
શહેરમાં જુન માસમાં મ્યુનિ.ને રોડને લગતી પાંચ હજારથી વધારે ફરિયાદો મળી રહી છે. જેમાં 838 જેટલા ભૂવા પડ્યા હોવાની ફરિયાદો મળી પરંતુ મ્યુનિ દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. ત્યારે દક્ષિણ ઝોનમાં 159 જેટલા ભૂવા પડ્યા હોવાની ફરિયાદો મળી છે, ત્યારે વટવા ગેબનશાહ પીર કેનાલ પાસે વધુ એક ભૂવો પડ્યો છે. ડ્રેનેજની ચેમ્બર પાસે જ પડેલા ભૂવાને પગલે ગમે ત્યારે મોટો ભૂવો પડવાની સમસ્યા સર્જાય તેવી આશંકા છે. એટલે આ ભૂવાના સમારકામ માટે તાકિદે કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.