અમરાઈવાડીમાં કોન્સ્ટેબલને 4 લોકોએ માર્યો

અમરાઈવાડીમાં રહેતા હર્ષદભાઈ 1 વાઘેલા અમરાઇવાડી પોલીસ 1 સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ 1 તરીકે નોકરી કરે છે. ગત 22 1 જૂને ચાલીમાં રહેતા આકાશ 1 ઠાકુરના ઘરે અમરાઇવાડી 1 પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ 1 કલ્પેશભાઈ અને કિશનભાઈ 1 આવ્યા હતા.ત્યારે હર્ષદભાઈ 1 કામથી સંજયચોક ગયા હતા અને ભાવેશે હર્ષદભાઈને ફોન કરીને કહ્યું કે આકાશ ઠાકુરની બહેન લલીબેન તમારી માતા સાથે ઝઘડો કરે છે.

જેથી હર્ષદભાઈ તાત્કાલિક ઘરે આવ્યા હતા. બાદમાં લલીબેનને કેમ ઝઘડો કરો છો પૂછતા લલીબેને તે મારા ઘરે પોલીસને બાતમી કેમ આપીને મોકલી છે કહીને ઝઘડો કરીને પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હતો. આ દરમ્યાન લલીબેનના ભાઈ રાજા, બબલુ અને બિપકુ ત્યાં આવ્યા હતા. બાદમાં ચારેય ભેગામળીને બિભત્સ ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.

હર્ષદભાઇની માતા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આટલું જ નહિ રાજાએ પોતાની જાતે બ્લેડના ઘા મારીને હું તારા વિરૂધ્ધમાં ફરિયાદ કરીને પોલીસની નોકરીમાંથી કઢાવી દઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે હર્ષદભાઈએ ચારેય સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

  • Related Posts

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી

    કંપનીના સોફ્ટવેરમાં ડબલ એન્ટ્રી જણાતાં તપાસ કુરતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના એકાઉન્ટન્ટે કંપનીના મેનેજમેન્ટ સોફટવેરમાં સુધારા વધારા કરીને તેના તેમજ તેના મળતીયાઓના અલગ અલગ બેંક એકાઉન્ટમા…

    અમરાઈવાડીમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

    અમરાઈવાડીમાં રહેતી યુવતીએ કોઈક કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અમરાઈવાડીમાં રાજકુમારની ચાલીમાં રહેતા પ્રિયંકાબેન રાય(ઉ.25)એ રવિવારે સાંજના સમયે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી