. જયાં ત્રણ માણસો બોલાચાલી કરતા તેમને સમજાવવા જતા તેણે લારી ઉધી કરી ખુરશીઓ અને ટેબલ તોડી નાખ્યા હતા. તેમજ પથ્થર મારતા અકમલ શેખને માથાના ભાગે ઈજા થઈ હતી આ ઉપરાંત લારી પર કામ કરતા કારીગરોને… - [વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી](https://swagatgujaratnews.com/gold-jewellery-worth-rs-9-35-lakh-stolen-after-unlocking-house-in-vatwa/): પરિવાર બહાર હતો, કોઈએ ડબ્બામાંથી દાગીના કાઢી લીધા પોલીસને કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા વટવા ગામડી રોડ પર રહેતા એક પરિવારને બેડરૂમમાં બેડની અંદર સોનાના દાગીના કિંમત રૂ. 9.35 લાખના છુપાવીને રાખ્યા હતા. જે તસ્કરોએ મકાનનુ તાળુ ખોલીને ચોરી લીધા હોવાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વટવા ગામડી રોડ પર આવેલા ઓમ શાંતિનગર 03 પ્લસમાં રહેતા ચિરાગભાઈ રાણા ની પત્ની પાટણખાતે નર્સીગમાં નોકરી કરે છે અને તેમની માતા તેમની સાથે રહે છે. જયારે ચિરાગભાઈ વટવા જીઆઈડીસીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમના ભાઈ પ્રહલાદનગરમાં નોકરી કરે છે. ગત તા 21 જુનના રોજ તેમની પત્ની રજા હોઈ અમદાવાદ… - [ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું](https://swagatgujaratnews.com/grass-grew-near-the-gate-due-to-the-indifference-of-the-municipal-administration-towards-the-lake-in-ghodasar-village/): તૂટી ગયેલાં પગથિયાંનું સમારકામ કરવા લોકોએ ફરિયાદ કરી તો ગેટ બંધ કર્યો ઘાસ હટાવી વહેલી તકે બિસમાર પગથિયાંનું સમારકામ કરવા લોકમાર્ગે શહેરના ઘોડાસર ગામના ખારીકટ કેનાલ પાસે આવેલા તળાવાના ગેટ પાસેના પગથિયા જ બિસમાર હાલતમાં બની ગયા છે. ઉપરાંત તંત્ર દ્વારા પગથિયાનું સમારકામ કરવાના બદલે ગેટ જ બંધ કરી દીધો છે. જેના કારણે ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રા માણી રહ્યું છે. પૂર્વના સૌથી પોશ વિસ્તાર કહેવાય તેવા મણિનગરના ઘોડાસરના તળાવની આવી સ્થિતિ થાય તેવુ તો નાગરિકોએ પણ વિચાર્યુ નહીં. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘોડાસર ગામનું તળાવ જયાં આવેલું છે તે તળાવના નિર્માણને લઈને બે દાયકાથી… - [પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત](https://swagatgujaratnews.com/wife-dies-after-consuming-acid-due-to-husbands-immoral-relationship/): નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધોની જાણ થતાં દંપતિ વચ્ચે ઝઘડા થતાં હતા. વારંવાર પતિને આ સમજાવવા છતાં નહીં માનતા કંટાળીને પરિણીતાએ બે માસ અગાઉ એસીડપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અંતે પરિણીતાનું સારવાર દરમિયાન મોત થતાં તેના ભાઈએ બનેવી સામે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગોમતીપુરમાં રહેતા 24 વર્ષીય ઋત્વિક પરમારની મોટી બહેનના કૃત્વિક લગ્નના વર્ષ 2023માં નિકોલમાં રહેતા દિપેન વણસોલા સાથે થયા હતા. લગ્નના દોઢક વર્ષ સુધી… - [પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં](https://swagatgujaratnews.com/11-units-sealed-in-central-zone-over-plastic-issue/): શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે મ્યુનિ.દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મધ્ય ઝોનમાં મ્યુનિ દ્વારા સધન ચેકીંગ કરીને પ્લાસ્ટિકના વપરાશ બદલ 112 એકમને નોટીસ ફટકારીને રૂ.92,500 દંડ વસૂલ કરાયો હતો. જ્યારે ખાડિયા વોર્ડમાં 4, શાહીબાગમાં 4. શાહપુર અને દરિયાપુર અને જમાલપુરમાં વોર્ડમા 1-1 મળીને કુલ રૂ.11 એકમને સીલ કરાયા હતા. જ્યારે જાહેર રોડ પર થૂંકીને ગંદકી ફેલાવતા 31 શખ્સો પાસેથી કુલ રૂ.3100 દંડ વસૂલ કરાયો હતો. - [મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર](https://swagatgujaratnews.com/womans-purse-full-of-jewellery-worth-rs-2-10-lakh-stolen-by-rickshaw-gang/): મહિલાએ ગેંગ સામે ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી શહેરમાં રિક્ષાગેંગ મુસાફરોના કિંમતી સામાન અને રોકડ રકમની ચોરી કરતી હોવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે ઈસનપુરમાં ફૂટ ખરીદવા ગયેલી મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેગ ફરાર થઈ ગઈ હતી. વટવામાં પરિવાર સાથે રહેતી મહિલા ગોવિંદ વાડીથી ફૂટ લેવા માટે ઇસનપુર ચાર રસ્તાથી શટલ રિક્ષામાં બેઠા હતા. ત્યારે અગાઉથી પેસેન્જરના સ્વાંગમાં લુટારુ મહિલા બેસેલી હતી. થોડીવારમાં અન્ય મહિલા પણ રિક્ષામાં આવીને બેસી ગઈ. દરમિયાન પેસેન્જર મહિલાની નજર ચૂકવીને લૂટારું ટોળકીએ મહિલાના પર્સમાં રહેલા રૂ.2.10 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. ચોરી બાદ રીક્ષા ચાલકે મહિલાને ગોવિંદવાડી ચાર રસ્તાએ ઉતારી અને ભાડું… - [12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી](https://swagatgujaratnews.com/after-visiting-12-jyotirlingas-he-decided-to-quit-crime-police-arrested-the-accused-from-odisha/): ભુવનેશ્વરમાં પોલીસે ધરપકડ કરતા વટવા પોલીસે વોન્ટેડ આરોપીનો કબજો લીધો મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલ વટવા વિસ્તારમાં રહેતા અભિષેક રાજપૂતે વર્ષ ૨૦૧૭થી ગુનાની દુનિયમાં પગપેસારો કર્યો અને એક બાદ એક કુલ 12 ગુનાને અંજામ આપી ચુક્યો હતો. ડઝન ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીનું હૃદયમાં ભગવાન વસ્યા અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની શરુઆત કરી દીધી હતી. તમામ જ્યોતિર્લિંગના દર્શન પુરા થઈ ગયા અને ઓડીસાના ભુવેશ્વરમાં હતો ત્યાં આર્મ્સ એક્ટના ગુનામાં એરપોર્ટ પોલીસે અભિષેક રાજપૂતની ધરપકડ કરી હતી. બીજી બાજુ વટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021થી 2024 સુધીમાં લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપીને ત્રણ વર્ષથી વોન્ટેડ હોવાના લીધે વટવા… - [દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ](https://swagatgujaratnews.com/risk-of-accident-due-to-broken-drainage-cover-in-danilimda/): ત્રણવાર મ્યુનિ.માં ફરિયાદ છતાં તંત્ર નિરસ શહેરના દાણીલીમડાની ચામુંડા સોસાયટી પાસે છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનનું ઢાંકણુ તુટી ગયેલુ હોવાથી અકસ્માતનું જોખમ છે. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ સમસ્યા અંગે મ્યુનિ.માં ઓનલાઈન 3 વાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે સ્થાનિકોએ કહ્યું છે. દાણીલીમડા ચામુંડા સોસાયટી પાસે ગોગા મહારાજના મંદિરની સામે જ ડ્રેનેજ લાઈનનું ઢાંકણુ તુટી ગયુ છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માત થવાનું જોખમ સતાવી રહ્યું છે. ઉપરાંત ત્યાંથી પસાર થતાં રાહદારીઓને પણ ઢાંકણુ તુટે તો મોટી દૂર્ઘટના ઘટે તેવી આશંકા સેવાઈ રહી… - [ઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈ](https://swagatgujaratnews.com/uncle-murdered-in-odhav-after-going-to-delete-nieces-photo/): બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ છરીના ઘા ઝીંકયા ફોટો ધરાવનારા આરોપી સહિત ત્રણની ધરપકડ થઇ ઓઢવમાં રહેતા એક યુવકની ભત્રીજાના ફોટો રામનગરમાં રહેતા એક યુવકના ફોનમાં હોઈ તેને ડીલીટ કરાવવા માટે યુવક તેના મિત્રો સાથે યુવકના ઘરે ગયો હતો. જયાં ફોટા ડીલીટ કરવાનો ઈન્કાર કરી ને યુવક અને તેના ભાઈઓએ હિંસક હુમલો કરતા યુવકનુ મોત નિપજયુ હતુ. ઓઢવમાં રહેતા 27 વર્ષીય રવિભાઈ પટણી હીરા ઘસવાની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 3 ઓગસ્ટે સાંજના સમયે તેઓ ઘરે હતા. ત્યારે તેનો મિત્ર સુનિલ ઉર્ફે ભોપો પટણીનો ફોન આવ્યો અને બ્લોકમાં નીચે બોલાવ્યો હતો. જેથી રવિ નીચે જતા સુનિલ ફોનમાં… - [કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના ષડયંત્રો શરૂ](https://swagatgujaratnews.com/conspiracies-to-defame-each-others-corporators-have-begun-even-before-the-corporation-elections/): અમદાવાદ શહેર ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ કાપવાની આંતરિક લડાઈ ચરમસીમાએ રાજયમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહીં છે ત્યારે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ટીકીટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસમાં એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના કાવતરાઓ શરૂ થઇ ગયા છે. જેનાભાગરૂપે તાજેતરમાં શહેર ભાજપની એક મીટીંગમાં અમદાવાદના શહેર ભાજપના એક પ્રમુખ કક્ષાના નેતાએ કોર્પોરેટરોને એવી ટકોર કરી હતી કે,તમે લોકો એકબીજાને બદનામ કરવા માટે મિડીયાને બ્રીફીંગ કરો છે તેની જાણ અમને થાય છે! બીજીબાજું અમદાવાદમાં કોંગ્રેસ માટે દરિયાપુર વિધાનસભાના વોર્ડમાં ટીકીટ મેળવવા માટે દાવેદારો વધારે હોવાથી અમદાવાદ શહેર પ્રમુખ જીલ શાહ ગાળો ભાંડતા હોયતેવો… - [કબૂતરબાજીના માસ્ટર માઈન્ડના સાગરીતની મિલકતોની તપાસ શરૂ](https://swagatgujaratnews.com/investigation-begins-into-properties-of-pigeon-smuggling-masterminds-associates/): બોબી પટેલનો ભાગીદાર બિપીન ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલનો ભાગીદાર તેમજ મુખ્ય એજન્ટ બિપીન દરજી અઢી વર્ષ પછી પકડાયો છે. જો કે બોબી પટેલ પકડાયા બાદ અમેરિકા ભાગી જવા માટે બિપિને અમેરિકાથી ઈન્ટરનેશનલ સીમકાર્ડ મંગાવ્યું હતું અને તેનો જ ઉપયોગ કરતો હતો. જેથી તે પોલીસના રડારમાં આવતો ન હતો. જ્યારે પોલીસે બિપિન દરજીની મિલકતોની માહિતી એકત્રિત કરવાનું શરુ કર્યું છે. પટેલ માટે ગ્રાહકો શોધી લાવવાનું સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓનું કહેવુ છે કે બોબી કામ બિપિન દરજી કરતો હતો. આટલું જ નહીં કયા ગ્રાહક પાસેથી કેટલા પૈસા લેવાના અને કયા ગ્રાહકનું કામ… - [શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી](https://swagatgujaratnews.com/a-young-man-hanged-himself-in-shahibaug-and-ended-his-life/): શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ કારણોસર ગુરુવારે બપોરના 4 વાગે પોતાના ઘરે ગળેફાંસો ખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હતુ. આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા માટે જવાબદાર કારણની તપાસ હાથ ધરી છે. - [ખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ](https://swagatgujaratnews.com/complaint-filed-against-two-for-selling-illegal-house-in-khokhara-and-not-returning-rs-27-lakh/): કાયદેસરના મકાનની બાજુમાં ગેરકાયદે મકાન બનાવી