રાજકીય પક્ષો અને રિટર્નમાં બોગસ છૂટ લેનારા પર આઇટી રેઇડ પૂર્ણ
અન્ય લોકોનાં નામો પણ બહાર આવતાં ટૂંક સમયમાં કાર્યવાહી થશે
આવકવેરા વિભાગે સોમવારે સમગ્ર દેશમાં મોટાપાયે સર્ચ અભિયાન ચલાવ્યું હતું, જેમાં આઈ ટી રિટર્નમાં કપાત મુક્તિના ખોટા દાવા કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેક્સ રિટર્નમાં નકલી દાવાઓ કરીને વધારે રિફંડ મેળવવાનો પ્રયાસ કરનારા વ્યક્તિઓ અને તેમને મદદ કરનારા રાજકિય પાર્ટીઓ, પ્રોફેશનલ્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી મોટા ભાગના લોકોને ત્યાંથી દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે.
રિટર્નમાં ખોટી છૂટ મેળવનારા ભાવિક શાહ અમદાવાદ, કૌશલ ઝાલા અમદાવાદ, દર્શન પટેલ અમદાવાદ, વિનોદકુમાર ઘોડાસરા ધોરાજી, એમ.એમ. પઠાણ મોડાસા, જીગ્નેશ બાલારા સુરત, સાગર ઉકાનીસુરત.
નિરુપાબહેન મનીયાર સુરત, આકાશ ગોન્ડલીયા સુરત, બ્રીજેશ કમલેશકુમાર મહેતા, મનોજ શહેશ્યામ યાદવ, વિરલભાઈ મોહનભાઈ પટેલ, મહેલુકુમાર મહેશભાઈ ખત્રી, સલીમ પઠાણ, યુનુશઅહેમદ શાબિરહુશેન શેખ, ધવલ ઇશ્વરભાઈ ખાખર, છોટાલાલ ગોવીંદભાઈ વાળા દિક્ષીત છોટાલાલ વાળાનો સમાવેશ થાય છે