સગીરાનો ફોટા મૂકી તેણીને બદનામ કરવાની ધમકી આપી
સગીરાના પિતાની અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ
અમરાઈવાડીમાં રહેતી સગીરાના સોશીયલ મીડિયાના જેવી જ ફેક આઈડી બનાવીને સગીરાને મેસેજ મોકલવાનુ શરૂ કર્યું હતું. સગીરાએ તેને આવુ નહીં કરવા માટે મેસેજ કરતા ગંદી ભાષામાં મેસેજ કરીને સગીરાના ફોટાનો આઈડીની ડીપીમાં મુકીને ખરાબ ફોટા મુકીને સગીરાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સગીરાના પિતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમા અજાણ્યા આઈડી ધારક સામે ફરિયાદ નોધાવી છે.
અમરાઈવાડીમા રહેતી સગીરા પોતાનુ સોશીયસલ મીડીયા આઈડી ધરાવે છે. થોડા દિવસો પહેલા સગીરાના કૌટુંબિક ભાઈએ તેને જાણ કરી હતી કે તેના ફોટાની સાથે એક ફેક આઈડી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આથી સગીરાએ જોયુ તો તેના નામથી ભળતા નામની આઈડી બનાવી હતી.
દરમિયાન આ ફેક આઈડીથી સગીરાને સામેથી મેસેજ આવ્યો હતો કે તુ આટલી વહેલી મને કેમ ભૂલી ગઈ છે. આથી સગીરાએ તેને ઓળખતી નહોવાનુ અને તુ કોણ છે તેવો મેસેજ કરતા સામે છેડેથી તેને સરખો જવાબ મળ્યો નહતો. સગીરાએ આ બધુ બંધ કરી દેવાનું કહ્યું હતુ. જેથી સામેની વ્યકિતએ બીજી ડુપ્લિકેટ આઈડી બનાવીને સગીરાને ફોન પર ઈન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. સગીરાએ તેનો અસ્વીકાર કર્યો હતો.
આ અંગે સગીરાએ મેસેજ કરીને આ બધુ અટકાવવાનુ કહેતા સામે છેડેથી ગંદા મેસેજ કરવાનુ શરૂ કર્યુ હતુ જેનો કોઈ જવાબ નહી આપતા સગીરાની ડુપલીકેટ આઈડી બનાવીને તેનો ફોટાનો દુરપયોગ કરીને ગંદા ફોટા મુકીને વાયરલ કરી દઈશ તેવી ધમકી આપવાનુ શરૂ કર્યુ હતુ. આ અંગે સગીરાએ તેના પિતાને વાત કરતા આ મામલે અમરાઈવાડી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ નોંધી અજાણ્યા આઈડી ધારક સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.