ધંધુકા શહેરમાંથી મહિલા સહિત 4 ઝબ્બે
શ્રાવણ મહિનાની શરૂઆત પહેલાં જ ધંધુકામાં જુગારીઓ સક્રિય થતાં અમદાવાદ ગ્રામ્ય LCBએ ત્વરિત કાર્યવાહી કરતાં ધંધુકાના ફેદરા ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઈસમોને રંગે હાથ ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજ ચુડાસમાને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ફેદરા ગામે દરોડો પાડયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે કુલ ₹.21,500ની રોકડ રક્મ તથા જુગારના સાધનો કબજે કર્યા છે. પકડાયેલા શખ્સોની ઓળખ કરુણભાઈ કરમણભાઈ ડોડા, દિવ્યરાજસિંહ ગંભીરસિંહ વાઘેલા, રવિભાઈ મોહનભાઈ ગલીયળ, અનિલભાઈ ભાવુભાઈ સોલંકી અને સૂર્યરાજસિંહ શંભુભ રાણા તરીકે થઈ છે. બધા ધંધુકાના ફેદરા ગામના રહીશ છે.
જ્યારે અન્ય એક બનાવમાં ધંધુકા પોલીસે બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા ૪ શખ્સો તીનપત્તી દ્વારા રોકડ રકમ પાનેથી હારજીતનો જુગાર રમતા પકડાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.10,200ની રોકડ રકમ તથા જુગાર રમવા ઉપયોગમાં લેવાતા પત્તા સહિતના જુગારના સાધનો જપ્ત કર્યા હતા. ચારેય શખ્સો હુસેનભાઈ મહમદભાઈ રફાય, કહિંમતભાઈ નાનભાઈ કંથડાયા, કાળુભાઈ તળશીભાઈ પ્રજાપતિ, કૈલાશબેન કૈલાશબેન ઉર્ફે કાળીબા દીલીપભાઈ ખગેંદરભાઈ આંબલીયા ની અટક કરી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.