PM મોદી પણ 31 ઓક્ટોબરે ગુજરાત આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ વખતે ગુજરાત આવી શક્યા ન હતા. જો કે તેઓ દિવાળીની ઉજવણી કરવા માટે ઘરે આવી ગયા છે. આ વખતે તેઓ પાંચ દિવસ માટે અમદાવાદમાં પોતાના પરિવારજનો સાથે રોકાઈને દિવાળી તથા નવા વર્ષની ઉજવણી કરશે. નૂતન વર્ષે શાહ પોતાના નિવાસસ્થાને જ સ્નેહ મિલન સમારોહ યોજીને શુભેચ્છા સ્વીકારશે. તેમના આ પ્રવા, દરમિયાન તેઓ ભાઇબીજને દિવસે ગાંધીનગરમાં ધારાસભ્યો
માટે બનેલા નવા આવાસનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત તેઓ પાંચ દિવસ દરમિયાન કેટલાંક ધાર્મિક સ્થળોની મુલાકાત પણ કરશે. તેમની આ ગુજરાત મુલાકાત દરમિયાન નવા બનેલા મંત્રીઓ પણ તેમને રૂબરૂ મળવા અમદાવાદ જશે.
આ પછી આવતી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી રહ્યા છે. સરદાર પટેલ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. એકતાનગરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે.







