શાહઆલમમાં ચોરીની શંકામાં યુવકને મારનારા 3 ની ધરપકડ

વટવા સદભાવના નગરમાં રહેતો 40 વર્ષીય શહેનશાહ ઉર્ફે મુન્નો અખ્તર શેખ શાહઆલમ દરગાહ પરિસરમાં પાથરણા લગાવીને રમકડા વેચવાનો વેપાર ધંધો કરે છે. ગત તા.9 જૂલાઈના રોજ વરસાદ વધુ હોવાથી યુવકે જ્યાં પાથરણાં લગાવીને ધંધો કરતો હતો, ત્યાં તપાસ કરવા ગયો હતો કે વરસાદના લીધે તેની જગ્યામાં પાણી ભરાઈ ગયા છે કે નહી. દરમિયાન તેની સામે વેપાર કરતી મહિલાએ આવીને તે મારા દીકરાના રૂપિયા અને મોબાઈલ ચોરી લીધા છે કહીને તેની સાથે ઝઘડો કરવા લાગી હતી.

યુવકે ઇનકાર કર્યો કે તેણે કોઈનો ફોન કે પછી રૂપિયા ચોર્યા નથી તેમ છતાં ફીઝાબાનુ અંસારી, તસ્લીમાબાનુ અંસારી તથા ઈસ્તીખાન અંસારીએ ત્રણેયે ભેગા મળીને રમકડા વેચીને ગુજરાન ચલાવતા યુવકને બેરહેમી પૂર્વક લાકડાના ડંડાના 24 ફટકા મારીને માથું ફોડી નાંખ્યું હતું. દરગાહના પરિસરમાં લોકોના ટોળા એકઠા થઇ જતા મામલો થાળે પડાવ્યો હતો. યુવક રીક્ષામાં બેસીને ત્યાંથી સારવાર માટે હોસ્પિટલ ગયો હતો. બીજી તરફ ફીઝાબાનુ અંસારી અને તસ્લીમાબાનુ અંસારી બંને મહિલાઓ ભેગા મળીને યુવકને માર મારી રહ્યા હતા. તેનો વિડીયો બનાવીને અજાણ્યા શખ્સોએ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. ત્યારબાદ ઇસનપુર પોલીસે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ નોંધીને બે મહિલા સહીત ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.