5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા
અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે તેથી વધુ વર્ષ સુધી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા 744 પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરી નાખી છે. તેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો સમાવેશ થાય છે.
જોકે સોમવારે કરવામાં આવેલી 744 કર્મચારી જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેની નજીકના જ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ રીતે એકસાથે કરાયેલી બદલીથી પોલીસબેડામાં ચર્ચાએ વેગ પકડયો છે. સાથેસાથે નજીકના જ પોલીસ સ્ટેશનમાં બદલી કરાતાં તર્કવિતર્ક પણ ચાલી રહ્યા છે. આ પહેલાં જી. એસ.મલિકે 8 કરતાં વધુ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 1500 જેટલા પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરી હતી.