વટવામાં ટયુશનમાંથી સગીરાને લઈ જઈ છેડછાડ કરી હતી
ટયુશનના સાહેબના નામે એકસ્ટ્રા ક્લાસનો ફોન કર્યો હતો
વટવામાં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવીને ટયુશનેથી સીધી બાઈક પર બેસાડી રીંગરોડ પર લઈ ગયો હતો.આ પહેલા યુવકે સગીરાના ઘરે ટયુશનના સાહેબ બોલુ છે એકસ્ટ્રા કલાસ છે એટલે સગીરા મોડી આવશે તેમ કહ્યું હતુ. આ ફોનથી પરિવારને શંકા જતા ટયુશને તપાસ કરતા વાત ખોટી નીકળી હતી. મોડીરાતે સગીરા ઘરે આવી ત્યારે માતાપિતાએ પુછપરછ કરતા યુવકે તેને લઈ જઈ છેડછાડ કરી હોવાનો ભાંડો ફુટયો હતો. આ મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સોશીયલ મીડીયા ઈન્ફલુએન્સરની ધરપકડ કરી છે.
વટવામાં રહેતા એક પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા ખાનગી ટયુશન કલાસમાં જાય છે. બન્યુ એવુ કે ગત તા 19 મીએ સગીરા ટયુશને હતી ત નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ ટ્યુશન ના સાહેબ તરીકે આપીને આજે એકસ્ટ્રા કલાસ છે સગીરા મોડી આવશે તેમ કહ્યું હતુ. આ ફોનથી પરિવારને શંકા જન્મતા ટયુશન કલાસે જઈને તપાસ કરતા સંચાલકે ચોંકાવનારી માહિતી આપી – “ટ્યુશન તો સમયસર પૂરું થઈ ગયું. તમારી દીકરી તો ઘણાં પહેલાંજ નીકળી ગઈ હતી. નકલી “ટ્યુશન સાહેબ”ના નંબર પર ફરીથી ફોન કરતા મોબાઈલ સ્વિચ ઑફ આવતા પરિવારની ચિંતા વધુ વધી ગઈ. મોડી રાત્રે દીકરી ઘરે આવી ત્યારે માતાપિતાએ કડકાઈથી પૂછતાં દીકરી ભાંગી પડી હતી. તેણે સ્વીકાર્યું કે વટવામાં રહેતો અને સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવતો યુવક હર્ષદ તેને ટ્યુશન બહારથી જ બાઈક પર બેસાડી રીંગ રોડ લઈ ગયો હતો અને આ દરમિયાન તેની સાથે છેડતી તથા શારીરિક અડપલા પણ કર્યા હતા.
ઘટનાની ગંભીરતા સમજીને સગીરાના પિતાએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે સોશીયલ મીડીયા ઈન્ફલુએન્સર હર્ષદ સામે પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસ હવે આ યુવક સોશિયલ મીડિયા મારફતે અન્ય સગીરાઓને પણ ટાર્ગેટ કરતો હતો કે નહીં તેની દિશામાં આગળની તપાસ કરી રહી છ







