ઘર પાસે એક્ટિવા પાર્ક કરતાં બનેલી ઘટના
એકલદોકલ મહિલાઓને ટાગેટ કરતી ચેઈન સ્નેચીંગ કરતી ટોળકીએ હવે લોકોના ઘર પાસે આવીને ચેઈન સ્નેચીંગ કરવાનુ શરૂ કર્યું છે. આવી જ એક ઘટનામાં મણિનગરમાં રહેતા મહિલાને સરનામુ પુછવાના બહાને વ્યસ્ત કરીને બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી સોનાનુ રૂપિયા બે લાખની કિંમતનુ ડોકિયુ તોડીને ફરાર થઈ ગયા હતા.
મમણિનગરમાં શિવકૃપા મુકિતમેદાન સામે ભૂમિ બંગલોમાં રહેતા દશ્રાબેન હરિશભાઈ બ્રહ્મભટ્ટ (ઉ.58) મંગળવારે સાંજના 7.50ના સુમારે તેમના ઘર પાસે બહારથી આવીને એકટિવા પાર્ક કરી રહ્યા હતા.
આ સમયે ટુ વ્હીલર પર બે અજાણ્યા પુરુષો ત્યાં આવ્યા હતા અને દક્ષાબેનને સરનામુ પુછયુ હતુ. તેઓ સરનામું બતાવી રહ્યા હતા ત્યારે અચાનક એક પુરુષે તેમના ગળામાંથી સોનાનું ડોકીયું કિંમત રૂપિયા બે લાખનુ તોડી લીધું હતુ. દક્ષાબેને બૂમાબૂમ મચાવી હતી જો કે કોઈ તેમની મદદે પહોચે તે પહેલા ટુ વ્હીલર પર આવેલા બે પુરુષો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ અંગે દક્ષાબેને મણિનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા પુરુષો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને ચેઈન સ્નેચરોનુ પગેરુ દબાવવાની તજવીજ હાથ ધરી છે.