2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી
અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં વર્ષ 2023માં 114 કેસો આવ્યા હતા અને બંને પક્ષકારોને સાંભળી 10 કરોડ રૂપિયા લોકોને અપાવ્યા હતા.
જ્યારે વર્ષ 2024માં 286 કેસો આવ્યા હતા જેમાં પણ અરજદાર અને સામા પક્ષના વકીલોને સાંભળીને સુનાવણી બાદ 29 કરોડ રૂપિયા લોકોને પરત કરવામા આવ્યાહતા. કલેક્ટર કચેરી ખાતે સુનાવણી હાથ ધર્યા બાદ સામા પક્ષના લોકોને સુનાવણી બાદ નક્કી કરેલ રકમ મામલતદારના એલીયન બેંક ખાતામાં જમા કરવામા આવે છે અને પછી તે ખાતામાંથી લોકોના ખાતામાં સીધા જમા કરવામા આવતો હોય છે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષ 2023 કરતા વર્ષ 2024માં વધુ કેસો નોંધાયા હતા અને લોકોને વળતરની રકમ આપવામા પણ વધારો જોવા મળી રહ્યો છે.