પેરાસિટામોલ દવાનું સેવન કરતા હોય તો ચેતી જજો
જો તમે પણ વિટામિન અને પેરાસિટામોલની દવાનો ઉપયોગ કરતા હોવ તો હવે સાવચેત થઈ જવાની જરૂર છે. વાસ્તવમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના ક્વોલિટી ચેકમાં પેરાસિટામોલ સહિતની 53 દવાઓ ફેલ થઈ છે. કેલ્શિયમ, વિટામિન ડી૩, એન્ટિ ડાયાબિટિસ અને હાઇ બ્લડપ્રેશર સહિતની 50થી વધુ દવાઓ દેશના ડ્રગ નિયામકના ગુણવત્તા પરીક્ષણ પાસ કરવામાં નિષ્ફળ રહી છે. પોતાના તાજેતરના માસિક ડ્રગ એલર્ટની યાદીમાં CDSCOએ 53 દવાઓને ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ (NSQ) ગણાવી છે. રાજ્યના ડ્રગ અધિકારીઓ દ્વારા દર મહિને કરાતા સેમ્પલિંગ બાદ NSQ એલર્ટ જારી કરવામાં આવે છે. નિયામક દ્વારા ક્વોલિટી ચેકમાં જે દવાઓ ફેલ થઇ છે તેમાં વિટામિન સી અને ડી3 માટેની દવા શેલકલ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટજેલ્સ, એન્ટાસિડ પેન-ડી, પેરાસિટામોલ IP (500 એમજી), એન્ટિ ડાયબિટીક
ઓગસ્ટમાં 156 દવાઓ પર પ્રતિબંધ મુકાયો હતો
નોંધનીય છે કે, ગત ઓગસ્ટ દરમિયાન CDSCOએ એક કરતાં વધુ સંયોજનો ધરાવતી 156 ફિક્સ્ડ ડોઝ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે માણસો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ દવાઓમાં જાણીતી તાવ માટેની દવાઓ, પેઈનકિલર્સ અને એલર્જીની દવા સામેલ છે.