મધ્ય ઝોનમાંથી દબાણ હટાવ્ કામગીરીમાં 2 શેડ દૂર કરાયા
દબાણો ખસેડી રૂ.14 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો
શહેરના મધ્ય ઝોનમાં દબાણો ખસેડવાની કાર્યવાહી મ્યુનિ. ના એસ્ટેટ વિભાગ દ્વારા કરાઈ હતી. જેમાં વટવા વોર્ડમાં 2500 ચો.ફુટ ક્ષેત્રફળમાં થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયા હતા. જ્યારે અન્ય નડતરરૂપ 3 કાચા નંગ શેડ તોડી પડાયા હતા.
એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ, વટવા વોર્ડમાં નારોલ અસલાઈ હાઈવે ભોજા તળાવની સામે ગુરુકૃપા એસ્ટેટમાં થયેલા કોમર્શિયલ શેડ પ્રકારના 2500 ઠો.ફુટના ક્ષેત્રફળના ગેરકાયદે બાંધકામને નોટીસો અપાઈ હતી.
બાદમાં બાંધકામને અટકાવવા એપ્રિલ-2024 ના રોજ એકમને સીલ કરાયું હતું. પરંતુ બાંધકામ કરનારે સ્વેચ્છાએ બાંધકામ દૂર કર્યું નહી. એટલે મ્યુનિ.એ એસઆરપી પોલીસ બંદોબસ્ત સાથે આ 2500 ચો-ફુટનું ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું.
જ્યારે દક્ષિણ ઝોનમા ૩ કાચા નંગ શેડ દૂર કરાયા હતા. જ્યારે 11 નંગ લારી, 85 નંગ પરચુરણ માલસામાન જપ્ત કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. આમ દબાણો દૂર કરીને કુલ રૂ.14 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.