હાથમાં છરી લઈ મહિલા સાથે શખ્સ ઝઘડતા પોલીસ પહોંચી
નારોલ કોઝી હોટલ પાસે મોડી રાતે એક પુરુષ હાથમાં હથિયાર લઈને એક મહિલા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જેને રોકવા જતા તેણે ફરજ પર ના હોમગાર્ડ જવાન અને નારોલ પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરતા એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજા કરીને ઝઘડો કરનાર શખ્સ અને તેના બે સાગરીતો નાશી છુટયા હતા. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણે સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે.
નારોલ પોલીસ સ્ટેશનમાં .સર્વેલન્સ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે સી રાણા ગત મંગલવારે ફરજ પર હતા ત્યારે તેમને પેટ્રોલીંગ દરમિયાન નારોલ સર્કલ પર આવતા ફરજ પરના હોમગાર્ડે જાણ કરી હતી કે કોઝી હોટલ પાસે એક ઈસમ હાથમાં ધારદાર છરી સાથે કોઈ મહિલા સાથે ઝઘડો કરી રહ્યો છે.
આથી હોમગાર્ડ એક નાગરીકના ટુ વ્હીલર સાથે ત્યાં જવા નીકલ્યા હતા જયારે પીએસઆઈ અને અન્ય ટીમ ત્યાં પહોચી હતી. આસમયે હાથમાં છરી સાથે ઉભેલો ઈસમ એક હોમગાર્ડ કર્મચારી તરફ ધસી આવ્યો હતો તે જોતા પીએસઆઈએ વાહન દોડાવીને તેની પાસે જતા તેણે છરીનો ઘા કરતા હોમગાર્ડ જવાને લાકડીથી બચાવ કરવા જતા તે નીચે પડી જતા તેમને ઈજા થઈ હતી.
ત્યારબાદ પીએસઆઈએ હુમલાખોરને પકડી લેતા તેણે ધકકો મારતા તેઓ પણ નીચે પડયા હતા. અને તેમને ઈજા થઈ હતી.
આ વખતે એએસઆઈ જગદીશભાઈ આવતા તેમના પર અજાણ્યા ઈસમે છરીનો ધા મારતા તેઓ નમી જતા જમણાકાને લીસોટો થયો હતો.
આ દરમિયન બીજા બે ઈસમો પોલીસને પથ્થર મારવા લાગ્યા હતા. અને પોલીસના વાહનના કાચ તોડી નાખ્યા હતા અને નાસી ગયા હતા. આ મામલે હસન ઉર્ફે સમીર પઠાણ, સોયેબ ઉર્ફ મામા રંગરેજ અને ફૈઝલ ઉર્ફે કાજુ પઠાણ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે