ગોતાની બ્લૂસ્કાય વિઝા સામે પોલીસ ફરિયાદ
વિઝા પ્રોસેસના નામે પૈસા પડાવી લીધા હતા
શહેરમાં બે મિત્રોને કેનેડા જવું હોવાથી ગોતામાં આવેલી બ્લૂસ્કાય વિઝા એન્ડ ઈમિગ્રેશનના સંચાલક પાસે ગયા હતા. સંચાલકે જલ્દી કામ કરી આપવાનું કહીને બન્ને પાસેથી રૂ.50 લાખ મેળવી લીધા હતા. જે બાદ વિઝા ન કરાવી આપી ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા.
જેથી આ મામલે બન્ને મિત્રોએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રાંચરડાના મનોજ પટેલ અને તેમના મિત્ર ક્ષિતિજ પ્રજાપતિને દોઢેક વર્ષ પહેલા વર્ક પરમિટવિઝા પર કેનેડા જવું હતું. તેમના ભાણેજે પણ બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક રાહુલ શાહ પાસે વિઝાનું કામ કરાવ્યું હોવાથી બંને રાહુલ શાહની ઓફિસે ગયા હતા.
રાહુલ શાહે એક વ્યક્તિ દીઠ વિઝા પ્રોસેસનો 25 લાખ ખર્ચ કહીને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. બાદમાં પ્રોસેસ ચાલુ કરી દીધી હોવાનું કહીને કેનેડાનો એપ્લિકેશન લેટર બતાવીને વધુ નાણાં મેળવી લીધા હતા. આરોપી રાહુલ શાહે પીપીઆર રિકવેસ્ટ આવી હોવાથી પેમેન્ટ ક્લિયર કરી દેવાનું કહીને વધુ નાણાં પડાવી લીધા પણ વિઝા નહીં આપી ઠગાઈ કરી હતી.