વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી

શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડીને ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ સ્ટ્રીપના કુલ 1.30 લાખ નંગ જેટલા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 9.94 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી અતુલ ચૌહાણે ખાસ કરીને આ પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ માટે ગોડાઉન ખરીદ્યું હતું. એટલું જ નહીં, ગોડાઉનની બહાર પાનનો ગલ્લો ચલાવીને ત્યાં આવતા ગ્રાહકોને સહેલાઈથી ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ સ્ટ્રીપ પૂરા પાડતો હતો. જેથી કોઈને શંકા ન જાય. બાતમીના આધારે વટવા પોલીસ સ્ટેશનના સેકન્ડ ઇન્સ્પેક્ટર એચ.ડી. સોઢા અને પીએસઆઈ એ.બી. ગંધાની ટીમે દરોડો પાડયો હતો અને ગેરકાયદેસર જથ્થો ઝડપી લીધો હતો.

આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત સામાન મળતા પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપી માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ ગુજરાત બહાર પણ આ સામાનનું હોલસેલમાં વેચાણ કરતો હોઈ શકે છે. હાલ વટવા પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ હેઠળ કાર્યવાહી કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. સાથે સાથે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

  • Related Posts

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    બંને પક્ષની સામસામે હુમલો કર્યાની ફરિયાદ વટવામાં નિગમ સોસાયટીના બે રહીશો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર થયેલા ઝઘડામાં એક વ્યકિતને ધારીયાથી માથામાં ઈજા થઈ હતી. આ મામલે બંને પક્ષોએ વટવા પોલીસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.