શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 3869 એકમોને નોટિસ, 201 એકમોને સીલ

શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે મ્યુનિ.એ હાથ ધરેલી ઝુંબશમાં રૂ 6.41 લાખ દંડ વસુલાયો

શહેરમાં સાત ઝોન પૈકી સૌથી સેન્ટ્રલ ઝોનમાં ઝોનમાં 1340 એકમોને પ્લાસ્ટિક મુદે નોટિસ ફટકારાઈ

શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના લક્ષ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સ્વચ્છ ભારત મિશન કચેરી દ્વારા ગત અઠવાડિયામાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પર્યાવરણ અને નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બનેલી 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલીઓ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મ્યુનિએ કડક વલણ અપનાવ્યું છે.જેમાં 201 એકમોને સીલ કરીને 3869 એકમોને નોટિસ આપી હતી. જયારે પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 6.41 લાખનો દંડ વસુલાયો હતો, તેમજ કુલ 161.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતુ.

મ્યુનિની સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા દરરોજની સફાઈ સાથે શહેરના તમામ વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ કે ઉત્પાદન કરતા એકમો અને ઇસમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને મોડીરાત સુધી ખુલ્લા રહેતા ખાણી-પીણીના એકમો અને માર્કેટ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ઝોનવાઈઝ કુલ 3,869 નોટિસ આપવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 1,340 નોટિસ ફટકારાઈ હતી, જ્યારે ઉત્તર ઝોનમાં 586 અને દક્ષિણ ઝોનમાં 532 નોટિસ આપવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં 295, પશ્ચિમમાં 418, ઉત્તર પશ્ચિમમાં 360 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 338 નોટિસ આપવામાં આવી હતી.

આ સમગ્ર અભિયાન દરમિયાન કુલ 161.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ 201 એકમને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ સીલ કરવામાં આવ્યા હતા. જયારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ પાસેથી રૂ. 641754 નોદંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ગેરકાયદે પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશ લાવવા મ્યુનિને મોટી સફળતા મળી છે.મ્યુનિ.દ્રારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ખરીદી વખતે ઘરેથી કાપડની થેલી લઈ જવી અને પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ ટાળવો.

ફેરિયાઓ અને નાગરિકોને કાપડની થેલીઓનું વિતરણ

માર્કેટ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયેલા ફરિયાઓને વિકલ્પરૂપે 4,754 કાપડની થેલીઓ જરૂરી વહિવટી ચાર્જ વસૂલ કરીને આપવામાં આવી હતી, જેથી નાગરિકોને પ્લાસ્ટિકના બદલે પર્યાવરણમૈત્રી વિકલ્પ અપનાવવાનો સંદેશ મળે..

ઘરદીઠ બે કાપડની થેલીનું મહા અભિયાન…

AMC દ્વારા માત્ર દંડાત્મક કાર્યવાહી નહીં પરંતુ જનજાગૃતિના ભાગરૂપે શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ કાપડની થેલીઓનું વિતરણ હાથ ધરવામાં આવ્યું છે. 28 ડિસેમ્બર 2025 સુધીમાં શહેરના 11.75 લાખ રહેણાંક એકમોમાં કુલ 23.51 લાખ કાપડની થેલીઓ ઘરદીઠ બેના હિસાબે વિતરણ કરવામાં આવી છે

  • Related Posts

    વટવા GIDCમાં બે સ્થળોએ પ્રતિબંધિત ગોગો પેપર પકડાયા

    બે વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો નશો કરવા માટે વપરાતા ગોગો રોલ તેમજ પેપર પર પ્રતિબંધ મુકાયા છતાં હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં ગોગો પેપરનુ વેચાણ ચાલુ હોવાની બાતમીના…

    કણભા GIDCમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ઝભલાંની ફેક્ટરીનો ભંડાફોડ, GPCBની ભૂમિકા પ્રશ્નાર્થ

    કણભા GIDC બાકરોલ રોડ પર આવેલી શિવાની સ્ટેટમ્પ નામની એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાંનું ઉત્પાદન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ફેક્ટરી ગુજરાત…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 3869 એકમોને નોટિસ, 201 એકમોને સીલ

    શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 3869 એકમોને નોટિસ, 201 એકમોને સીલ

    વટવા GIDCમાં બે સ્થળોએ પ્રતિબંધિત ગોગો પેપર પકડાયા

    વટવા GIDCમાં બે સ્થળોએ પ્રતિબંધિત ગોગો પેપર પકડાયા

    કણભા GIDCમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ઝભલાંની ફેક્ટરીનો ભંડાફોડ, GPCBની ભૂમિકા પ્રશ્નાર્થ

    • By swagat01
    • December 22, 2025
    • 16 views
    કણભા GIDCમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ઝભલાંની ફેક્ટરીનો ભંડાફોડ, GPCBની ભૂમિકા પ્રશ્નાર્થ

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    • By swagat01
    • November 28, 2025
    • 11 views
    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    • By swagat01
    • November 25, 2025
    • 13 views
    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