શહેરના મધ્ય ઝોનમાં કુલ 9200 ચો.ફુટના ગેરકાયદે બાંધકામો મ્યુનિ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં પાંચ દરવાજાથી સાઉથ રેવડી બજાર રોડ કાલુપુર સુધીમાં દબાણો હટાવાયા હતા. જેમાં ગ્રાઉન્ડ ફલોરની કુલ 7 જગ્યાએ પરવાનગી વિના રોડ પર કરેલા 4200 ચો.ફુટના દબાણો દૂર કરાયા હતા. આ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મ્યુનિએ નોટિસ ફટકારી હતી. છતાં તેનો અમલ કરાયો ન હોવાથી અંતે મ્યુનિએ તોડી પાડયા હતાં.
તેવી જ રીતે શાહીબાગ વોર્ડમાં આવેલા અભિષેક એસ્ટેટ-1 ખાતે સેકન્ડ ફલોરના પાંચ ઈન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારના બાંધકામ પરવાનગી વિના કરાયા હતા. આ અંગે મ્યુનિ દ્વારા નોટીસ ફટકારીને સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જણાવાયું હતું. પરંતુ દબાણો દૂર કર્યા ન હોવાથી મ્યુનિ દ્વારા આશરે 5 હજાર ચો.ફુટના પાંચ શેડને તોડી પાડવામાં આવ્યાં હતાં.
આમ મધ્ય ઝોનમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા તથા દબાણો ખસેડવાની ઝુંબેશ મ્યુનિ દ્વારા આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. જેમાં બાંધકામો સીલ અને તોડવાની કામ કરાશે.








