ઝોન-5 એલસીબીની ટીમે રામોલમાં એક કારમાંથી રૂ. 1.59 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો.
ઝોન 5 એલસીબીની ટીમે બાતમીના આધારે રામોલ માધવ ઈન્ટનેશનલ સ્કૂલની સામે જાહેર રોડ પર પડેલી કાર પકડી હતી જેમાં બેઠેલા લેંબાભાઈ અમથાભાઈ ઠાકોરની ધરપકડ કરી કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાંડની વિદેશી બનાવટની દારૂની તેમજ બિયરની કુલ 279 બોટલ અને ટીન કિંમત રૂ. 1.59 લાખની મળી આવ્યા હતા. લેંબાભાઈ ઠાકોરની પુછપરછ કરતા આ દારૂ બિયરનો જથ્થો વસ્ત્રાલમાં રહેતા અમિત રમેશભાઈ પટેલે મંગાવ્યો હોવાનુ બહાર આવતા રામોલ પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કર્યો છે.