

આરોગ્ય વિભાગના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક જગ્યાએ કેટલાક લોકો ફરજી રીતે પોતાને ડોક્ટર તરીકે રજૂ કરી રહ્યા છે અને દર્દીઓને એલોપેથી દવાઓ તથા ઇન્જેક્શન આપી રહ્યા છે. આવા લોકો પાસે માન્ય તબીબી ડિગ્રી અથવા મેડિકલ કાઉન્સિલમાં નોંધણી નથી. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ દર્દીઓના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ છે.
જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ સારવાર માટે માત્ર માન્ય ડિગ્રીધારક અને નોંધાયેલ ડોક્ટરનો જ સંપર્ક કરે. ફરજી ડોક્ટર પાસેથી દવા કે ઇન્જેક્શન લેવાથી જીવલેણ પરિણામ આવી શકે છે.
ફરજી ડોક્ટર તરીકે કામગીરી કરવી કાયદા મુજબ દંડનીય ગુનો છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર પગલાં લેવામાં આવશે.
કોઈપણ જગ્યાએ ફરજી ડોક્ટર કાર્યરત હોવાની માહિતી મળે તો નજીકના જિલ્લા આરોગ્ય અધિકારી કે પોલીસને જાણ કરવા જનતાને વિનંતી કરવામાં આવે છે.