જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું, ત્યાં ડોક્ટરો સહિત અનેકનાં મોત, એક મુસાફરનો આબાદ બચાવ
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું છે. દુર્ઘટના સ્થળે હાહાકાર મચી જવા પામ્યો હતો જ્યા જુઓ ત્યાં ધુમાડાના ગોટેગોટા, જોવા મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને હાલમાં સામે આવેલ અહેવાલ મુજબ તમામ 242ના મુસાફરોના મોત થયાની સંભાવના છે.
આ ઉપરાંત મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે વિમાન અથડાયું હતું. ત્યારે વિદ્યાર્થીઓ મેસમાં હતા. જેને લઈને 50 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું અનુમાન છે. દુર્ઘટનાને લઈને અમદાવાદમાં આજે હાઈએલર્ટ છે. દેશમાં અગાઉ પણ પ્લેન ક્રેશ થયાની ભયંકર ઘટના બનવા પામી હતી. જેમાં મોટી જાનહાનિ થઈ છે.
અમદાવાદ : વર્ષ 1988માં ઓક્ટોબર મહિનાની 19 તારીખના રોજ મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 133 મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટના ઇન્ગિ એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ઘાતક વિમાન અક ↑ હતો. 1988માં અમદાવાદ નજીક નોબલ નગર હાઉસિંગ સોસાયટી નજીક, ચિલોડા કોતરપુર ગામની બહાર ઝાડ અને હાઇ-ટેન્શન વીજળી ટ્રાન્સમિશન થાંભલા સાથે અથડાયું અને નીચે પડી ગયું.
કોઝિકોડ વિમાન દુર્ઘટના : 7 ઓગસ્ટ 2020 ના રોજકેરળના કોઝિકોડ (કાલિકટ)માં મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન 100 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા ક્રેશ થયું હતું. કોઝિકોડના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રૂ સભ્યો (બંને પાઇલટ સહિત) અને 17 મુસાફરોના મોત થયા અને 138 લોકો ઘાયલ થયા હતા. એવું કહેવાય છે કે ભારે વરસાદ અને નબળી દૃશ્યતાને કારણે વિમાન ક્રેશ થયું હતું.
મેંગલોર વિમાન અકસ્માત : 22 મે 2010 ના રોજ કર્ણાટકના મેંગલોરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન ક્રેશ થયું. વિમાન ખીણમાં પડી ગયું અને બે ભાગમાં તૂટી ગયું. આ વધુ મોટી ભયંકર પ્લેન દુર્ઘટના કહેવાય છે કે કારણ કે આ અકસ્માતમાં પ્લેનમાં સવાર 160 મુસાફરોમાંથી 158ના મોત થયા હતા.ફકત 8 લોકોનો બચી શકયા હતા. મેંગલોરમાં થયેલ આ અકસ્માતનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવ્યું હતું.
પટનામાં ભયાનક વિમાન દુર્ઘટના : 17 જુલાઈ 2000ના રોજ, બિહારની રાજધાની પટનામાં એલાયન્સ એરનું બોઇંગ 737-2એ8 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માત લેન્ડિંગ દરમિ થયો હતો. વિમાન લેન્ડિંગ કરતી વખતે વિમાન એક સરકારી રહેણાંક વસાહત પર ક્રેશ થતા દુર્ઘટના બનવા પામી.
ચરખી દાદરી વચ્ચે હવાઈ દુર્ઘટના : 12 નવેમ્બર, 1996ના રોજ, દિલ્હી નજીક હરિયાણાના ચરખી દાદરીમાં બે વિમાનો વચ્ચે હવામાં અથડાયા હતા. એક વિમાન સાઉદી એરલાઇન્સ ફ્લાઇટ ૭૬૩ હતું અને બીજું કઝાકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ 1907 હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 349 લોકોના મોત થયા હતા. આ ઇતિહાસની સૌથી ભયાનક મધ્ય-હવાઈ અથડામણ છે. આ અકસ્માત કઝાકિસ્તાનના પાઇલટની ભૂલને કારણે થયો .ભારતમાં આ ભયાનક વિમાન અકસ્માતો થયા છે. જેમાં અકસ્માતનું કારણ ખરાબ હવામાન તો ક્યારેક પાઇલટની ભૂલને કારણે થયા હોવાનું મનાય છે. અમદાવાદમાં આજે બનવા પામેલ વિમાન દુર્ઘટનાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે ડીજીસીઆઈ દ્વારા આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે.