આપઘાત કરનાર સામે 6 ગુના નોંધાયેલા હતા
પરિચિતોના નિવેદન લઈને પૂછપરછ શરૂ કરાઈ
બોપલના શેરદલાલ કલ્પેશ ટુડિયાના આત્મહત્યા કેસની તપાસમાં મૃતક પર ગંભીર પ્રકારના 6 ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું હતું. જેમાં તેણે પોલીસનો સ્વાંગ રચીને એક વ્યક્તિ પાસેથી રૂ. 26 લાખ લૂંટી લીધા હતા. તેમજ ગેરકાયદે રીતે હથિયાર રાખવું. છેતરપિંડી. મારામારી, ચોરી, દારૂ સહિતનાગુના નોંધાયેલા છે.
કલ્પેશ ટુડિયાનો મૃતદેહ પરિવારના સભ્યો અંતિમ ક્રિયા માટે વતન રાજકોટ લઈ ગયા છે. જેથી હાલમાં પોલીસ કલ્પેશની પત્ની ઝીનલ અને દીકરી પૂર્વાની પૂછપરછ કરી શકી નથી તેમજ તેમના નિવેદન પણ લેવાયા નથી. બીજી બાજુ તેને મળવા આવેલા સુરેન્દ્રનગરના સાહીરખાન મલેક અને રશીદખાન મલેકની ધરપકડ કીને પોલીસ પૂછપરછ કરી રહી છે. સાથેસાથે નજીકના મિત્રો. ડબ્બા ટ્રેડીંગ કરતા સહિતના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે