જૂનમાં પાયાની સુવિધામાં તકલીફની 31,793 ફરિયાદમાં સૌથી વધુ 90% છે
ગટર સફાઈ માટે 498 સંસ્થાને મહિને અઢી કરોડ ચૂકવાયા તોય ત્યાંના ત્યાં
શહેરમાં સામાન્ય વરસાદમાં પણ અને વિસ્તારમાંથી કલાકો સુધી પાણી ઉતરતા નથી. જૂન 30 દિવસમાં જ પાયાની સુવિધાની તકલીફની મ્યુનિ.ને 31,793 ફરિયાદો મળી છે. મ્યુનિ. વર્ષે 1700 કરોડ પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવે છે છતાં ગટર ઊભરાવવાની સૌથી વધુ 28,642 ફરિયાદ હતી. ગટરની સફાઈ માટે 498 સંસ્થા કામ કરે છે આ પાછળ અઢી કરોડ જેટલી રકમ ચૂકવાય છે છતાં ફરિયાદો ઓછી થવાનું નામ લેતી નથી.
જૂનમાં વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની કંટ્રોલ રૂમને 4360 ફરિયાદ મળી છે. રૂબરૂ ફરિયાદનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શહેરમાં ચોમાસા પહેલા વિવિધ ડ્રેનેજ લાઇનોની કેચપીટ સફાઈ કરવામાં આવી હોવાનું કહેતાં મ્યુનિ.ના દાવાની પોલ સામાન્ય વરસાદમાં જ ખૂલી ગઈ હોવાનો આક્ષેપ મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે કર્યો હતો.
મધ્ય-ઉત્તર ઝોનમાંથી સૌથી વધુ 13 હજાર ફરિયાદ આવી