
ટોળકીમાં અમદાવાદના 4નો સમાવેશ, પૈસા હવાલા, ક્રિપ્ટો, આંગડિયાથી મોકલાતા હતા
ટોળકીએ ભાડે લીધેલાં 158 બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 400થી વધુ ફરિયાદ
ડિજિટલ અરેસ્ટ તેમજ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના રૂ.300 કરોડ ક્રિપ્ટો કરન્સી, હવાલા તેમજ આંગડિયા મારફતે દુબઈ મોકલવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ સાઈબર ક્રાઈમે દુબઈના 1. અમદાવાદના 4 અને સુરતના 2 મળીને 7 સામે પહેલી જ ગુજસીટોક 2 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈસા ટ્રાન્સફર કરવા માટે જે ભાડાના બેંક એકાઉન્ટ રાખતા હતા, તેમની વિરુધ્ધ નેશનલ સાઈબર ક્રાઈમના પોર્ટલ પર દેશભરમાં 404 ફરિયાદો થઈ હતી. અમદાવાદના 3 પાસેથી રૂ.2.43 કરોડ અને કચ્છના એક પાસેથી રૂ.36.50 લાખ મળીને કુલ રૂ.2.82 કરોડ પડાવ્યા હતા.
ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, જાન્યુઆરી 2025માં અમદાવાદના એક સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટ કરીને રૂ.54 લાખ પડાવવામાં આવ્યા હતા. જેમાં સાઈબર ક્રાઈમે સાવન ઠકરાર, તેના ભાઈ ધવલ ઠકરાર, ગોવિંદ રાવલ, બ્રિજરાજસિંહ ગઢવી. કેવલ ગઢવી અને હસમુખ નસીતની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેઓ દુબઈમાં રહેતા મિલન માટે કામ કરતા હતા.
તેમણે અમદાવાદના એકને ડિજિટલ રૂ.1.48 કરોડ ઈન્વેસ્ટમેન્ટના નામે રૂ.36 લાખ અને કચ્છના એકને ડિજિટલ અરેસ્ટ કરીને રૂ.36.50 લાખ પડાવ્યા હતા. જેના આધારે આ ટોળકી વિરુદ્ધ 4 ગુના નોંધવામાં આવ્યા હતા. જ્યારે આ ટોળકીએ જે 158 બેંક એકાઉન્ટનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો તે તમામ વિરુદ્ધ નેશનલ સાઈબર ક્રાઈમના પોર્ટલ ઉપર છેતરપિંડીની 404 ફરિયાદો નોંધાઈ હતી. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલમાં પોલીસે સાવન ઠકરાર અને અને ગોવિંદ રાવલની ધરપકડ કરી છે. જ્યારે ધવલ અને બ્રિજલાલ જેલમાં હોવાથી તેમની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે. જ્યારે કેવલ અને હસમુખ નસીત જામીન ઉપર છુટયા હોવાથી તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.