નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

સરકારી જમીન પર બનાવેલા મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો

શહેરના નરોડા મુઠીયા ગામ પાસે લિસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીએ બાંધેલા ગેરકાયદેસર મકાનને બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડયુ હતુ. બે માળનું મકાન સરકારી જમીન ઉપર બનાવીને દારૂ વેચવાની પ્રવૃતિ કરનારા બુટલેગરની સામે કાર્યવાહી કરવામા આવતા સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નરોડા મુઠીયા ગામ નજીક અગાઉ દારૂ અને પોલીસ ઉપર હુમલો કરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીએ બે માળનુ મકાન સરકારી જમીન ઉપર બનાવી દીધુ હોવાની માહિતી મળતા આ મામલે મ્યુનિ.ની ટીમે તપાસ કરતા તથ્ય જણાતા તેનુ મકાન તોડી પાડવાની કાર્યવાહી બુધવારે એસ્ટેટ વિભાગના અધિકારીઓની હાજરીમાં શરૂ કરવામા આવ્યુ હતુ. જયેશ જયેશ ઉર્ફે જીગો સોલંકી બુટલેગર હોઈ કાર્યવાહી કરતી વખતે કાયદો અને વ્યવ્સથાની સ્થિતિ બગડે નહી તે માટે સ્થાનિક નરોડા પોલીસ ઉપરાંત વધારાની પોલીસફોર્સને પણ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી.

ઉત્તરઝોનને એસ્ટેટ વિભાગ દ્વારા જયેશ ઉર્ફે જીગો સોલંકીને નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં પોતાનુ ગેરકાયદે મકાન નહી તોડતા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુટલેગર આ મકાનમાં ભોંયરૂ બનાવીને દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની માહિતી પણ બહાર આવી હતી.

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.