વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યા વકરી
શહેરના ઓઢવ રિંગરોડ પાસે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી એક માસથી મંથરગતિમાં ચાલી રહી છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી નજીકમાં પાણી ભરાઈ જતાં હોવાની ફરિયાદો ઊઠી હતી. અંતે મ્યુનિ. દ્વારા તાકિદે કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઓઢવ રિંગરોડ ચાર રસ્તા પાસે બાર્સેલોના કોમ્પલેક્સ આગળ એક મહિનાથી ગટરલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ દરવર્ષે અહીંયા વરસાદી પાણી ભરાતા હતા પણ તેનો નિકાલ થઈ જતો હતો. જ્યારે હાલમાં ગટરલાઈનનું કામ ચાલતુ હોવાથી વરસાદી પાણીનો નિકાલ જ થતો નથી. એટલે રીંગરોડ ચાર રસ્તા આસપાસના કોમ્પલેક્સ નજીક વરસાદી પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાના નિકાલ માટે કામગીરી કરવા લોક માંગ ઉઠી છે.