વટવામાં વેપારી રક્ષાબંધનમાં વતન ગયા અને ઘરેથી 20 લાખની ચોરી

બાથરૂમની બારીના કાચ હટાવી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા

પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ આદરી

ઘોડાસરમાં રહેતા એક વેપારી પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે વતન ગયા હતા.આ તકનો લાભ લઈ તસ્કરોએ તેમના ઘરમાંથી રોકડા રૂ.પાંચ લાખ અને દાગીના મળી કુલ રૂપિયા 20 લાખની મતાની ચોરી કરી હતી.

ઘોડાસરમાં પ્રેસ્ટીજ બંગ્લોઝમાં રહેતા મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ વટવામાં પ્લાસ્ટીકની ફેકટરી ધરાવીને વેપાર કરે છે.ગત શુક્રવારે બપોરે તેઓ સહપરિવાર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે તેમના વતન કાવઠ ગામે ગયા હતા.દરમિયાન રવિવારે તેમના પાડોશીનો તેમની પર ફોન આવ્યો હતો કે ઘરમાં ચોરી થઇ હોય તેમ લાગી રહ્યું છે તમે જલ્દીથી ઘરે આવી જાઓ. આથી તાત્કાલિક મહેન્દ્રભાઈ તેમના દીકરા અને પરિવારના સભ્યોને લઈને ઘોડાસર આવી ગયા હતા.

ઘરે આવીને જોયું તો બાથરૂમની બારીનો કાચ પણ નહોતો અને પાછળનો દરવાજો જે ખુલ્લો હતો તેમાંથી પ્રવેશ કરીનેજોયું તો ઘરમાં રહેલા સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો. બીજા માળના રૂમમાં જઈને તપાસ કરી તો લાકડાના કબાટ તિજોરી અને તેની અંદરના લોકર ખુલ્લા હતા. લોકરમાં મુકેલા ધંધાના રોકડા રૂપિયા પાંચ લાખ અને 15 લાખ રૂપિયાના દાગીના ગાયબ હતા. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ટાબરિયા ગેંગની સંડોવણી હોવાની આશંકા

ઘરફોડચોરી કરતી ગેંગમાં નાના બાળકોનો ઉપયોગ કરી તેમને બાથરૂમની કાચની બારી તોડી અંદર ઉતારી મુખ્ય દરવાજો કે પાછળનો દરવાજો ખોલાવી ઘરમાં ચોરી કરવાની ટેવ ધરાવતી ગેંગ ગુનાખોરીની દુનિયામાં પ્રચલિત છે. આ ઘટનામાં આવી જ ટાબરીયા ગેંગની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે..

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.