મારી ફ્રેન્ડ સાથે ઝઘડો કેમ કર્યો કહીને અજાણ્યા શખ્સે હેરાન કરી.
મણિનગરમાં રહેતી અને તબીબી અભ્યાસ કરતી એક યુવતીને અજાણ્યા શખ્સે મારી મિત્રને કેમ હેરાન કરે છે તેમ કહીને સોશીયલ મીડીયા પર મેસેજ અને ફોન કરીને બિભત્સ ફોટા મોકલી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
એટલુ જ નહી અલગ અલગ સોશીયલ મીડીયા આઈડી બનાવીને યુવતીની પ્રતિષ્ઠા ખરડાય તેવા લખાણ લખી યુવતીને ફોન નંબર મુકીને યુવતીને બદનામી થાય તેવી કોશિશ પણ કરી હતી. કંટાળીને આ અંગે યુવતીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસસૂત્રોમાંથીમળતીમાહિતી અનુસાર મણિનગર વિસ્તારમાં રહેતી એક યુવતી તબીબનો અભ્યાસ કરે છે. તાજેતરમાં યુવતીને તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર અજાણ્યા આઈડી ધારકનો મેસેજ આવ્યો હતો જેને મેસેજ કેમ કર્યો તેમ પુછતા સામે છેડેથી એક સ્ટોરી મુકીને યુવતીને કહ્યું હતુ કે તને તારા ભણતરનો વહેમ છે તે એક છોકરી સાથે ઝઘડો કર્યો છે તો તુ જોઈ લેજે.
આથી યુવતીએ કોઈની સાથે ઝઘડો કર્યો નહોવાનુ કહી સાબિતી આપવાનુ કહેતા અજાણ્યા વ્યકિતએ તેને કાલુપુર સ્ટેશને બોલાવી હતી જો કે યુવતી ત્યાં ગઈ નહતી અને વાતચીત બંધ કરી દીધી હતી. થોડાસમય પછી અજાણ્યા આઈડી થી ફરી યુવતીનેફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી ગાળો લખી બિભત્સ ફોટા મોકલ્યા હતા અને એક નંબર આપીને વાત કરવાનુ કહ્યુ હતુ. જો કે યુવતીએ તેની સાથે વાત કરવાનુ ટાળ્યુ હતુ. જો કે અજાણ્યો શખ્સ આટલે થી અટકયો નહતો તેણે ત્યારબાદ સોશીયલ મીડીયા પર સ્ટોરી મુકીને યુવતીને બદનામ થાયતેવુ લખાણ લખીને તેનો નંબર મુકી દીધો હતો.
આટલુ ઓછુ હોય તેમ ફરી ફોક આઈડી બનાવીને યુવતીને હેરાન કરવા લાગ્યો હતો. અંતે કંટાળીને યુવતીએ આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ટેકનીકલ એનાલીસીસ કરી આરોપી સુધી પહોચવા તજવીજ હાથ ધરી છે.