4 પોલીસ વહીવટદારે મંજૂરી વગર જ વિદેશ પ્રવાસ કરતાં સસ્પેન્ડ

13 વહીવટદારની જિલ્લા બહાર બદલી થઈ

અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 13 વહીવટદારની ડીજીપી એ જિલ્લા બહાર બદલી કરી હતી. જો કે તેમણે ડીજીપીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની સામે ડીજીપી એ તે તમામની અપ્રમાણસર મિલકતોની તપાસ શરુ કરી હતી. જેથી વહીવટદારોએ કેસ પાછો ખેંચી લીધો હતો. જ્યારે 13 પૈકીના 4 વહીવટદાર મંજુરી વગર વિદેશ પ્રવાસ કરી આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવતા ડીજીપી એ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

ડીજીપી વિકાસ સહાયે નવેમ્બર 2024 માં અમદાવાદના 13 વહીવટદારની જુદા જુદા જિલ્લાઓમાં બદલી કરી હતી. તેમાંથી 3 વહીવટદારે ડીજીપીના આદેશ ને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેથી ડીજીપી એ તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ 13 વહીવટદારોની અપ્રમાણસર મિલકતોની તપાસ સોંપી હતી. એસએમસી એ તપાસ શરુ કરતાની સાથે જ હાઈકોર્ટમાં ગયેલા 3 વહીવટદારે કેસ પાછો ખેંચી લીધો હતો.

જ્યારે તેમની વિરુધ્ધની સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ તો ચાલુ જ હતી. જેમાં તેમના પાસપોર્ટની માહિતી પણ એકત્રિત કરવામાં આવી હતી. જેની તપાસમાં હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ ઉર્ફે ફિરોઝ તડતડ(બોટાદ). કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી), હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ચૌહાણ(જામનગર) અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દરબાર(જામનગર) છેલ્લા ૩ વર્ષમાં વિદેશ પ્રવાસ કરી આવ્યા હતા.

જેમાં ચારેય જણાં દુબઈ, નેપાળ, થાઈલેન્ડ ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. જો કે તેમણે વિદેશ જતા પહેલા ઉપરી અધિકારીઓની લેખિતમાં મંજૂરી લીધી ન જે વાત ડીજીપી વિકાસ સહ ધ્યાન ઉપર આવતા તેમણે ચારેય પોલીસ કર્મચારી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

  • Related Posts

    મણિનગરમા ગઠિયાએ ખોટો મેસેજ કરી 50 હજાર પડાવ્યા

    પત્ની બીમાર છે કહીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા મણિનગરના કર્મકાંડી બ્રાહ્મણને ગઠિયાએ રૂ.1 લાખ મોકલ્યા હોવાનો ખોટો મેસેજ કરીને રૂ.50 હજાર પડાવી લીધા હતા. અંતે ઠગાઈ થયાની જાણ થતાં કર્મકાંડી બ્રાહ્મણે…

    હાથીજણમાં માટીના ઢગલાના લીધે રસ્તો શરૂ ન કરાતા સ્થાનિકો હેરાન

    કામ પૂર્ણ થયાને 20 દિવસ થયા છતાં રસ્તો ખુલ્લો કરાતો નથી શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના અંતર્ગત સર્વિસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મણિનગરમા ગઠિયાએ ખોટો મેસેજ કરી 50 હજાર પડાવ્યા

    હાથીજણમાં માટીના ઢગલાના લીધે રસ્તો શરૂ ન કરાતા સ્થાનિકો હેરાન

    ભારતીય બનાવટના ગે.કા. વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને શોધી કાઢી ક્વૉલેટી કેસ કરતી ઓઢવ પોલીસ સ્ટેશનની (સર્વેલન્સ સ્કોર્ડ)

    ભારતીય બનાવટના ગે.કા. વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને શોધી કાઢી ક્વૉલેટી કેસ કરતી ઓઢવ પોલીસ સ્ટેશનની (સર્વેલન્સ સ્કોર્ડ)

    ખોખરામાં લાઈટની સ્વિચ બંધ કરી દેતાં પાડોશી સામે ફરિયાદ

    રેસ્ટોરાંને સપ્લાય કરાતું 1300 કિલો નકલી ઘી નરોડાથી પકડાયું

    ગોમતીપુરમાં ઉછીના રૂપિયા આપવાનો ઈન્કાર કરતા યુવકને છરીના ઘા ઝીંક્યા