ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો
4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ
શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે આ પેઢી બિલ વગર માલનું વેચાણ કરતી હોવાનું પકડી પાડયું છે. જીએસટી ભર્યા વગર પેઢીએ અંદાજે 37 કરોડનો માલ વેચ્યાનું બહાર આવ્યું છે.
જીએસટી વિભાગના જણાવ્યા અનુસાર, પેઢીએ નાણાકીય વર્ષ 2021-22થી ગ્રાઈન્ડ સ્ટોન, હેન્ડ ટૂલ્સ જેવા માલનું બિલ વગર વેચાણ કર્યું હોવાના ઇલેક્ટ્રોનિકપુરાવા મળી આવ્યા હતા. તે ઇનવોઇસ જનરેટ કર્યા વગર માલ વેચી જીએસટીની ચોરી કરતી હતી. પેઢીના ભાગીદારોમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. આ ભાગીદારે નિવેદનમાં કરચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમની 20 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી. હાલ આ ભાગીદારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. ગત સપ્તાહે અસ્તિત્વમાં ન હોય એવી પેઢીઓ પાસેથી બોગસ બિલિંગ મારફતે વિવિધ પેઢીઓએ ખોટી રીતે આઈટીસી રિફન્ડ મેળવ્યાનું પકડાયું છે. આ કેસમાં પણ 80 કરોડની કરચોરીની શંકા છે.