દાણીલીમડામાં પિતરાઈને માર મારતા વચ્ચે પડેલા યુવકને છરીના ઘા માર્યા

ઝઘડાની અદાવતમાં ચાર શખ્સો માર મારતા હતા

દાણીલીમડામાં રહેતા એક યુવકના પિતરાઈ ભાઈને થોડા દિવસો પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ચાર શખ્સો દંડા અને પટ્ટાથી માર મારતા હતા. આ વખતે વચ્ચે બચાવવા પડેલા યુવકને માર મારીને છરીથી હુમલો કરતા યુવકને ઈજા થઈ હતી. આ અંગે યુવકે ચાર શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દાણીલીમડા વિસ્તારમાં રહેતો ગુલામ જીલાની પાસા( ઉ.27) બી ફાર્મમાં અભ્યાસ કરે છે. ચાર મહિના પહેલા તેના કૌટુંબિક ભાઈ મોહંમદ જાવેદને રીઝવાન સાથે કોઈક મામલે ઝઘડો થયો હતો તેનુ સમાધાન પણ થઈ ગયું હતું.

દરમિયાન સોમવારે રાતે ગુલામ જીલાની તેના મિત્રને નારોલ મુકવા માટે જતો હતો ત્યારે સુલેમાની મસ્જિદ પાસે મોહંમદ જાવેદને ચાર લોકો મોહંમદ બિલાલ પાસા, મોહંમદ રિઝવાન પાસા, સોરાબઅલી પાસા અને નૌશાદ પાસા ભેગા મળીને લાકડાના દંડા બેલ્ટ અને કેબલ વાયરની મારતા હતા. જેથી ગુલામ જીલાની તેને વચ્ચે બચાવવા પડયો હતો. આ સમયે મોહંમદ રિઝવાને ઉશ્કેરાઈને તેની ફેંટમાંથી છરી કાઢીને મારવા જતા ડાબો હાથ વચ્ચે નાખતા તેને આંગળી પર ઈજા થઈ હતી. આ વખતે બિલાલ સોરાબ અને નૌશાદે પણ તેને માર મારવાનુ શરૂ કર્યું હતુ. આ દરમિયાન બૂમાબૂમ કરતા ચારે નાસી છુટયા હતા.

  • Related Posts

    12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી

    ભુવનેશ્વરમાં પોલીસે ધરપકડ કરતા વટવા પોલીસે વોન્ટેડ આરોપીનો કબજો લીધો મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલ વટવા વિસ્તારમાં રહેતા અભિષેક રાજપૂતે વર્ષ ૨૦૧૭થી ગુનાની દુનિયમાં પગપેસારો કર્યો અને એક બાદ એક…

    દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ

    ત્રણવાર મ્યુનિ.માં ફરિયાદ છતાં તંત્ર નિરસ શહેરના દાણીલીમડાની ચામુંડા સોસાયટી પાસે છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનનું ઢાંકણુ તુટી ગયેલુ હોવાથી અકસ્માતનું જોખમ છે. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી

    દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ

    ઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈ

    કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના ષડયંત્રો શરૂ

    કબૂતરબાજીના માસ્ટર માઈન્ડના સાગરીતની મિલકતોની તપાસ શરૂ

    શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી