વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા. કંપનીના શટરનુ તાળુ તોડી અંદર પ્રવેશીને તસ્કરો કોપરની અલગ અલગ સાઈઝની 7 નંગ કોયલ કિંમત રૂ. 1,80, 000 ની ચોરી ગયા હતા. આ અંગે આંબલીરોડ મંહમદપુરાખાતે । નિરવભાઈ રહેતા નિરવભાઈ પરીખે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે વધુ તપાસ આદરી છે.
રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી
શહેરના રાયપુર ચકલા ખાતે આવેલા આકાશેઠકુવાની પોળ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતા નથી. જેના કારણે લોકોએ મ્યુનિ.માં સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા તંત્રે પાણીની સમસ્યાના ઉકેલના બદલે માત્ર ટેન્કર મોકલીને…