
SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ
અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો રૂપિયા 1,77,100નું બારોબાર વેચી મારતાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે 3 વોન્ટેડને ઝડપી પાડવા કાર્યવાહી હાથધરી છે.
ગાંધીધામથી કેમિકલ ભરી ટ્રક ટેન્કર નંબર ટ્રક નંબર જી.જે.12 એટી 7689નો ડ્રાઇવર આરીફ હબીબભાઇ વારૈયા કેમિકલ લઈ નીકળેલ, જે કેમિકલ ચાંગોદર એસડી પ્રેઇન્ટ્સ કંપનીમાં પહોંચાડવાનું હતું.આ ટેન્કર ચાગોદર મૂળ કંપનીમાં પહોંચે તે પૂર્વે બાકરોલ બુજરંગ ગામની સીમ માં આવેલ શ્યામ ઇન્ડસ્ટ્રી યલ એસ્ટેટ-૨ માં આવેલ શેડ નંબર 481 મા કેમીકલ 2300 કિલો 1,77,100 નો જથ્થો વેચી મારતા SOG શાખાના હાથે ઝડપાતા ચાંગોદર કંપનીને જાણ કરતા કંપનીએ વજન કરાવતા જથ્થો બારોબાર વેચી નાખ્યાંનું ખુલતા બાકરોલ ગોડાઉનમાં જઈ રેડ કરતાં રૂપિયા 4,26,580નું કેમિકલ 10 લાખના ટેન્કર, 61,000ના મોબાઈલ 40 હજાર રોકડ સહિત 30,26,720નો મુદ્દામાલ સાથે 6 આરોપીઓ શેહનવાજ હારૂનભાઇ ટીમ્બલીયા, આરીફ હબીબભાઇ વારૈયા, રમઝાન ઇસબભાઇ ઢોળીતર,માલાભાઇ ખાતુભાઇ પગી, હર્ષ બીપીનભાઇ પટેલ, હાર્દીકભાઇ ખોડાભાઇ દેસાઇને ઝડપી પાડ્યા છે. જ્યારે મીત હસમુખભાઇ પટેલ, શૈલેષભાઇ પરેશભાઇ પટેલ, વાસુભાઇ મયુરભાઇ પટેલ વોન્ટેડ છે. કણભા પોલીસે 9 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
કેમિકલ વેચી માર્યા બાદ, વજન કાંટા નીચે જેક ચડાવી ખોટી વજ્રન ચિઠી બનાવતા.
પકડાયેલ ઇસમો પૈકી ટ્રક ડ્રાઇવર આરીફ હબીબભાઇ વારૈયા ગાંધીધામથી કેમીકલ ભરીને ફરીયાદીની કંપનીના નિર્ધારીત સ્થાન ખાતે નહીં પહોચાડી ગાડી માલિક શેહનવાજ હારૂનભાઇ ટીમ્બલીયાના કહેવાથી બાકરોલ બુજરંગ ગામની સીમ માં આવેલ શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2 માં આવેલ શેડમાં કેમીકલનો જથ્થો ચોરી છુપીથી કાઢી આપતા, ત્યાર બાદ ગાડી જે કંપનીમાં ખાલી કરવાની હોય તે કંપનીમાંથી વજન કરાવવા માટે વજન કરવા મોકલવામાં આવે ત્યારે આરોપી ગાડી માલીક શેહનવાજ હારૂનભાઇ ટીમ્બલીયાના કહેવાથી વજન કાંટામાં પોતાની યુક્તિથી વજન કાંટા નીચે જેક જડાવી વજન મેન્ટેઇન કરી ખોટી કાંટા ચિઠ્ઠી બનાવી તે ખોટી કાંટા ચિઠ્ઠીનો ઉપયોગ કંપનીમાં ખરા તરીકે કરતા હતા.