શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે મ્યુનિ.દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મધ્ય ઝોનમાં મ્યુનિ દ્વારા સધન ચેકીંગ કરીને પ્લાસ્ટિકના વપરાશ બદલ 112 એકમને નોટીસ ફટકારીને રૂ.92,500 દંડ વસૂલ કરાયો હતો. જ્યારે ખાડિયા વોર્ડમાં 4, શાહીબાગમાં 4. શાહપુર અને દરિયાપુર અને જમાલપુરમાં વોર્ડમા 1-1 મળીને કુલ રૂ.11 એકમને સીલ કરાયા હતા. જ્યારે જાહેર રોડ પર થૂંકીને ગંદકી ફેલાવતા 31 શખ્સો પાસેથી કુલ રૂ.3100 દંડ વસૂલ કરાયો હતો.
વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી
ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…