ગાડીના એન્જિન પાસે ગુપ્ત ખાનું બનાવીને રાજસ્થાનથી દારૂ લાવતો બુટલેગર પકડાયો

સરખેજની આફરીન વિલા સોસાયટીમાં પાર્ક ગાડીમાંથી 91 બોટલ પકડાઈ

પોલીસને શંકા ન જાય એટલે સોસાયટીની ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરતો હતો

ગાડીના એન્જિનની આજુબાજુમાં ગુપ્ત ખાના બનાવીને રાજસ્થાનથી તેમાં દારૂ છુપાવીને લાવીને હોમ ડિલિવરીમાં ગ્રાહકોને વેચતા બુટલેગરની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. ફતેવાડી આફરીન વિલા સોસાયટીમાં આવેલા બુટલેગરના મકાન સામે પાર્ક કરેલી કારમાંથી દારૂ- બીયરની 91 બોટલો પકડાઈ હતી. પોલીસે દારૂ તેમજ કાર કબજે કરી બુટલેગરને ઝડપી લીધો હતો. સરખેજ – ફતેવાડીમાં આવેલી આફરીન વીલા સોસાયટીમાં રહેતા જમીલખાન પઠાણે(45) કારના એન્જિનની આજુબાજુમાં ગુપ્ત ખાના બનાવીને દારૂ બીયરની બોટલ-ટિન છુપાવી રાખી હતી. જરૂરિયાત મુજબ તે કાયમી ગ્રાહકોને હોમ ડિલિવર માટે દારૂ- બીયરની બોટલ – ટિન કાઢીને વેચતો હતો. આ માહિતી સરખેજ પીઆઈ આર.કે.ધુળિયાને મળી હતી. જેના આધારે તેમણે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. ત્યારે જમીલખાન પઠાણના મકાનની સામે સોસાયટીની ખુલ્લી જગ્યામાં તેની કાર પાર્ક કરેલી હતી. પોલીસે તે કારની તલાસી લેતા તેમાંથી દારૂની બોટલ અને ટિન મળીને 91 બોટલ (કિંમત રૂ.39,615) મળી આવ્યા હતા. પોલીસે કાર તેમજ દારૂ સહિત કુલ રૂ.1.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જમીલખાન રાજસ્થાનમાં કોની પાસેથી દારૂ લાવતો હતો અને અમદાવાદમાં કોને કોને દારૂ વેચતો હતો. તે દિશામાં સરખેજ પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો