

શહેરમાં બુધવારે સાંજે શરૂ થયેલા વરસાદને પગલે પૂર્વના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાતના 10 વાગ્યા સુધીમાં પૂર્વના ના ચાર માંસ ઝોનમાં સરેરાશ સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો, જેમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં ચાર ઈંચ વરસાદ પડ્તાં મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા પાસે તો ઢીંચણસમા પાણી ભરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં સવા ત્રણ ઈંચ, ઉત્તર ઝોનમાં સવા બે ઈંચ અને મધ્ય ઝોનમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેમાં વિસ્તાર પ્રમાણે વટવામાં સવાર બે ઈંચ, મણિનગરમાં 6 ઈંચ, ચકુડિયા ચાર ઈંચ,ઓઢવમાં સવા ચાર ઈંચ વરસાદમાં લોકો ફસાઈ ગયા હતા.