બે વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો
નશો કરવા માટે વપરાતા ગોગો રોલ તેમજ પેપર પર પ્રતિબંધ મુકાયા છતાં હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં ગોગો પેપરનુ વેચાણ ચાલુ હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી આદરી છે. જેમાં વટવા જીઆઈડીસી પોલીસે બે અલગ અલગ બનાવમાં કુલ 118 ગોગો રોલ પકડીને બે વ્યકિતઓ સામે ગુનો દાખલ કર્યો છે.
વટવા જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે પ્રતિબંધિત ગોગો પેપરની હજુ પણ વેચાણ થઈ રહ્યુ છે. જેના પગલે પોલીસ પેટ્રોલીંગ વધારીને ખાનગી બાતમીદારોને કામ લગાવ્યા હતા. જેમા બાતમીના આધારે પોલીસ ટીમે અનમોલ એરાઈઝ ફલેટની નીચે શિવશકિત કીરાણા સ્ટોરમાં રેડ કરી હતી જેમાં તપાસ દરમિયાન ગોગો રોલીંગ પેપરના 68 નંગ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે દુકાનમાં હાજર પરમેશ્વરનાથ સુખાનાથ જોગી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં પોલીસટીમે બાલાજી પાન પાર્લર પર રેડ કરતા અંદરથી 50 નંગ પેપર મળી આવ્યા હતા. આ મામલે પોલીસે શંભુલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધ્યો છે.






