અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે
શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે. માર્ચ માસના 10 દિવસ વીતી ગયા પણ અનાજનો જથ્થો મળ્યો નથી. જેના લીધે હજારો રેશનકાર્ડ ધારકો અનાજનો જથ્થો લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.
શાહીબાગ સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાં શહેરનીઝોનલ કચેરીનું વિસ્તૃતિકરણને લઈને અનાજનો પુરવઠો રેશનિંગની દુકાનોમાં પહોચાડવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કોન્ટ્રાકટરોને આપેલી સુચનામાં ક્યાંકને કયાંક ગેરસમજ અને ટેકનિકલ ખામીઓના લીધે અનાજ વિતરણની કામગીરી મંથરગતિમાં ચાલી રહી છે. એટલે ગણતરીની રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચ્યો છે. જ્યારે હજુ માર્ચ મહિનાના 10 જેટલો સમય વીતી ગયો પરંતુ પુરવઠા વિભાગ દ્વારા દરમાસે અપાતુ કમિશન એક પણ દુકાનદારને મળ્યું નથી.
બીજી બાજુ રેશન સંચાલકોને ભરવાના છે ચલણોમાં સરભરની હજારોની રકમ પહેલાથી જ કાપી લેવાઈ છે. આ સરભરની રકમો શેની છે તેનું તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાતી નથી. ઉપરાંત પરમિટ કે ચલણોમાં પણ તેનો કોઈ ફોડ પડાતો નથી. આમ ૫ ટેક્નિકલ ખામી કહો કે તંત્રની ઢીલી પ નીતી કહો પણ માર્ચ માસના 10 દિવસ પછી પણ અનાજનો જથ્થો રેશનિંગની દુકાનોમાં પહોચ્યો ન હોવાથી રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે.