અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં દિવાનો બાદ સાગમટે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બિન હથિયારધારી 83 PSIની એક સાથે આંતરિક બદલીનો આદેશ આપ્યો છે.અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં દિવાળી બાદ સાગમટે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બિન હથિયારધારી 83 PSIની એક સાથે આંતરિક બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા 18 PSIને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોમાં 83 PSIની બદલી
પોલીસ કમિશનરના આદેશ પ્રમાણે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોમાં 83 PSIની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા બદલી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બદલી કરવામાં આવેલા PSIને તાત્કાલિક અસરથી હાજર થઈ રીપોર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
18 PSIને પોસ્ટિંગ આપવામાં આવ્યું
આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને અમદાવાદ શહેર પોલીસમાં નિમણૂક પામેલા 18 PSIને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં આ PSIને કયા પોલીસ સ્ટેશનમાં હાજર થવું તેની જાણકારી આપવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ પોલીસ તંત્રની કામગીરીમાં બદલાવ આવશે તેવી ચર્ચાઓ જાગી છે.







