માધુપુરામાં હોમગાર્ડની હત્યા બાદ બીજો બનાવ
શહેરના માધવપુરામાં હોમગાર્ડ જવાનને મારી પત્ની સામે કેમ જુએ છે તેમ કહીને છરીના ઘા ઝીંકી હત્યા કરવાની ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી ત્યાં વટવા જીઆઈડીસીમાં ગાળો બોલતા લોકોને અટકાવતા બે યુવકોએ હોમગાર્ડને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વટવામાં રહેતા લલિતભાઈ દેસાઈ હોમર્ગાડ તરીકે ફરજ બજાવે છે. બન્યુ એવુ કે મંગળવારે રાતે લલિતભાઈ તેમજ અન્ય હોમગાર્ડ મુકેશભાઈ સહિતના લોકો દેવીમાતા ત્રણ રસ્તા પાસે ફરજ પર હાજર હતા. આ સમયે રાતના સાડા
બાર વાગ્યાના સુમારે ટી સ્ટોલવાળા અભય પાર્થસિંહ કુશ્વાહ અને તેનો મિત્ર આદિત્ય સેંગર ટી સ્ટોલ ખુલ્લી રખી ઉચા અવાજે ગાળો બોલી રહ્યા હતા. તેથી ત્યાં હોમગાર્ડ જવાન પહોંચ્યા હતા અને ગાળો ન બોલવા માટે જણાવી કહ્યું હતું કે, મોડી રાત્ર થઇ ગઇ છે. ટી સ્ટોલ બંધ કરી જતા રહો. ત્યારે અભય કુશ્વાહ ઉશ્કેરાયો હતો અને લલીતભાઈનો કોલર પકડી ગાળો બોલવા લાગ્યા હતા અને કહ્યું હતું કે, અમારી ટી સ્ટોલ બંધ કરાવવા આવ્યા છો તો મર્ડર કરી નાંખીશ. ત્યારબાદ હોમગાર્ડ લલિતભાઈને માર માર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા વટવા જીઆઇડીસી પોલીસે અભય અને આદીત્યને ઝડપી લીધા હતા.