બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ 36 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થઈને 48 કલાકમાં ગુજરાત સુધી પહોંચશે. જેની અસરોથી આગામી 4 અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની વકી હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમ 36થી 48 કલાકમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધશે. વેલમાર્ક લો-પ્રેશરની સાથેએક અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમનો ટ્રફ બે દિવસમાં ગુજરાત સુધી પહોંચી જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 19 અને 20 ઓગસ્ટે અરબી સમુદ્રમાં એક મજબૂત સરકયુલેશન રચાશે.
હાલમાં ચોમાસાની ધરી દક્ષિણ તરફ સરકી છે, જે બંગાળીની ખાડીથી લઈ અમદાવાદથી પસાર થાય છે
વેલમાર્ક લો-પ્રેશર, સાઈક્લોનિક સરક્યુલેશન અને ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય છે. તેમજ ઓગસ્ટ મહિના દરમિયાન મોટેભાગે ચોમાસાની ધરી ઉત્તર તરફ એટલે કેહિમાલય તરફ રહેતી હોય છે. પણ હાલમાં ચોમાસાની ધરી દક્ષિણ તરફ સરકી ગઇ છે, અને બંગાળની ખાડીથી લઇને અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ભૂજના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ શક્યતા છે.