લીધેલા રૂપિયા આપી દીધા છતાં માગણી કરી
નવા નરોડામાં રહેતા વેપારીએ તેમના મિત્ર પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા બાદ ચુકવી દીધા હતા.. જો કે તેમ છતાં તેમના મિત્રએ મારા રૂપિયા કયારે પાછા આપીશ તેમ કહીને તેના બે મિત્રો સાથે વેપારી સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. આ અંગે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નવા નરોડામાં રહેતા જય સુરેશભાઈ પરમાર નિકોલમાં બુટ ચંપલની દુકાન ધરાવીને વેપાર કરે છે. તેમણે ત્રણ વર્ષ પહેલા તેમના મિત્ર અરૂણ પ્રજાપતિ પાસેથી હાથ ઉછીના રૂ. 70 હજાર લીધા હતા જે રૂપિયા તેમને ચુકવી દીધા હતા.
દરમિયાન ગત ગુરુવારે તેઓ દુકાને હાજર હતા ત્યારે અરૂણ અને તેના મિત્રો અમિત પ્રજાપતિ અને સુરજ સેંગર ત્યા આવ્યા હતા. આ સમયે અરૂણે મારા રૂપિયા કયારે આપીશ તેમ કહીને ઝઘડ કર્યો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા જય પરમારને મોઢાના ભાગે ફેંટો મારતા તે નીચે પડી જતા તેની સાથે આવેલા તેના મિત્રોએ પણ મારમારી કરી હતી જેમાં જય પરમારને માથામાંથી લોહી નીકળયુ હત અને તેમનો ફોન પણ પછાડીને તોડી નાંખ્યો હતો. જેથી દોડી ને તેઓ દુકાનની બહાર નીકળી ગયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થતા આ ત્રણે નાસી ગયા હત. સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ મામલે જય પરમારે નિકોલ પોલીસ ફરિયાદ કરી છે.