દસ્તાવેજ આપ્યો હતો ખોખરામાં રહેતા વેપારીએ તેમના નજીકમાં રહેતા બે ભાઈઓનુ મકાન ખરીદવા માટે રૂ.27 લાખ બોનાપેટે આપ્યા હતા. આ દરમિયાન તેમને જાણ થઈ હતી કે આ મકાનની બાજુમાં બીજુ ગેરકાયદે મકાનનો તેમને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો છે. આ અંગે કોર્ટરાહે કાર્યવાહી ચાલુ હોવા છતાં મકાન ત્રાહિત વ્યકિતને વેચાણ કરી દેવાતા આ મામલે બે ભાઈઓ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ખોખરા સર્વોદય નગરમાં રહેતા અતુલભાઈ મહાજને નોંધાવેલી ફરિયાદ મુજબ 2018માં તેમના મકાન લેવાનું હોઈ હાઉસીંગ બોર્ડમાં રૂ. અને સુરેશભાઈ શંભુભાઈ પટેલનું મકાન ખરીદવાની વાત કરતાં તેમનું રૂ. 45 લાખ ખરીદવાનુ નકકી… - [દાણીલીમડામાં પીણાંની ડીલરશિપ આપવાના નામે 2.50 લાખની ઠગાઈ](https://swagatgujaratnews.com/2-50-lakhs-fraud-in-the-name-of-providing-beverage-dealership-in-danilimda/): યુવકે ઓનલાઈન સર્ચ કરતા સાઇબર ગઠિયો ભટકાઈ ગયો જીએસટીના રૂપિયા માગતાં છેતરપિંડી થયાની જાણ થઇ દાણીલીમડામાં રહેતા યુવકને ઠંડા પીણાની ડિલરશીપ લેવા માટે ઓનલાઈન સર્ચ કરતા તેને ડીલરશીપ આપવાના બહાને ગઠીયાએ રજિસ્ટ્રેશન અને ઓર્ડર વગેરેના બહાને કુલ રૂપિયા 2.75 લાખ લઈને વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી. દાણીલીમડામાં રહેતા મોહંમદ અયાન શેખને ઠંડાપીણાની ડીલરશીપ લેવાની ઈચ્છા હોઈ તેમણે ગુગલ સર્ચ એન્જીન પર સર્ચ કરીને ફોર્મ સબમીટ કર્યુ હતુ. થોડીવારમાં તેમના પર એક શખ્સનો ફોન આવ્યો હતો જેણે કંપનીના એકઝીકયુટીવ હોવાની ઓળખ આપી હતી અને પ્રથમ લોકેશન ચેક કર્યા બાદ રજીસ્ટ્રેશન ફી પેટે રૂ. 25 હજાર ભર્યા બાદ જ ડીલરશીપ મળી શકશે… - [હાંસોલમાં અમેરિકન નાગરિકોને લોનના નામે ઠગાઈ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ](https://swagatgujaratnews.com/call-center-busted-in-hansol-defrauding-american-citizens-in-the-name-of-loans/): એરપોર્ટ પોલીસે ગિફટ વાઉચરનો નંબર લઈ રૂપિયા પડાવતા બેની ધરપકડ કરી એરપોર્ટ વિસ્તારમાં હાંસોલખાતે આવેલી રહેણાંક બિલ્ડીંગનામાં કોલ સેન્ટર ચલાવીને ફુગલ વોઈસ સોફટવેરના માધ્યમથી અમેરીકન નાગરીકોને લોન મંજૂર થઈ ગઈ હોવાના મેસેજ મોકલીને પોતાનો નંબર આપી છેતરપીંડી આચરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. એરપોર્ટ પોલીસની ટીમ ગુરુવારે પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ અલ્પેશસિંહને બાતમી મળી હતી કે હાંસોલમાં આવેલી રાધે રેસીડેન્સીના બી બ્લોકમાં ત્રીજા માળે આવેલા મકાન નંબર 302માં અમેરીકન નાગરીકોનને લોન મંજૂર થયાનુ કહીને છેતરપીંડી આચરી ગીફટ વાઉચર મેળવવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે. બાતમીના પગલે એરપોર્ટ પોલીસની ટીમે રાધે રેસીડેન્સીમાં રેડ કરતા મકાનમાં બે વ્યકિતઓ કોમ્પ્યુટર અને મોબાઈલ… - [અમરાઈવાડીમાં સગીરાનું નકલી આઈડી બનાવનાર સામે ફરિયાદ](https://swagatgujaratnews.com/complaint-filed-against-person-who-made-fake-id-of-minor-in-amraiwadi/): સગીરાનો ફોટા મૂકી તેણીને બદનામ કરવાની ધમકી આપી સગીરાના પિતાની અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ અમરાઈવાડીમાં રહેતી સગીરાના સોશીયલ મીડિયાના જેવી જ ફેક આઈડી બનાવીને સગીરાને મેસેજ મોકલવાનુ શરૂ કર્યું હતું. સગીરાએ તેને આવુ નહીં કરવા માટે મેસેજ કરતા ગંદી ભાષામાં મેસેજ કરીને સગીરાના ફોટાનો આઈડીની ડીપીમાં મુકીને ખરાબ ફોટા મુકીને સગીરાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સગીરાના પિતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમા અજાણ્યા આઈડી ધારક સામે ફરિયાદ નોધાવી છે. અમરાઈવાડીમા રહેતી સગીરા પોતાનુ સોશીયસલ મીડીયા આઈડી ધરાવે છે. થોડા દિવસો પહેલા સગીરાના કૌટુંબિક ભાઈએ તેને જાણ કરી હતી કે તેના ફોટાની સાથે એક ફેક આઈડી સોશિયલ મીડિયા પર… - [વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ](https://swagatgujaratnews.com/complaint-filed-against-man-who-harassed-wife-in-vatva/): પુત્રીનું અપહરણ કરવાની ધમકી આપી હતી વટવામાં રહેતી પરિણીત મહિલાને તેના મિત્રએ તેના પતિને છોડીને તેની સાથે રહેવા માટે માનસિક ત્રાસ આપીને હેરાન કરતા કંટાળેલી પરિણીતાએ આ મામલે પતિને વાત કરતા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. વટવામાં પરિવાર સાથે રહેતી 42 વર્ષીય પરિણીતાને થોડા સમય પહેલા મણિનગરમાં રહેતા એલેકસ નામના વ્યકિત સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારે એલેક્સ મહિલાને પતિ અને ઘરના સભ્યોને છોડીને તેની સાથે રહેવા આવવા દબાણ કરતો હતો. પરંતુ મહિલાએ ના પાડી હતી. જેથી શખ્સે મહિલાની પુત્રીને ઉપાડી જવાની અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આટલું જ નહિ… - [નારોલમાં વેપારીને લોનના નામે ગઠિયાએ છેતરી લીધા](https://swagatgujaratnews.com/a-businessman-in-narol-was-cheated-by-a-gangster-in-the-name-of-loan/): 50 હજારની લોનના ચાર્જ પેટે 17 હજાર ભરાવ્યા નારોલમાં ફેસબુક પર ઓનલાઈન લોન આપવાની જાહેરાત જોઈને એક વેપારીએ રૂ 50 હજારની લોન લેવા માટે કલીક કરતા તેમના પર અજાણ્યા વ્યકિતએ ફોન કરીને લોન આપવાની વાત કરી હતી. ત્યારબાદ લોનના અલગ અલગ ચાર્જ પેટે કુલ રૂપિયા 17772 ભરાવીને છેતરપીંડી આચરી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોધાવી છે. નારોલમાં રહેતા નીલેશભાઈ ભરવાડ જેસીબી ચલાવી ધંધો કરે છે. ગત 30 જુલાઇએ તેઓ ફેસબુક જોતા હતા તેમાં એક જાહેરાત જોઈ હતી તેમાં ઓનલાઈન લોનો ચાલુ હશે તો તેને ક્લોઝ કરીને મોટી લોન કરી આપવામાં આવશે અને બીજી 40 એપ્લીકેશનમાં આ પ્રકારનું… - [વટવામાં ધોળેદિવસે યુવકને ચપ્પુ બતાવી રૂ.3.50 લાખ લૂંટી બે ફરાર](https://swagatgujaratnews.com/two-absconding-after-robbing-a-youth-of-rs-3-50-lakh-in-broad-daylight-in-vatva/): નિત્યક્રમ મુજબ કર્મચારી બેંકમાં રૂપિયા ભરવા જતો હતો વટવામાં પાર્લરના વકરાના રૂપિયા બેંકમાં જમા કરાવવા ગયેલા કર્મચારી યુવકને ધોળેદિવસે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો ચપ્પુ બતાવી રોકડા રૂ 3.50 લાખ ભરેલી બેગ લુટી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાર્લર માલિકે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને લુંટારૂઓનુ પગેરુ દબાવવાની તજવીજ હાથ ધરી છે. વટવામાં રહેતા મૂળ બિહારના રાજેશભાઈ પટેલ ડેરીપાર્લર તેમજ ગારમેન્ટની દુકાન ધરાવીને વેપાર કરે છે. સામાન્ય રીતે રાજેશભાઈડેરી પર આવતો દુધનો માલ પહોચાડયા બાદ સવારે રૂપિયાનુ કલેકશન કરીને તેમની ગારમેન્ટની દુકાનમાં કામ કરતા સુમિત ભરવાડને આપતા હતા. સુમિત રૂપિયા લઈને વટવામાં… - [સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ](https://swagatgujaratnews.com/rte-information-was-given-to-500-families-at-the-crematorium/): સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ શરૂ કરી છે. દિવાસો નિમિત્તે શહેરના સરસપુરના ચામુંડા સ્મશાનમાં પટણી સમાજના યુવાનોની ટીમે શિક્ષણ અને બ્લડ ડોનેશનના રજીસ્ટ્રેશનનું ડેસ્ક લગાવાયું હતું. