ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટની ડીપી જર્જરિત હોવાથી તેની જગ્યાએ નવી નાખવામાં આવી
નારોલની મટન ગલીનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર હાલતમાં હતો જેના કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. દંપતિના મોતની ઘટના બાદ મ્યુનિ તંત્ર સફાળુ જાગ્યું હતું. આ રોડ પર આવેલી સ્ટ્રીટ લાઈટની ડીપી તુટેલી હોય તેને બદલીને નવી નાંખવામાં આવી હતી. જ્યારે જ્યાં ખુલ્લા વાયરો હતા તેને સાંધા મારીને પુરી દેવાયા હતા. ઉપરાંત બિસમાર રોડ પર વેટ મીક્ષ નાંખીને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જ્યારે ઘટના બની તે જગ્યાએ ખોદકામ કરાયુ હોવાથી એટલે 100 મીટરનો રોડ કોર્ડન કરીને બંધ કરી દેવાયો હતો. પરંતુ નામ માત્રનો કાર્ડન કરાયો હોવાના લીધે કોઈ ધ્યાન રખાતુ ન હતું. જેના કારણે ટુ-વ્હીલર ચાલકો કોર્ડન કરેલા દોરડાને ઊચું કરીને બિનદાસ્ત વાહનોની અવરજવર કરતા હતા. જેના લીધે આ કામગીરી દરમિયાન બીજી કોઈ દૂર્ઘટના ઘટે તેવી આશંકા સેવાઈ રહી છે.
મ્યુનિ.ના સત્તાધિશોના જણાવ્યા મુજબ, બિસમાર રોડમાં હાલ સમારકામ ચાલુ કરાયું છે. જ્યારે ટુંક સમયમાં આ સમગ્ર રોડ અને સ્ટોર્મ વોટર લાઈન નાંખવામાં આવશે
નવેસરથી રોડ બનાવવા તથા સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું તંત્રનું આયોજન
દર ચોમાસામાં આ રોડથી જવાનું ટાળું છું
આ અંગે સ્થાનિક વેપારી હરીસિંગે કહ્યું હતું કે, આ રોડ બિસમાર હોવાના કારણે ત્યાંથી જવામાં તકલીફ પડે છે. ખાસ કરીને ચોમાસામાં તો ખરાબ રોડ અને તેમાં પણ પાણી ભરાયેલા હોવાના લીધે અકસ્માત થવાનો ડર લાગે છે. એટલે ચોમાસામાં આ રોડથી જવાનું ટાળું છે. 5 વર્ષથી આ સ્થિતિ છે એટલે દર ચોમાસામાં આ રોડ પરથી પસાર થવાનું ટાળું છું.
ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…