ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
નારોલમાં કોઝી હોટેલ પાછળ અલ કુબા એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનની ઓરડીમાં મનોજભાઈ ભુખલભાઈ શાહ બહારથી માણસો બોલાવીને તીન પત્તીનો જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી મનોજ શાહ, મોહંમદશાહરુખ ખાન, સમસાદ અંસારી, મહંમદફૈયાઝ શેખ, સમીરમિયાં સૈયદ, પરવેજ કુરેશી, મીરાઝહુસેન મંસુરી, મોહંમદનૌશાદ શાહ, મહેબુબઆલમ મંસુરી, મહંમદઅંઝાર શેખ, મોહંમદતાલીબ શેખ, મોહંમદ ઈઝહાર શેખ, મોઈનખાન પઠાણ, તનવીરઆલમ શેખ અને તબરેજ અંસારી પકડાયા હતા. તેમની પાસેથી રૂ.1.15 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.