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. 500થી વધુ પરિવારોને રાઈટ ટુ એજ્યુકેશન અંગે માહિતી આપીને તેમના બાળકોને પ્રવેશ અપાવવા માટે જાગૃત કર્યા હતા. જેમાં 150 જેટલા બાળકોના આરટીઈ હેઠળ પ્રવેશ માટેની પ્રોસેસ કરવા નોંધણી કરી હતી. ઉપરાંત સરકારની વિવિધ યોજનાની 10 હજાર જેટલી પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. જ્યારે પ્રસૂતિ… ## Pages - [DISCLAIMER](https://swagatgujaratnews.com/disclaimer/): DisclaimerSwagat Gujarat News The information provided by Swagat Gujarat News our through our daily newspaper, website, mobile applications, and electronic media platforms is for general informational purposes only. While we try our best to ensure the accuracy and reliability of the content we publish, we make no representations or warranties, express or implied, about the completeness, accuracy, or suitability of the information for any purpose. By accessing or using our services, you acknowledge and agree to the following terms: 1. Editorial Content 2. No Professional Advice -The contents presented here by Swagat Gujarat News do not represent professional advice of… - [CONTACT US](https://swagatgujaratnews.com/contact-us/): Contact Information - [PRIVACY POLICY](https://swagatgujaratnews.com/privacy-policy-2/): Swagat Gujarat News. This is aimed at a day-to-day newspaper, electronic media provider. Please view and adjust based on your application and legal system. Swagat Gujarat News our values the privacy of our users. This Privacy Policy sets out how we collect, use, and secure your information when you access our services, such as our daily newspaper, website, mobile applications, and other electronic media platforms. By using our services, you agree to the terms of this Privacy Policy. Please do not use our services if you do not agree. 1. Information We Collect We collect the following information types: A.… - [ABOUT US](https://swagatgujaratnews.com/about-us/): “Swagat Gujarat,” encompassing both its print and electronic media ventures RNI No:-  GUJHIN/2012/42308 and Lic No :- GJ01D0096714Editor Name is omprakash Tiwari and Chief Editor Khemchand Soni. Omprakash Tiwari is the editor of Swagat Gujarat; he is also an IT engineer and the general secretary of the National Press Club of India in Gujarat. Shree Surya Doot is the news chief editor. Consumer Protection & Action Committee Gujarat General Secretary. Swagat Gujarat: Connecting Traditions with Technology in Media Ahmedabad, Gujarat – Swagat Gujarat is a media house which has emerged at the forefront in the state with a rich legacy… - [E PAPER](https://swagatgujaratnews.com/e-paper/): 28-12-2024 - [આપણું ગુજરાત](https://swagatgujaratnews.com/%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4/) - [Blog](https://swagatgujaratnews.com/blog/) - [Home](https://swagatgujaratnews.com/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)