
વટવામાં રહેતી ફરહાના ખાન પઠાણના ૫તિ શાહ નસીમખાને રૂપિયા 2 લાખ ઉછીના લીધા હતા. જેને લઇને રફીક વેપારી, મોહમંદ ટેમ્પો અને મન્નુ ઉર્ફે બાપુએ તેના ઘર આવી ઉઘરાણી કરી હતી. ફિલ્મી સ્ટાઈલમાં ધમકી આપીને કહ્યું કે તારો પતિ રૂપિયા નહી આપે અને રસ્તામાં દેખાઈ જશે તો ઉડાડી દઈશું” ત્રણેય શખ્સોની ધમકીથી ગભરાઈ ગયેલી મહિલા વટવાએ પોલીસ મથકે રફીક વેપારી, મોહમંદ ટેમ્પો અને મન્નુ ઉર્ફે બાપુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.