બિયર લેવા આવેલા બે આરોપીની ધરપકડ, એક આરોપી વોન્ટેડ
પોલીસની નજરથી બચવા માટે પોર્ટર એપ્લીકેશનનો ઉપયોગ કરીને પાર્સલોની આડમાં બિયરની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મેઘાણીનગર પોલીસે બાતમીના આધારે બે આરોપીની ધરપકડ કરી બિયરના 240 ટીન ઝડપી પાડયા હતા.
મેધાણીનગર પોલીસે બાતમીના પગલે શિવસાગર સોસાયટી પાસે જાહેર રોડ પર પાર્ક કરેલા વાહનોની આડમાં ઉભા રહીને જોતા એક ટેમ્પો અને ટુ વ્હીલર પાસે ઉભેલા ટેમ્પો ચાલક વિજય ઠાકોર, ટુ વ્હીલરચાલક મેહુલ સરજુભાઈ ઈનદ્રેકર અને નજીક ઉભેલા રોહિત સુધીરભાઈ બજરંગેને રાઉન્ડઅપ કરી લીધા હતા. પોલીસે ત્રણેને સાથે રાખીને સ્કુટરના ફુટરેસ્ટ પર રાખેલા પાર્સલ અને લોડર્ડીંગ ટ્રેમ્પોમાં પડેલા ચાર પાર્સલ ખોલતા તેમાંથી બિયરના 10 બોકસ મળી આવ્યા હતા. પોલીસે કુલ મળીનુ 240 નંગ બિયરના ટીન કિંમત રૂ. 18 હજારના કબજે કર્યા હતા.
આ અંગે પુછપરછ કરતા વિજય ઠાકોર લોડીંગનો માલિક હોઈ પોતે પોર્ટર એપ્લીકેશનમાં જણાવ્યા મુજબ પાર્સલોની હેરાફેરી કરતો હોઈ તેને પ્રેમદરવાજા પટેલ ટ્રાન્સપોર્ટમાંથી આ પાર્સલ લાવ્યો હોવાનું જણાવ્યુ હતુ. અને તેને આ પાર્સલ બંગલા એરીયા શિવસાગર સોસાયટી સુધીનુ લોકેશન પોર્ટર કંપની દ્વારા મળ્યુ હોઈ અહીં આવતા ટુ વ્હીલર ચાલક પાર્સલ લેવા માટે આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ. ટુ વ્હીલર ચાલક મેહુલ ઈન્દ્રેકર તથા તેની સાથેના રોહિત બજરંગે બંને ટુ વ્હીલર લઈ ટેમ્પોમાંથી પાર્સલોવાળા બિયરના ટીન લેવા આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ. આ બિયરના ટીન વિશાલ ઉર્ફે બાપુ પોપટજી વિહોલએ મોકલી આપ્યાનુ જણાવી પોતે તે પાર્સલમાં રહેલો બિયરનો જથ્થો છારાનગરમાં છુટકમાં વેચાણ કરવાનુ પોલીસને જણાવ્યુ હતુ. આ મામલે મેઘાણીનગર પોલીસે મેહુલ અને રોહિતની ધરપકડ કરી છે.