અમરાઈવાડીમાં રહેતા હર્ષદભાઈ 1 વાઘેલા અમરાઇવાડી પોલીસ 1 સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ 1 તરીકે નોકરી કરે છે. ગત 22 1 જૂને ચાલીમાં રહેતા આકાશ 1 ઠાકુરના ઘરે અમરાઇવાડી 1 પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ 1 કલ્પેશભાઈ અને કિશનભાઈ 1 આવ્યા હતા.ત્યારે હર્ષદભાઈ 1 કામથી સંજયચોક ગયા હતા અને ભાવેશે હર્ષદભાઈને ફોન કરીને કહ્યું કે આકાશ ઠાકુરની બહેન લલીબેન તમારી માતા સાથે ઝઘડો કરે છે.
જેથી હર્ષદભાઈ તાત્કાલિક ઘરે આવ્યા હતા. બાદમાં લલીબેનને કેમ ઝઘડો કરો છો પૂછતા લલીબેને તે મારા ઘરે પોલીસને બાતમી કેમ આપીને મોકલી છે કહીને ઝઘડો કરીને પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હતો. આ દરમ્યાન લલીબેનના ભાઈ રાજા, બબલુ અને બિપકુ ત્યાં આવ્યા હતા. બાદમાં ચારેય ભેગામળીને બિભત્સ ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.
હર્ષદભાઇની માતા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આટલું જ નહિ રાજાએ પોતાની જાતે બ્લેડના ઘા મારીને હું તારા વિરૂધ્ધમાં ફરિયાદ કરીને પોલીસની નોકરીમાંથી કઢાવી દઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે હર્ષદભાઈએ ચારેય સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.