મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી
સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર રમતી 8 મહિલાઓને પોલીસે પકડી પાડી છે.
સરદારનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, તાજ હોટલ પાછળ આવેલી સતનામ રેસીડેન્સીના ત્રીજામાળે આવેલા એક ફલેટમાં જુગાર રમાય છે. બાતમીના પગલે પોલીસટીમે સ્થળ પર રેડ પાડી હતી. જેમાં આઠ મહિલાઓ જુગાર રમતી મળી આવી હતી. પોલીસે આઠે સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રૂ 21,410 નો મુદામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.
જેમાં ફલેટમાં રહેતા સીમાબેન રાજકુમાર મદનાણી, નિલમબેન રવિભાઈ મનવાણી (રહે. રોયલ ફલેટ, નાના ચિલોડા), કંચનબેન અશોકકુમાર મુલચંદાણી(રહે. રાધે રેસીડેન્સી, નોબલનગર), ઘનશ્યામભાઈ સોનિયાબેન ગુનનાણી (રહે. કૈલાશરાજ એપાર્ટમેન્ટ, નોબલનગર), દિપાબેન જયકિશન મોટવાણી (રહે. જી વોર્ડ કુબેરનગર), પ્રિયાબેન વિનોદકુમાર રામચંદાણી(રહે. કૈલાસ રીજોઈસ, ન્યુ શાહીબાગ), કવિતાબેન કેતનદાસ સેવલાણી( રહે. જી વોર્ડ કુબેરનગર) અને બબિતાબેન ઉર્ફે પૂજા વિજયકુમાર પાનવાણી( રહે. ગ્રીન સીટી ભાટ ગામ)નો સમાવેશ થાય છે. જેમાં સીમાબેન ફલેટ ભાડે રાખી જુગાર રમાડતી હતી.







