નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે

અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની ઓફિસ નજીક ખુલ્લી જગ્યામાં બેરોકટોક જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા તમામ આરોપીઓની ધરપકડ કરી પોલીસે કુલ રૂ. 2.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ મુજબ, સાયરાબાનુ પઠાણ નારોલ વિસ્તારમાં લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બની હતી. વર્ષ 2019થી તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધમકી, ખંડણી અને મારામારી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોતાને ‘લેડી ડોન’ માનતી સાયરાબાનુ ફરીથી ગણેશનગર વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ શરૂ કરી હોવાની માહિતી પીએસઆઈ આર.ડી. સાંબડને મળી હતી. આ અંગે ઇન્સ્પેક્ટર પરિમલ દેસાઈને જાણ કરાતા તરત જ ટીમ બનાવીને રેઈડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું છે કે સાયરાબાનુના પરિવારના ત્રણેય સંતાનો પણ ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે. મારામારી. ચેઇન સ્નેચિંગ, લૂંટ અને ખંડણી જેવા ગુનાઓમાં તેમનો નામ અગાઉથી નોંધાયેલો છે. તાજેતરમાં જ તેના ત્રણ દીકરામાંથી એક ચેઇન સ્નેચિંગના ગુનામાં જેલમાંથી બહાર આવ્યો હતો. તે વચ્ચે તેની માતા સાયરાબાનુ ફરી એક વખત જુગારના કેસમાં ઝડપાઈ જતાં વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. નારોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    બંને પક્ષની સામસામે હુમલો કર્યાની ફરિયાદ વટવામાં નિગમ સોસાયટીના બે રહીશો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર થયેલા ઝઘડામાં એક વ્યકિતને ધારીયાથી માથામાં ઈજા થઈ હતી. આ મામલે બંને પક્ષોએ વટવા પોલીસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.